10 હજારમાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને થશે 1 લાખની કમાણી! સરકાર આપશે 25% સબસીડી


Updated: April 16, 2021, 3:08 PM IST
10 હજારમાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને થશે 1 લાખની કમાણી! સરકાર આપશે 25% સબસીડી
પ્રતીકાત્મક તસવીર.

હાલના સમયમાં ડેરી ફાર્મિંગ સૌથી સારું સેક્ટર માનવામાં આવે છે. આ સેક્ટર એવું છે જેમાં ક્યારેય મંદીનો સામનો નથી કરવો પડતો.

  • Share this:
નવી દિલ્હી: તમે ડેરી ફાર્મિંગ (Dairy farming) કરીને પૈસા કમાઈ શકો છો. આ બિઝનેસ શરુ કર્યા બાદ તમે થોડા જ દિવસોમાં મોટી કમાણી કરી શકો છો. હાલના સમયમાં ડેરી ફાર્મિંગ સૌથી સારું સેક્ટર માનવામાં આવે છે. આ સેક્ટર એવું છે જેમાં ક્યારેય મંદીનો સામનો નથી કરવો પડતો. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે આ બિઝનેસ (Business)ની શરૂઆત કરતી વખતે વધુ મૂડીની જરૂર નથી પડતી. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર પશુપાલન માટે લોનની સુવિધા પણ પૂરી પાડે છે અને સબસીડી પણ આપે છે. ત્યારે તમે ડેરી ખોલીને રોજિંદી કમાણી કરો શકો છો.

ડેરી ફાર્મિંગ બિઝનેસ કેવી રીતે શરુ કરવો?

ડેરી ફાર્મિંગ શરુ કરવા માટે ઓછી સંખ્યામાં ગાયો અથવા ભેંસો રાખવી પડશે. માંગ વધે તેમ તેમ સંખ્યા વધારી શકો છો. આ માટે તમારે સારી જાતની ગયો જેમ કે ગીર ગાય ખરીદવી પડશે અને તેમના ખાન-પાનનું ધ્યાન રાખવું પડશે. જેનો ફાયદો એ હશે કે તમને સારી માત્રામાં દૂધનું પ્રોડક્શન મળશે. જેનાથી આવકમાં વધારો થશે. કેટલાક સમય બાદ તમે ઢોરની સંખ્યામાં વધારો કરીને તમારા નામે ડેરી ફાર્મ શરુ કરી શકો છો.

આ પણ વાંચો: CM વિજય રૂપાણીનું સંબોધન: રાજ્યના આરોગ્યકર્મીઓ અમારા સુપરહીરો, કોરોના હારશે ગુજરાત જીતશે

બે પશુઓ સાથે શરુ કરો ડેરી

જો તમે નાના સ્તરે કામ શરુ કરવા માંગો તો 2 ગાય અથવા ભેંસ સાથે તેની શરૂઆત કરી શકો છો. બે પશુઓમાં તમને 35થી 50 હજાર જેટલી સબસીડી મળી શકે છે.સરકાર કરે છે મદદ

સરકારે ડેરી ઉદ્યોગને આગળ ધપાવવા માટે ડેરી ઉદ્યમિતા વિકાસ યોજના શરુ કરી છે. આ યોજનાનો હેતુ આધુનિક ડેરી તૈયાર કરવાનો છે. સાથે જ અન્ય હેતુ છે કે ખેડૂત અને પશુપાલક ડેરી ફાર્મ ખોલી પોતાની આવક વધારી શકે. આ યોજના અંતર્ગત બેન્ક તરફથી તમને લોન પણ આપવામાં આવે છે અને તેમાં સબસીડી પણ મળે છે.

આ પણ વાંચો: રાજકોટ: ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ, કંપનીમાં સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત

જો તમે 10 પશુઓથી ડેરી શરુ કરવા માંગો છો તો તેના માટે તમને 10 લાખ રૂપિયાની જરૂર પડશે. કૃષિ મંત્રાલયની DEDS યોજનામાં તમને 2.5 લાખ સુધીની સબસીડી મળી જશે, જે નાબાર્ડ તરફથી આપવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદ RTO કચેરીના 25 કર્મચારીઓ કોરોના સંક્રમિત, અરજદારોને ઓનલાઇન પ્રક્રિયા કરવા અપીલ

સબસીડી માટે અહીં કરો અપ્લાય

દરેક જિલ્લામાં નાબાર્ડનું કાર્યાલય આવેલું છે. અહીં તમે તમારી ડેરી પ્રોડક્ટ બનાવીને આપી શકો છો. આ કામમાં જિલ્લાનો પશુપાલન વિભાગ તમારી મદદ કરી શકે છે.
First published: April 16, 2021, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading