ખુશખબર! ભારતમાં કોરોના વેક્સીન સ્પૂતનિક-Vનું ઉત્પાદન થયું શરું, વર્ષે 10 લાખ ડોઝનું થશે ઉત્પાદન


Updated: May 25, 2021, 11:25 AM IST
ખુશખબર! ભારતમાં કોરોના વેક્સીન સ્પૂતનિક-Vનું ઉત્પાદન થયું શરું, વર્ષે 10 લાખ ડોઝનું થશે ઉત્પાદન
સ્પૂતનિક-V કોરોના સંક્રમણ સામે 97.6 ટકા અસરકારક, હિમાચલ પ્રદેશમાં આ કંપની કરશે પ્રોડક્શન

સ્પૂતનિક-V કોરોના સંક્રમણ સામે 97.6 ટકા અસરકારક, હિમાચલ પ્રદેશમાં આ કંપની કરશે પ્રોડક્શન

  • Share this:
નવી દિલ્હી. ભારતમાં કોરોના મહામારી (Corona Pandemic) સામે લડવા વધુ એક વેક્સીન (Corona Vaccine) રશિયા (Russia)ની સ્પૂતનિક વીનું(Sputnik V) ઉત્પાદન શરુ થઈ ગયું છે. જેની પુષ્ટિ 24 મેના રોજ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ(RDIF) અને ભારતની દવા ઉત્પાદક કંપની પેનાસિયા બાયોટેક (Panacea Biotech)એ કરી છે.

તેમણે પોતાના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતમાં કોરોના વેક્સિનેશન માટે ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી તેવી સ્પૂતનિક-વી વેક્સિનનું ઉત્પાદન ભારતમાં શરુ થઇ ચૂક્યું છે. સાથે જ કહ્યું કે, આ વેક્સીન હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના બડ્ડીમાં પેનાસીયા બાયોટેકમાં બનશે અને તેની પ્રથમ બેચને ક્વોલિટી કંટ્રોલ તપાસ માટે મોસ્કો સ્થિત ગામાલીયા સેન્ટર ખાતે મોકલવામાં આવશે.

આ પણ વાંચો, મેરેજ એનિવર્સરી પર મહિલાને ગિફ્ટમાં મળ્યું એક કિલોગ્રામનું મંગળસૂત્ર? પતિએ જણાવ્યું વાયરસ વીડિયોનું સત્ય

આ ઉનાળામાં જ રસીનું ફૂલ સ્કેલમાં ઉત્પાદન શરૂ થશે

સંયુક્ત નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઉનાળામાં જ રસીનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવશે. પેનેસીયા બાયોટેકના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ જીએમપી ધોરણોનું પાલન કરે છે અને તેને WHOની પૂર્વ મંજૂરી મળી ચુકી છે. પેનેસીયા બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજેશ જૈને કહ્યું કે સ્પૂતનિક વી રસીનું ઉત્પાદન ભારતના કોરોના સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

રસીની નિકાસ કોરોના સામે લડતા અન્ય દેશોમાં પણ થશેRDIFના સીઇઓ કિરીલ દિમિત્રીવે કહ્યું છે કે ભારતમાં સ્પૂતનિક વીનું સ્થાનિક ઉત્પાદન શરુ થતા જ કોરોનાને વહેલી તકે હરાવવામાં મદદ મળશે. બાદમાં આ રસીની નિકાસ કોરોના સામે લડતા અન્ય દેશોમાં કરવામાં આવશે. પેનાસીયા બાયોટેક ઉપરાંત RDIF આ રસીના નિર્માણ માટે હૈદરાબાદ સ્થિત કંપની ડૉ. રેડ્ડીઝ લેબ સાથે પણ કરાર કર્યો છે.

આ પણ વાંચો,
Gold Price Today: ખુશખબરી! સોના-ચાંદી સસ્તા થયા, ફટાફટ જાણો આજના નવા ભાવ


સ્પૂતનિક વી 97.6 ટકા અસરકારક

ભારતમાં સ્પૂતનિક વી રસીનો ઇમરજન્સી ઉપયોગ કરવા માટે 12 એપ્રિલ 2021ના ​​રોજ મંજૂરી આપવામાં આવી હતી. એપ્રિલમાં આ રસીના ઉત્પાદન માટેના કરારની જાહેરાત કરતી વખતે પેનાસીયા બાયોટેક અને RDIFએ જણાવ્યું હતું કે, આ કરાર ભારતમાં દર વર્ષે 100 મિલિયન ડોઝના ઉત્પાદન માટે કરવામાં આવ્યો છે. વિશ્વના 66 દેશોમાં સ્પૂતનિક વી રસીને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 3.2 અબજ લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષણોમાં તપાસમાં સ્પૂતનિક વી 97.6 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.
First published: May 25, 2021, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading