દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રીક બાઇક! 20 પૈસા પ્રતિ કિ.મી.નો આવશે ખર્ચ, સિંગલ ચાર્જમાં 60KM ચાલશે

News18 Gujarati
Updated: March 30, 2021, 7:49 AM IST
દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રીક બાઇક! 20 પૈસા પ્રતિ કિ.મી.નો આવશે ખર્ચ, સિંગલ ચાર્જમાં 60KM ચાલશે
Detel Easy ઇલેક્ટ્રિક બાઇકની ટૉપ સ્પીડ માત્ર 25 કિલોમીટર પ્રતિ કલાક છે તેથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી

Detel Easy ઇલેક્ટ્રિક બાઇકની ટૉપ સ્પીડ માત્ર 25 કિલોમીટર પ્રતિ કલાક છે તેથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી

  • Share this:
મુંબઈ. કોરોના મહામારી (Covid-19 Pandemic)ની વચ્ચે ભારતીય બજાર (India Market)માં ઇલેક્ટ્રીક વાહનો (Electric Vehicles)ની ડિમાન્ડમાં તેજી જોવા મળી રહી છે. મોટાભાગની વાહન નિર્માતા કંપનીઓ આ સેગમેન્ટમાં પોતાના વાહનો રજૂ કરવામાં લાગી ગયા છે. સસ્તા ફોન અને સસ્તા LED ટેલિવિઝન બાદ હવે Detel Indiaએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ભારતીય બજારમાં લૉન્ચ કરી દીધું છે. ખૂબ જ આકર્ષક લૂક અને દમદાર ઇલેક્ટ્રીક મોટરવાળી આ બાઇકની પ્રારંભિક કિંમત માત્ર 19,999 રૂપિયા (+GST) છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરથી સફર પર માત્ર 20 પૈસા પ્રતિ કિલોમીટરનો ખર્ચ આવશે.

સરળ માસિક હપ્તામાં ખરીદવાની સુવિધા - ગ્રાહક આ ઇલેક્ટ્રિક બાઇકને કંપનીની ઓફિશિયલ વેબસાઇટની સાથે જ b2badda.comથી ઓનલાઇન ખરીદી શકે છે. આ ઉપરાંત કંપનીએ ગ્રાહકોની ખરીદીને વધુ સરળ બનાવવા માટે Bajaj Finserv સાથે ભાગીદારી કરી છે, જેથી ગ્રાહક સરળ માસિક હપ્તાઓ પર પણ ઇલેક્ટ્રિક મોપેડનું ફાઇનાન્સ કરાવી શકે.

આ પણ જુઓ, VIDEO: રાજસ્થાનના યુવકે ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર બનાવ્યું, ખેડૂતોને થશે અનેક ફાયદા

સૌથી સસ્તા ઇલેક્ટ્રીક બાઇકમાં આ છે ખાસિયતો - નવું Detel Easy ઇલેક્ટ્રિક બાઇક કુલ ત્રણ રંગની સાથે બજારમાં ઉપલબ્ધ છે, જેમાં જેટ બ્લેક, પર્લ વ્હાઇટ અને મેટાલિક રેડ કલર સામેલ છે. તેમાં સામાન લોડ કરવા માટે સામે એક બાસ્કેટ આપવામાં આવ્યું છે. તેની સાથે જ પાછળ બેસવા માટે સીટ પર સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં આપવામાં આવેલી ડ્રાઇવિંગ સીટની હાઇટને એડજેસ્ટ પણ કરી શકાય છે.

આ પણ વાંચો, ઈરફાન પઠાણ પણ કોરોના પોઝિટિવ, રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝના 4 ખેલાડી અત્યાર સુધી થઈ ચૂક્યા છે સંક્રમિત
સિંગલ ચાર્જમાં 60 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ - Detel Easyમાં કંપનીએ 250Wની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર આપે છે. તેમાં 48Vની ક્ષમતાની 12AH LiFePO4 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક બાઇક સિંગલ ચાર્જમાં 60 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ મોપેડની બેટરીને ફુલ ચાર્જ કરવામાં 7થી 8 કલાકનો સમય લાગે છે. બાઇકની ટૉપ સ્પીડ માત્ર 25 કિલોમીટર પ્રતિ કલાક છે તેથી તેને ડ્રાઇવ કરવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી.
Published by: Mrunal Bhojak
First published: March 30, 2021, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading