31મી માર્ચ પહેલાં આટોપી લેજો આ 10 મોટા કામ, 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ

News18 Gujarati
Updated: March 28, 2021, 8:25 AM IST
31મી માર્ચ પહેલાં આટોપી લેજો આ 10 મોટા કામ, 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ
1-4-2021થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થશે

નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે આગામી નાણાકીય વર્ષથી કેટલાક નવા નિયમો લાગુ થશે. કેટલાક નાણાકીય વ્યવહારોની અંતિમ તારીખ 31મી માર્ચ છે.

  • Share this:
નવી દિલ્હી : નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે આગામી નાણાકીય વર્ષથી કેટલાક નવા નિયમો લાગુ થશે. આ સ્થિતિમાં નવા નિયમો લાગુ થતા પહેલાં કેટલાક અગત્યના કામો આટોપી લેવા આવશ્યરક છે. આ કામ ન કરવાથી પેનલ્ટી ભોગવવાનો વારો પણ આવી શકે છે. અહીંયા એવા 10 મહત્ત્વના મુદ્દાઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે.

1. ITR ફાઇલિંગ

જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2019-20નું રિવાઇઝ્ડ અથવા તો ડિલે ઇનકમટેક્સ રિટર્ન (ITR) ન ભર્યુ હોય તો વહેલી તકે ભરવું રહ્યુ. આ કામની અવધિ 31મી માર્ચના રોજ સમાપ્ત થઈ રહી છે અને ત્યારબાદ રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જોકે, કરમુક્ત રકમ 5,00,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતાં લોકોને આ દંડની રકમ 1,000 રૂપિયા જ ચુકવવાની રહેશે.

2. ફાઇલિંગ બિલેટેડ

31મી માર્ચ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે. આ મુજબ ઇનકમટેક્સ ફાઇલ કરવાની રિવાઝ્ડ અથવા બિલેટેડ ફાઇલિંગની અંતિમ તારીખ પણ 31મી માર્ચ જ છે. ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ સમાપ્ત થયા બાદ જે રિટર્ન ભરવામાં આવે તેને વિલંબીત એટલે કે બિલેટેડ રિટર્ન કહેવામાં આવે છે. જેના માટે ટેક્સપેયરને પેનલ્ટી ભરવી પડે છે. બિલેટેડ આઈટીઆર 10,000 રૂપિયાની ફાઇલિંગ ફી સાથે 31 માર્ચ 2021 પહેલાં જમા કરાવી શકાય છે.

3. રિવાઇઝ્ડ રિટર્નમૂળ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે કોઈ ચૂક રહી ગઈ હોય ત્યારે સંશોધિત આઇટીઆર ફાઇલ કરવામાં આવે છે. આ આઇટીઆરમાં કોઈ ક્લેમ કરવાનો રહી ગયો હોય તેવી રકમ અથવા તો કોઈ બેંક એકાઉન્ટની માહિતી જોડવાની રહી ગઈ હોય વગેરે જેવી ક્ષતિઓ સુધારી અને ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તમે સંશોધિત આઇટીઆર ફાઇલ કરી શકો છો.

4. GST રિટર્ન ફાઇલિંગ

નાણાકીય વર્ષ 201-20નું વાર્ષિક GST Return ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ 2021 છે. નાણા મંત્રાલયે કરદાતાઓની સમસ્યાને ધ્યાનમાં રાખતા GSTR-9 અને GSTR-9C ફાઇલ કરવાની તારીખમાં વધારો કર્યો હતો.

5.LTC કેશ સ્કિમ વાઉચર..

એલટીસીની કેશ વાઉચર સ્કિમ અંતર્ગત ટેક્સ બેનિફિટ લેનારા લોકો માટે 31મી માર્ચ 2021 અંતિમ તારીખ છે. કરદાતાઓને 31મી માર્ચ સુધીમાં પોતાની સંસ્થાઓમાં બિલ જમા કરવવાની સુવિધા મળશે.

આ પણ વાંચો :   એપ્રિલથી દૂધ, વીજળી, AC-TV, સહીત ઘણી ચીજો થશે મોંઘી! જાણો કઈ કઈ ચીજોમાં થશે ભાવ વધારો

6. PAN Aadhaar Linking

વર્તમાન સમયમાં સરકાર દ્વારા તમામ નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે ત્યારે સરકારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડનું લિંકીંગ કરવાનું અનિવાર્ય ઠેરવ્યુ હતું. જોકે, આ લિંકીંગ કરવાની અંતિમ તારખી 31મી માર્ચ છે. ત્યારબાદ લિંક કરનાવનારા વ્યક્તિએ દંડ ચુકવવાનો રહેશે.

7. વિવાદથી વિશ્વાસ

વિવાદથી વિશ્વાસ સ્કિમ અંતર્ગત ડિક્લેરેશન ફાઇલ કરવાની સમય મર્યાદા વધારી અને 31મી માર્ચ કરી દેવામાં આવી છે. ડાયરેક્ટ ટેક્સને લગતા વિવાદથી વિશ્વાસ કાયદાને 17મી માર્ચ 2020થી લાગુ કરવામાં આવ્યો હતો. આ મામલાઓમાં કરદાતાઓ વિવાદીત ટેક્સ રકમ જ ચુકવવાની રહેશે. જેની અંતિમ તારીખ પણ 31મી માર્ચ છે.

8. સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કિમ

સરકારી કર્મચારીઓ માટે 31મી માર્ચ 2021 સુધી વ્યાજમુક્ત 10,000 રૂપિયા એડવાન્સ મેળવવાની સુવિધા આપવામાં આવે છે. સરકારે આની જાહેરાત એલટીસી કેશ વાઉચર સ્કિમ સાથે કરી હતી. ઑક્ટોબર 2020માં સરકારે આ સ્કિમની જાહેરાત કરી હતી. આ સ્થિતિમાં કર્મચારી એડવાન્સ મેળવે તો તેમણે 10 હપ્તામાં આ રકમ ચુકવવાની રહેશે.

આ પણ વાંચો :ભારતનું વિદેશી હૂંડિયામણ 23.3 કરોડ ડોલર વધ્યું, સતત બીજા સપ્તાહે Gold રીઝર્વમાં વધારો

9. જૂની ચેકબુક 31 માર્ચ સુધી વેલીડ રહેશે

દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્રા બેંક, ઑરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યૂનાઇટેડ બેંક અને અલાહબાદ બેંકની જૂની ચેકબુક હવે ફક્ત 3 દિવસ માન્ય રહેશે. આ તમામ બેંકની નવી ચેકબુક 1 એપ્રિલથી નવી લાગુ થશે. બેંકોના મર્જરના કારણે આ સ્થિતિ ઉદભવી છે.

10. PMAY ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કિમ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રેડિટ સબ્સિડીનો ફાયદો લેવાની અંતિમ તારીખ 31મી માર્ચ છે. આ યોજના અંતર્ગત ક્રેડિટ લિંક સબ્સિડી મળે છે. 6 લાખ રૂપિયાથી લઈને 18 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો આ સબ્સિડીનો લાભ લઈ શકે છે.
Published by: Jay Mishra
First published: March 28, 2021, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading