ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ પ્રાઈવેટ બેંકનો શેર એક મહિનામાં 43 ટકા ઉછળ્યો, તમારે શું કરવું?

News18 Gujarati
Updated: August 5, 2022, 7:00 PM IST
ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ પ્રાઈવેટ બેંકનો શેર એક મહિનામાં 43 ટકા ઉછળ્યો, તમારે શું કરવું?
બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનો આ શેર તગડી કમાણી કરાવી શકે છે.

Rakesh Jhunjhunwala Portfolio Bank stock: પ્રાઈવેટ બેંક કરુર વૈશ્યના શેરમાં શુક્રવારે ઇન્ટ્રાડેમાં જોરદાર તેજી જોવા મળી હતી અને પોતાના બે વર્ષના હાઈને પાર કરતો જોવા મળ્યો હતો. બેંકે નાણાકીય વર્ષ 2023માં અત્યાર સુધીમાં પોતાના લોન ગ્રોથમાં 15 ટકાના વધારાનું અનુમાન આપ્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ આજે સવારે આરબીઆઈએ પોતાની નાણા નીતિ જાહેર કર્યા બાદ માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને આજે આખો દિવસ માર્કેટ ચઢાવ ઉતાર પછી છેવટે નજીવા પોઇન્ટના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું છે. આ દરમિયાન આજે પ્રાઈવેટ સેક્ટરની બેંક કરુર વૈશ્યના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને શેર 4 ટકા ઉછળીને 63.35 રુપિયાના પોતાના 2 વર્ષના હાઈથી ઉપર જતો નજર આવી રહ્યો હતો. 30 જૂન 2022ના પૂર્ણ થયેલા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં બેંકના પરિણામ ખૂબ જ સારા રહ્યા છે. આ સમયમગાળામાં બેંકની વ્યાજની આવકમાં મજબૂતી આવી હતી અને તેની એસેટ ક્વોલિટીમાં સુધાર જોવા મળ્યો હતો. જેના કારણે આ સ્ટોક તેજીમાં જોવા મળી રહ્યો છે.

આ PSU Bankએ એક વર્ષમાં આપ્યું 44 ટકા રિટર્ન, હવે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?

પાછલા એક મહિનામાં આ પ્રાઈવેટ સેક્ટર બેંક 43 ટકા ભાગ્યો છે. જ્યારે સમાન સમયગાળામાં સેન્સેક્સમાં ફક્ત 10 ટકાનો ઉછાળો આવ્યો છે. સ્ટોક હાલ ડિસેમ્બર 2019ના પોતાના હાઈએસ્ટ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકે 18 સપ્ટેમ્બર 2017માં પોતાનો ઓલ ટાઈમ હાઈ 137 બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે જૂન 2022 ત્રિમાસિકમાં કરુર વૈશ્ય બેંકમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની 4.50 ટકાની ભાગીદારી હતી. આ ત્રિમાસિક ગાળામાં બેંકના નફામાં વાર્ષિક આધારે 110 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જે ગત નાણાકીય વર્ષના 109 કરોડ રુપિયાથી વધીને 229 કરોડ રુપિયા થઈ ગયો છે.

Explainer: ચીન-તાઈવાન યુદ્ધના કારણે ભારતની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર ઊભું થશે સંકટ?

બીજી તરફ બેંકના ઓછા થયેલા ઓપરેટિંગ ખર્ચ અને ઓછી ઉધાર મૂડીના કારણે તેના વેલ્યુએશન પર ફાયદો મળ્યો છે. આ અવધીમાં કંપનીની એસેટ ક્વોલિટીમાં સુધાર જોવા મળ્યો છે. 30 જૂન 2022ના રોજ પૂર્ણ થયેલા પહેલા ક્વાર્ટરમાં બેંકનો ગ્રોસ એનપીએ વાર્ષિક આધાર પર 7.97 ટકાથી ઘટીને 5.2 ટકા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન બેંકમાં બીજો કોઈ નવો એનપીએ જોવા મળ્યો નથી. તેવી જ રીતે નેટ એનપીએ પણ વાર્ષિક ધોરણે 3.69 ટકાથી ઘટીને 1.91 ટકા પર આવી ગયો છે.

Stock Market Expert આશીષ કચોલિયાના આ શેરે પાંચ વર્ષમાં 1 લાખના 7 લાખ કર્યાઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં રહેલા આ શેરના ફંડામેન્ટલ્સને જોતા HDFC Securitiesનું કહેવું છે કે કરુર વૈશ્ય બેંક પર તેમનું ફોક્સ બનેલું છે. બેંકે નાણાકીય વર્ષ 2023માં પોતાના લોન ગ્રોથમાં 15 ટકાના વધારાનું અનુમાન આપ્યું છે. બેંકને આગળ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં વધારો અને ક્રેડિટ કોસ્ટમાં ઘટાડો જોવા મળતા ફાયદો મળશે. આજે સમગ્ર દિવસના કારોબાર બાદ કરુર વૈશ્ય બેંકનો શેર 61.15 રુપિયાના સ્તરે બંધ થયો હતો. આ દરમિયાન તેણે આજે 63.75 રુપિયાનો હાઈ બનાવ્યો હતો. નિષ્ણાતો મુજબ આગામી સમયમાં આ શેરમાં મોટી મુવમેન્ટ જોવા મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 5, 2022, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading