રાકેશ ઝુનઝુનવાલા પોતાના પરિવાર માટે છોડી ગયા આટલી સંપત્તિ, આવો છે પરિવાર

News18 Gujarati
Updated: August 14, 2022, 1:57 PM IST
રાકેશ ઝુનઝુનવાલા પોતાના પરિવાર માટે છોડી ગયા આટલી સંપત્તિ, આવો છે પરિવાર
રાકેશ ઝુનઝુનવાલાના પરિવારમાં (rakesh jhunjhunwala family)પત્ની રેખા ઝુનઝુનવાલા, પુત્ર આર્યમાન ઝુનઝુનવાલા, આર્યવીર ઝુનઝુનવાલા અને પુત્રી નિષ્ઠા ઝુનઝુનવાલા છે

Rakesh Jhunjhunwala Passed Away - ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા પોતાની પાછળ એક મોટો વેપાર સામ્રાજ્ય છોડી ગયા છે

  • Share this:
ભારતીય શેર માર્કેટના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala passed away)નું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala)મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 5 જુલાઇને 1960ના રોજ મુંબઈમાં થયો હતો. ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા પોતાની પાછળ એક મોટો વેપાર સામ્રાજ્ય છોડી ગયા છે. તેમના પરિવારમાં (rakesh jhunjhunwala family)પત્ની રેખા ઝુનઝુનવાલા, પુત્ર આર્યમાન ઝુનઝુનવાલા, આર્યવીર ઝુનઝુનવાલા અને પુત્રી નિષ્ઠા ઝુનઝુનવાલા છે.

રાકેશ ઝુનઝુનવાલાની કુલ નેટવર્થ


રાકેશ ઝુનઝુનવાલાની કુલ નેટવર્થ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. હાલમાં જ રાકેશ ઝુનઝુનવાલાએ આકાશા એરલાઇન્સની શરૂઆત કરી હતી. આકાશા એરમાં સૌથી મોટી ભાગીદારી તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની છે. બન્ને કુલ ભાગીદારી 45.97 ટકા છે.

આ કંપનીઓમાં રાકેશ ઝુનઝુનવાલાનું મોટું રોકાણ


રાકેશ ઝુનઝુનવાલા રેયર એન્ટરપ્રાઈઝેઝ નામની કંપની ચલાવતા હતા. તેમની પોતાના આ ફર્મના માધ્યમથી ઘણી કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હતું. જેમાં ટાઇટન, ટાટા મોટર્સ, ક્રિસિલ, અરબિંદો ફાર્મા ,પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, એનસીપી, એપ્ટેક લિમિટેડસ, રૈલિસ ઇન્ડિયા જેવી કંપનીઓ સામેલ છે.

આ પણ વાંચો - રાકેશ ઝુનઝુનવાલાએ 5000 રુપિયાથી શરૂ કર્યું હતું શેરબજારમાં રોકાણ, આ રીતે બન્યા હતા બિગબુલ

પીએમ મોદીએ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું કે રાકેશ ઝુનઝુનવાલા એક અદમ્ય સાહસવાળા વ્યક્તિ હતા, જીવનથી ભરપૂર, મજાકિયા અને વ્યાવહારિક. તે પોતાની પાછળ વિત્તીય દુનિયામાં એક અમિટ યોગદાન છોડી ગયા છે. તે ભારતની પ્રગતિ પ્રત્યે પણ ભાવુક હતા. તેમનું જવું દુખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.

1985માં સ્ટોક માર્કેટમાં 5000 રૂપિયાનું રોકાણ કર્યું હતું


રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) કોલેજમાં હતા, ત્યારથી શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. તે સમયે BSE સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલું હતું. ઝુનઝુનવાલાએ 5000ની રકમથી રોકાણ શરૂ કર્યું હતું. આ રકમ સપ્ટેમ્બર 2018 સુધી વધીને 11,000 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. પોતાના પિતાના મિત્રો સાથે શેર માર્કેટને લઇને ચર્ચા કરતા સાંભળ્યા પછી રાકેશ ઝુનઝુનવાલાને તેમાં રસ પડ્યો હતો. Forbsના મત મુજબ રાકેશ ઝુનઝુનવાલાનું નેટવર્થ અત્યારે 4.5 બિલિયન ડોલર, એટલે કે 34,387 કરોડ જેટલી થાય છે.

રાકેશ ઝુનઝુનવાલાને ને પ્રથમ મોટું વળતર ટાટામાં મળ્યું હતું. વર્ષ 1986માં ઝુનઝુનવાલાએ રૂ. 5 લાખનું વળતર મેળવ્યું હતું. તેમણે ટાટા સ્ટીલના 5000 શેર ખરીદ્યા હતા. જોત જોતામાં આ શેર 143ના સ્તરે પહોંચી ગયા હતા. જેમાં તેમને 3 ગણો નફો થયો હતો.
Published by: Ashish Goyal
First published: August 14, 2022, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading