ખરીદી કર્યા વગર જ રૂ. 15 લાખની કાર ઘરે લઈ આવો, આ કંપની આપી રહી છે લાભ


Updated: March 27, 2021, 12:42 PM IST
ખરીદી કર્યા વગર જ રૂ. 15 લાખની કાર ઘરે લઈ આવો, આ કંપની આપી રહી છે લાભ
ટાટા નેક્સસ ઇવી

કારને ભાડે લેવા માટે કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અરજી કરી શકાય છે. તમે આ કારને એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષ માટે ભાડે લઇ શકો છો.

  • Share this:
વર્તમાન સમયે લોકો વીજ સંચાલિત એટલે કે ઈલેક્ટ્રીક કાર તરફ વળ્યા છે. મોદી સરકારે પણ ઈલેક્ટ્રીક કારને પ્રોત્સાહન આપવા પોલીસી ઘડી કાઢી છે. જેને લઈને કંપનીઓ પણ ઈ વાહનોના સેગમેન્ટમાં ખાસ ધ્યાન દેવા લાગી છે.

આગામી કેટલાક વર્ષો ઇલેક્ટ્રિક વાહનની બોલબાલા રહેશે તેવી ધારણા છે. આવી સ્થિતિમાં ટાટા મોટર્સ એક આશ્ચર્યજનક સ્કીમ લઈને આવી છે. જેમાં તમારે કાર ખરીદવી નહીં પડે, છતાં પણ તમે તે કારના માલિક બની જશો. આ કાર 15 લાખની રહેશે. ટાટાની સ્કીમ મુજબ ઇએમઆઈ અથવા ડાઉનપેમેન્ટ વિના નેક્સન ઇવી તમે ઘરે લઈ જઈ શકો છે.

કંપનીની સ્કીમ મુજબ તમે કારણે ખરીદ્યાં વિના ભાડે ચલાવી શકશો. આ કારની એક્સ શોરૂમ કિંમત રૂ. 13.99 લાખ છે, જ્યારે ઓન રોડ કિંમત રૂ. 10.63 લાખ રૂપિયા છે. પરંતુ આ કારના ટોપ મોડલની એક્સ શો રૂમ કિંમત 15.99 લાખ છે.

રૂ. 29,500 છે પ્રારંભિક ભાડું

આ કારને ભાડે લેવા માટે કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અરજી કરી શકાય છે. તમે આ કારને એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષ માટે ભાડે લઇ શકો છો. સબ્સ્ક્રિપ્શન માટે તમારે 5,000 રૂપિયાનું ટોકન મની ચૂકવવું પડશે, પરંતુ ક્રેડિટ પ્રોફાઈલ ક્લિયર થતાં જ ટોકન મની રિફંડેબલ સિક્યોરિટી ડીપોઝીટમાં જમા થઇ જશે. આ કારનું લઘુતમ માસિક ભાડું રૂ. 29,500 છે.

ઇલેક્ટ્રિક કાર ભાડે આપવાનું ચલણ વધ્યુંટાટા સિવાય અન્ય કંપનીઓ પણ ભાડે કાર આપી રહી છે. કાર ભાડે લેવા માટે તમારે માસિક ભાડું ચુકવવુ પડશે. લીઝિંગ કંપની અને ઓઈએમ દ્વારા કારના વીમા સહિતના અન્ય તમામ ખર્ચ ઉઠાવવામાં આવશે. સબસ્ક્રિપ્શન પૂર્ણ થયા બાદ તમે સબસ્ક્રિપ્શન વધારી શકો છો. સાથે જ તમારી પાસે અન્ય વિકલ્પો પણ હશે, જેમ કે કારણે અપગ્રેડ કરવી, બજાર ભાવે તેને ખરીદવી અથવા કંપનીને કાર પરત કરવી.
First published: March 27, 2021, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading