યુટ્યુબ સ્ટાર Bhuvan Bam મહિને કરે છે આટલી કમાણી, કોઈ કંપનીના CEO કરતા પણ વધુ છે આવક


Updated: October 11, 2021, 2:39 PM IST
યુટ્યુબ સ્ટાર Bhuvan Bam મહિને કરે છે આટલી કમાણી, કોઈ કંપનીના CEO કરતા પણ વધુ છે આવક
ભુવન બામ, યૂટ્યૂબર

ભુવન બામ ભારતનાં પહેલા યુટ્યુબર છે, જેણે યુટ્યુબ પર 10 મિલિયનથી વધુ સબસક્રાઈબર મેળવ્યા છે.

  • Share this:
તમે સાંભળ્યું જ હશે કે કલાકાર પોતાની ઓળખ બનાવવા માટે કોઈનો મોહતાજ નથી હોતો અને હવેના ઈન્ટરનેટ યુગમાં તો સહેજ પણ નહીં. છેલ્લા થોડા સમયમાં જ આપણે એવા ઘણા કલાકાર અને ટેલેન્ટેડ વ્યક્તિઓ જોયા છે, જેમની કલા અને આવડતને ઈન્ટરનેટનાં માઘ્યમથી જ ઓળખ મળી છે અને તે લોકોના દિલમાં વસી ગયા છે. આજના આ આર્ટિકલમાં આપણે એવા જ કાલાકાર અને યુટ્યુબ સ્ટાર વિશે વાત કરવાનાં છીએ, જેણે પોતાના ટેલેન્ટથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે અને સફળતાની નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. આજે આપણે વાત કરવાના છીએ ભુવન બામ (Buvan Bam) વિશે જે એક ફેમસ યુ-ટ્યુબર (You Tuber) છે, પોતાની ચેનલ બીબી કી વાઈન્સ (BB Ki Vines)ના માધ્યમથી તેમણે દરેક વર્ગના લોકોના દિલમાં જગ્યા બનાવી છે.

ભુવન બામ ભારતનાં પહેલા યુટ્યુબર છે, જેણે યુટ્યુબ પર 10 મિલિયનથી વધુ સબસક્રાઈબર મેળવ્યા છે. ભુવનના ફેન્સ તેના વિડીયો અને કંટેંટને ખુબ પસંદ કરે છે. ભુવન કેટલીક શોર્ટ ફિલ્મો અને મ્યુઝિક આલ્બમમાં પણ નજરે પડ્યો છે. ભારતમાં પહેલી વખત કોઈ યુ ટ્યુબરે આટલા સબસક્રાઈબર મેળવ્યા છે. 1 કરોડ સબસક્રાઈબર પૂરા થવા પર ભુવનને યુટ્યુબ તરફથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સવા કરોડથી પણ વધુ સબસક્રાઈબર ધરાવતી ચેનલ બીબી કી વાઈન્સને સોશિયલ બ્લેડે ગ્રેડ આપ્યો છે, જે મુજબ વિશ્વમાં તેમની ચેનલ 218મા ક્રમે છે.

ભુવન બામે ખુબ ઓછા સમયમાં પોતાના યુટ્યુબ ચેનલના વિડીયોઝના માધ્યમથી લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી છે. પોતાની યુ ટ્યુબ ચેનલ બીબી કી વાઈન્સથી જાણીતા બનેલા ભુવન માત્ર યુ ટ્યુબના જ નહીં, કમાણીના પણ બાદશાહ બની ચુક્યા છે. ભુવન બામ કોઈ મોટી કંપનીના સીઈઓ કરતા પણ વધુ કમાણી કરે છે. એક રિપોર્ટ અનુસાર, ભુવન બામની માસિક આવક લગભગ રુ. 95 લાખની છે. સ્પોન્સરશીપ અને યુટ્યુબ ચેનલ ઉપરાંત ભુવન કેટલીક જાણીતી બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસડર પણ છે. હાલ ભુવન ઓનલાઈન શોપિંગ સાઈટ મિન્ત્રાના ડિઝિટલ બ્રાન્ડ એમ્બેસડર છે. જેમાં તેને આ કામ માટે મિન્ત્રા દ્વારા રુ. 5 કરોડની ચૂકવણી કરવામાં આવે છે. આ જ રીતે મીવી પોતાના બ્રાન્ડ એમ્બેસડર તરીકે ભુવનને રુ. 4 કરોડની ચુકવણી કરે છે. હાલમાં ભુવન બામ આર્કટિક ફોક્સ, બીયર્ડો, લેન્સકાર્ટ, મીવી, ટીસોટ અને ટેસ્ટી ટ્રીટ જેવી 6 બ્રાન્ડની એડ કરી રહ્યા છે. ભુવન બામની નેટ વર્થની વાત કરવામાં આવે તો તે લગભગ 22 કરોડની આસપાસ છે.કોમેડિયન અને યુ ટ્યુબર ભુવને પોતાની સ્કૂલિંગ દિલ્હીની ગ્રીન ફિલ્ડ્સ સ્કુલથી અને ગ્રેજ્યુએશન દિલ્લીની શહીદ ભગત સિંહ કોલેજથી પૂરું કર્યું છે. ભુવન વર્ષ 2014માં ચકના ઈશ્યુ નામનો વિડીયો વાયરલ થયા બાદ જાણીતા બન્યો હતો. ભુવન વાયરલ ફીવર નામની એક વેબ સિરીઝમાં પણ કામ કરી ચુક્યા છે.

થોડા સમય પહેલા જ ભુવન બામે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે ખૂબ જ ભાવનાત્મક રીતે કહ્યું હતું કે તેના માતાપિતાનું કોરોનાવાયરસથી અવસાન થયું છે. જેના કારણે તે ખૂબ જ દુ:ખી છે
Published by: Kaushal Pancholi
First published: October 11, 2021, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading