Career Tips: બિઝનેસ ફિલ્ડમાં કરિયર બનાવવા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટનો PG કોર્સ કરી મેળવો લાખોની સેલેરી
News18 Gujarati Updated: October 1, 2022, 1:55 PM IST
પ્રતીકાત્મક તસવીર
Career Tips: ભારત 61,400 સ્ટાર્ટ-અપ્સનું ઘર છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને બિઝનેસ આંત્રપ્રિન્યોરશિપ વિશેની થિયરી અને પ્રેક્ટિકલ બાબતો શીખવવામાં આવે છે.
Career in Entrepreneurship Development: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, આ એક બિઝનેસ સ્ટડી કોર્સ છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને બિઝનેસ આંત્રપ્રિન્યોરશિપ વિશેની થિયરી અને પ્રેક્ટિકલ બાબતો શીખવવામાં આવે છે. તેમજ એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ અને માર્કેટિંગમાં લીડરની શું ભૂમિકા છે આ અંગે વિદ્યાર્થીઓને ઊંડી સમજ આપવામાં આવે છે. આ ડિગ્રી કોર્સ દેશના અર્થતંત્ર અને રોજગાર દરને સુધારવામાં મદદ કરે છે. આજે, ભારત 61,400 સ્ટાર્ટ-અપ્સનું ઘર છે, અને લગભગ 14,000 જેટલા સ્ટાર્ટ-અપ્સ માન્યતા ધરાવે છે.
આ કોર્સ વિદ્યાર્થીઓમાં સેલ્ફ અવેરનેશ વિકસાવવામાં પણ મદદ કરશે. જે તેમને સારા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવે છે. આ કોર્ષનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પોતાનો બિઝનેસ શરૂ કરવા અને તેને વિકસાવવા માટે તેમને યોગ્ય બનાવવાનો છે. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે, કારણ કે તે બિઝનેસ જગતમાં સૌથી ઝડપથી વિકસતા ફિલ્ડમાંનું એક બની ગયું છે.
કોર્સ માટે એન્ટ્રન્સ ટેસ્ટ
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CAT)
ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ (XAT)
મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (MAT)કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (CMAT)
આ પણ વાંચો: Career In Nano Technology: શું છે નેનો ટેક્નોલોજી? જાણો કઈ રીતે આ ફિલ્ડમાં બનાવશો કરિયર
કોર્સનો સમયગાળો
આ 1 વર્ષનો ફૂલ ટાઈમ કોર્સ છે. આ કોર્સ એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ બિઝનેસ ફિલ્ડમાં જવાની ઈચ્છા રાખે છે. આ કોર્સ બે સેમેસ્ટર સુધી ભણવામાં આવે છે.
આ કોલેજોમાંથી કોર્સ કરી શકાય છે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આંત્રપ્રિન્યોરશિપ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ
આ પોસ્ટ્સ પર નોકરીઓ મળી શકે છે
ચીફ એચ.આર
કન્સલ્ટન્ટ
ડિલિવરી મેનેજર
ફાઇનાન્સ કન્ટ્રોલર
માર્કેટિંગ એક્ઝિક્યુટિવ
સિનિયર નેટવર્ક એડમિનિસ્ટ્રેટર
આસિસ્ટન્ટ મેનેજર
આ પણ વાંચો: એજ્યુકેશન લોન પર પણ મળે છે સબસિડી, ક્યાં અને કેવી રીતે મળશે લાભ? અહીં જાણો
પગાર કેટલો હોઈ શકે
માર્કેટિંગ મેનેજર- પગાર 8 લાખ
બિઝનેસ કોઓર્ડિનેટર- પગાર 10 લાખ
ફાઇનાન્સ એનાલિસ્ટ- પગાર 5 લાખ
બિઝનેસ જર્નાલિસ્ટ- પગાર 4 લાખ
ઓફિસ મેનેજર- પગાર 3 લાખ
સેલ્સ મેનેજર- પગાર 6 લાખ
Published by:
Krunal Rathod
First published:
October 1, 2022, 1:55 PM IST