આ બે સ્ટોક્સના કારણે બિગ બુલને થયું રૂ. 842 કરોડનું ધોવાણ, તમારા પોર્ટફોલિયોમાં તો નથીને આ સ્ટોક્સ?


Updated: June 18, 2022, 6:21 PM IST
આ બે સ્ટોક્સના કારણે બિગ બુલને થયું રૂ. 842 કરોડનું ધોવાણ, તમારા પોર્ટફોલિયોમાં તો નથીને આ સ્ટોક્સ?
રાકેશ ઝુનઝુનવાલા

  • Share this:
વૈશ્વિક નબળાઇ વચ્ચે તીવ્ર વેચવાલી બાદ શુક્રવારના વેપારમાં સ્થાનિક બજારોમાં અસ્થિરતા જોવા મળી હતી. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ શુક્રવારે વહેલી સવારે તેમના 2 મનપસંદ શેરો ટાઇટન (Titan), સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (Star Health & Allied Insurance Company Ltd.)માં પ્રારંભિક વેપારમાં લગભગ 842 કરોડ રૂપિયાનું નુકસાન (Big Bull Rakesh Jhunjhunwala lost nearly Rs 842 crore) કર્યું હતું. ટાઇટન કંપનીના શેરનો ભાવ (Titan Stock Price) આજે નીચા મથાળે ખૂલ્યો હતો અને સવારે 9:30 વાગ્યા સુધીમાં રૂ.1997ના સ્તરે પહોંચ્યો હતો, જે એનએસઈ પર તેના ગઈકાલના રૂ. 2 060.95ના સ્તરથી ઘટીને રૂ. 63.95 પ્રતિ શેરની સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ શેરમાં 28.32 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સમાં આ જ ગાળામાં 11.26 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ટેક્નિકલ મોરચે શેરનો દૈનિક આરએસઆઇ (relative strength index) 26.756 રહ્યો હતો. આરએસઆઇ શૂન્યથી 100ની વચ્ચે ઓસિલેટેડ છે. પરંપરાગત રીતે, આરએસઆઇ (RSI) ને 70થી ઉપર હોય ત્યારે ઓવરબાઉટ ગણવામાં આવે છે અને જ્યારે 30થી નીચે હોય ત્યારે ઓવરસોલ્ડ થાય છે. દૈનિક ચાર્ટમાં આ શેર તેની 50-દિવસીય, 100-દિવસની અને 200-દિવસની સિંપલ મુવિંગ એવરેજ (SMA) ની નીચે અનુક્રમે 2262.02, 2378.18 અને 2360.81 પર ટ્રેડ કરી રહ્યો છે.

Q4FY22 માટે ટાઇટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રાકેશ ઝુનઝુનવાલા કંપનીના 3,53,10,395 શેર ધરાવે છે, જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા 95,40,575 ટાઇટન શેર ધરાવે છે. તો, ઝુનઝુનવાલા દંપતી પાસે મળીને ટાઇટનના 4,48,50,970 શેર છે. આજે શેરબજાર ખૂલ્યાની ૧૫ મિનિટમાં ટાઇટનના શેરનો ભાવ 63.95 ગગડી જતાં આ ટાટા સ્ટોકમાં ઘટાડાને કારણે રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં નેટ સ્લૅપ આશરે રૂ. 287 કરોડ (રૂ.63.95 x 4,48,50,970)ની આસપાસ થઈ છે. સ્ટાર હેલ્થ શેરનો ભાવ આજે નીચા ખુલ્યો હતો અને સવારે 9.30 વાગ્યા સુધીમાં રૂ. 609.05ની સપાટીએ પહોંચ્યો હતો. ગુરુવારે શેર રૂ. 664.15ના સ્તરે બંધ રહ્યો હતો. ત્યારે આજે શેરબજાર ખૂલ્યાની 15 મિનિટની અંદર જ રૂ. 55.10નો ઘટાડો નોંધાયો હતો. 2022માં સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સના શેરમાં અત્યાર સુધીમાં 17 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

એ જ રીતે, રાકેશ ઝુનઝુનવાલા પાસે સ્ટાર હેલ્થના 10,07,53,935 શેર છે, જે આજે શેરબજારની શરૂઆત પછી 15 મિનિટમાં શેર દીઠ રૂ. 55.10 ઘટી ગયા હતા. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો સ્ટોકમાં ઘટાડાને કારણે રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં ચોખ્ખો ઘટાડો આશરે 555 કરોડ રૂપિયા (55.10 x 10,07,53,935) છે.

આ પણ વાંચોStock Market: શેરબજાર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું, જાણો પાંચ મહત્ત્વના કારણો

આઈસીઆઈસીઆઈ ડાયરેકટ રિસર્ચના એનાલિસ્ટો પણ કાઉન્ટર પર બુલિશ છે અને કાઉન્ટરમાં સંભવિત 20 ટકાની અપસાઈડ તરફ ઈશારો કરતા શેર પર રૂ. 825ના ટાર્ગેટ ભાવ સાથે ખરીદીનું રેટિંગ જાળવી રાખ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, સ્ટાર હેલ્થ રિટેલ હેલ્થ સેગમેન્ટમાં ટકાઉ લાંબા ગાળાની વૃદ્ધિની તકો સાથે તેનું નેતૃત્વ જાળવી રાખશે તેવી અપેક્ષા છે.
First published: June 18, 2022, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading