BSF recruitment 2022 : BSF માં કુલ 323 ખાલી પદો પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

News18 Gujarati
Updated: August 8, 2022, 6:40 PM IST
BSF recruitment 2022 : BSF માં કુલ 323 ખાલી પદો પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
BSFમાં ભરતી

BSF job 2022 : બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં(BSF job 2022) હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇ સ્ટેનોના પદો પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અરજી માટેની અંતિમ તારીખ 6 સપ્ટેમ્બર છે. વધુ વિગતો સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in પરથી જાણી શકાશે.

  • Share this:
BSF Recruitment 2022 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) 323 હેડ કોન્સ્ટેબલ(HC મિનિસ્ટ્રીયલ) અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર(ASI સ્ટેનોગ્રાફર)ની પોસ્ટ માટે ભરતી કરી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 06, 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in મારફત અરજી કરી શકે છે.

ભરતી સંબંધિત જરૂરી માહિતી(BSF Recruitment 2022) :


જરૂરી તારીખ :



અરજી માટેની શરૂઆતની તારીખ : 8 ઓગસ્ટ 2022
અરજી માટેની અંતિમ તારીખ : 6 સપ્ટેમ્બર 2022
અરજી ફી : રૂ.100

અરજી માટેના પદો :


- પોસ્ટ: હેડ કોન્સ્ટેબલ (HC)
ખાલી જગ્યાની સંખ્યા: 312
પગાર ધોરણ: સ્તર-4 (રૂ.25500 – 81100)

- પોસ્ટ: આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI સ્ટેનોગ્રાફર)
ખાલી જગ્યાઓની સંખ્યા: 11
પગાર ધોરણ: સ્તર-5 (29200 – 92300)

આ પણ વાંચોઃ-AIIMS Rajkot Recruitment: એઇમ્સ રાજકોટમાં કુલ 82 પદો પર ભરતી, જાણો પગાર, લાયકાત સહીતની તમામ વિગતો


લાયકાત :


HC (ન્યૂન.): ઉમેદવારે ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાં 10+2 ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપી હોવી જોઈએ.

ASI (સ્ટેનો): ઉમેદવારે શોર્ટહેન્ડ/ટાઈપિંગ કૌશલ્ય કસોટી સાથે ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાં 10+2 ઈન્ટરમીડિયેટ પરીક્ષા આપી હોવી જોઈએ.



અરજી કરવાની રીત : રસ ધરાવતા ઉમેદવારો વેબસાઇટ rectt.bsf.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

BSF ભરતી 2022 પસંદગી પ્રક્રિયા: પસંદગી લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી, પ્રમાણપત્રો/દસ્તાવેજોની ચકાસણી, શારીરિક ધોરણનું માપન (PST) અને વિગતવાર તબીબી પરીક્ષા (DME) પર આધારિત હશે.

આ પણ વાંચોઃ-IB Recruitment 2022: ઈન્ટેલિજેન્સ બ્યૂરોમાં 766 પોસ્ટ પર ભરતી, રૂ.1.42 લાખ સુધીનો પગાર


ખાસ નોંધ : અરજી કરતા પહેલા જરૂરી માહિતી વાંચવા માટે ઓફિશ્યિલ નોટિફિકેશન પરથી મેળવી શકાશે. જેના માટેની સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in.
Published by: ankit patel
First published: August 8, 2022, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading