તહેવારો પર આ બેંકો આપી રહી છે ખાસ ઑફર, ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી પર મળશે EMIની સુવિધા


Updated: October 21, 2021, 3:29 PM IST
તહેવારો પર આ બેંકો આપી રહી છે ખાસ ઑફર, ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી પર મળશે EMIની સુવિધા
ડેબિટ કાર્ડ પર ઇએમઆઈ સુવિધા (પ્રતીકાત્મક તસવીર)

EMI facility on Debit Card: હવે ઈન્ડસઈન્ડ બેંકે (IndusInd Bank) પોતાના ગ્રાહકો માટે ડેબિટ કાર્ડ પર ઇએમઆઇની સુવિધા (EMI on Debit card) લોન્ચ કરી છે.

  • Share this:
મુંબઈ: તહેવારોની સિઝન (Festival season) હવે નજીક આવી રહી છે, જેથી લોકો પણ અનેક વસ્તુઓની ખરીદી કરવા લાગશે. આ દરમિયાન બેંકો દ્વારા પણ ગ્રાહકોનો આકર્ષવા અનેક નવી ઓફરો જાહેર કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ ઓફર્સ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ (Credit and Debit cards) પર બહાર પાડવામાં આવે છે. તાજેતરમાં જ SBI દ્વારા ડેબિટ કાર્ડ પર ઇએમઆઇ સુવિધાની ઑફર બહાર પાડવામાં આવી છે. તેવામાં હવે વધુ એક બેંક આ લિસ્ટમાં સામેલ થઇ ચૂકી છે. હવે ઈન્ડસઈન્ડ બેંકે (IndusInd Bank) પોતાના ગ્રાહકો માટે ડેબિટ કાર્ડ પર ઇએમઆઇની સુવિધા (EMI on Debit card) લોન્ચ કરી છે.

મિન્ટના કહેવા પ્રમાણે આ અંગે ઈન્ડસઈન્ડ બેંકના ચીફ ડિજીટલ ઓફિસર અને બિઝનેસ સ્ટ્રેટેજી હેડ ચારૂ માથુર (Charu Mathur) જણાવે છે કે, અમને અમારા ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરતા ઘણો આનંદ થાય છે, જે તેમને પોતાની પસંદના પ્રોડક્ટ્સ સમયાંતરે હપ્તાની ચૂકવણી કરીને ખરીદવા માટે મદદરૂપ બનશે. તહેવારોની સિઝનમાં આવી સુવિધાઓ ગ્રાહકોના આનંદમાં વધારો કરશે અને તેઓ સરળતા વસ્તુઓ ખરીદી શકશે.

ડેબિટ કાર્ડ પર EMI સુવિધા

આપને જણાવી દઇએ કે આ સુવિધા ઇન્ડસઇન્ડ બેંક સાથે ભાગીદાર આઉટલેટ્સ પર જ મળી શકશે. જેમાં ગ્રાહકો 3,6,9,12,18 અને 24 મહિનાના સમયગાળા સાથે ઇએમઆઇ વિકલ્પ પસંદ કરી શકે છે. આ સિવાય MYOFR ટાઇપ કરીને 5676757 પર મેસેજ દ્વારા પણ તમે પાત્રતા તપાસી શકો છો.

આ આઉટલેટ્સ સાથે છે બેંકની ભાગીદારી

આપને જણાવી દઇએ કે ઇન્ડસઇન્ડ બેંકે 60,000થી વધુ ઓફલાઇન મર્ચન્ટ આઉલેટ્સ સાથે ભાગીદારી કરી છે. તેમાં હાઇપરમાર્કેટ, મોટા વેપારીઓ, મલ્ટી બ્રાન્ડ અને સ્ટેન્ડ અલોન સ્ટોર સામેલ છે. ઓનલાઇન ખરીદીને પણ વધુ મજબૂત બનાવવા અને ગ્રાહકોને લાભ આપવા બેંક ટૂંક સમયમાં મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરશે.આ પણ વાંચો: Amazon Prime પર ફિલ્મ જોવું મોંઘું પડશે, ઝડપથી આવશે તોતિંગ ભાવ વધારો- જાણો કંપનીએ શું કહ્યું

ઓનલાઇન શોપિંગ પર પણ મળશે ઑફર

ઓનલાઇન શોપિંગ પર પણ ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં ધ્યાનમાં રાખીને ઇન્ડસઇન્ડ બેંકે ગ્રાહકો માટે ઓફર બહાર પાડી છે. હવે ઇન્ડસઇન્ડ બેંકના ગ્રાહકો અમેઝોન પર શોપિંગ કરતી સમયે બેંકના કાર્ડ દ્વારા 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

શું SBIની ડેબિટકાર્ડ પર EMIની ઓફર?

એસબીઆઇ આ સુવિધા કંઝ્યૂમર ડ્યુરેબલ્સની ખરીદી પર આપી રહી છે. તેના માટે ગ્રાહકોએ પોઇન્ટ ઓફ સેલ મશીન દ્વારા મર્ચન્ટ સ્ટોર પરથી ખરીદી કરવાની રહેશે. ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી બાદ ઇએમઆઇમાં કન્વર્ટ કરવાની સુવિધા ઓનલાઇન શોપિંગ પર પણ મળી શકે છે.

આ પણ વાંચો: આશીષ કચોલિયાએ 25%નો કડાકો છતાં આ શેરમાં પોતાનું રોકાણ વધાર્યું- જાણો સમગ્ર અહેવાલ

કઇ રીતે લઇ શકો છો ડેબિટકાર્ડ પર EMI?

1. કોઇ પણ મર્ચન્ટ સ્ટોર પર POS મશીન દ્વારા SBI ડેબિટ કાર્ડને સ્વાઇપ કરો.

2. હવે બ્રાન્ડ EMI અને બેંક EMI પસંદ કરો.

3. અમાઉન્ટ અને રીપેમેન્ટનો સમયગાળો પસંદ કરો.

4. POS મશીન જ્યારે કાર્ડને વેરિફાઇ કરી લે ત્યાર બાદ તેમાં પિન નંબર દાખલ કરો અને ઓકે પ્રેસ કરો.

5. ટ્રાંજેક્શન પૂર્ણ થતા જ લોન અમાઉન્ટ બુક થઇ જશે.

6. POS મશીનમાંથી એક રસીદ નીકળશે જેના પર ટર્મ અને કંડીશન આપવામાં આવી હશે. આ રસીદ પર ગ્રાહકોએ સહી કરવાની રહેશે.

ઓનલાઇન ખરીદી પર આ રીતે મળશે EMI

1. બેંકમાં જે મોબાઇલ નંબર રજીસ્ટર છે તેના દ્વારા અમેઝોન અથવા ફ્લિપકાર્ટની સાઇટ પર લોગીન કરો.

2. જે બ્રાન્ડનો સામાન લેવા ઇચ્છો છો તે સિલેક્ટ કરો અને પેમેન્ટ પર જાઓ.

3. હવે ઇઝી EMIનો વિકલ્પ પસંદ કરો. તેના માટે તમને અનેક વિકલ્પો જોવા મળશે. પરંતુ તેમાં SBI સિલેક્ટ કરો.

4. અહીં તમને આપમેળે અમાઉન્ટ દેખાશે કારણ કે તે ઓટો ફેચ્ડ છે. હવે ઇએમઆઇનો સમયગાળો દાલ કરો અને પ્રોસીડ બટન પર ક્લિક કરો.

5. તમને એસબીઆઇનું લોગીન પેજ દેખાશે. અહીં ઇન્ટરનેટ બેંકિંગ અથવા ડેબિટ કાર્ડની જાણકારી દાખલ કરો.

6. લોન બુક થઇ જશે અને તમને ટર્મ અને કંડિશન દેખાશે. તમે તેને સ્વીકાર કરી લો અને તમારી ઇએમઆઇ બુક થઇ જશે.

આ પણ વાંચો: PF એકાઉન્ટના આ અન્ય ફાયદા વિશે જાણીને તમારા મોઢા પર આવી જશે મોટી સ્માઇલ! 

કેટલી લોન મળશે?

SBI ડેબિટ કાર્ડથી શોપિંગ પર ગ્રાહકોને 8000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. લોન માટેનો સમયગાળો 6, 9, 12 અને 18 મહિના સુધીનો છે. લોન લેતા પહેલા ગ્રાહકોએ બેંકમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા 567676 પર DCEMI લખીને મેસેજ મોકલીને પાત્રતા તપાસવાની રહેશે. વધુ જાણકારી માટે તમે બેંકની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇ શકો છો.
First published: October 21, 2021, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading