Career wise: શું તમને ડિટેક્ટિવ ગેમ્સ રમવાનું ગમે છે? તો સોફ્ટવેર ટેસ્ટિંગમાં બનાવી શકો છો કારકિર્દી


Updated: August 4, 2022, 11:16 PM IST
Career wise: શું તમને ડિટેક્ટિવ ગેમ્સ રમવાનું ગમે છે? તો સોફ્ટવેર ટેસ્ટિંગમાં બનાવી શકો છો કારકિર્દી
પ્રતિકાત્મક તસવીર

software career: યોગ્ય વ્યાવસાયિક દિશા પસંદ કરવામાં તમારી મદદ કરવા માટે અમે દર અઠવાડિયે નવા વ્યાવસાયિક માર્ગો શોધીએ છીએ. આ રોડમેપ તમને જે તે ક્ષેત્રમાં નોકરી કરવામાં મદદ કરી શકે.

  • Share this:
બોર્ડની પરીક્ષાના (Board exam) પરિણામો જાહેર થતાં જ વિદ્યાર્થીઓ શાળામાંથી નીકળી કોલેજોમાં જવા માટે તૈયાર છે. આ ટ્રાન્ઝીશનનું પ્રથમ પગલું કારકિર્દીની (career) પસંદગી કરવાનું છે. ત્યારે યોગ્ય વ્યાવસાયિક દિશા પસંદ કરવામાં તમારી મદદ કરવા માટે અમે દર અઠવાડિયે નવા વ્યાવસાયિક માર્ગો શોધીએ છીએ. આ રોડમેપ તમને જે તે ક્ષેત્રમાં નોકરી કરવામાં મદદ કરી શકે. જો તમારી પાસે અન્ય કોઈ પ્રશ્નો હોય અથવા કોઈ કોર્સ અથવા કારકિર્દી વિશે જાણવા માંગતા હોવ તો અમને Twitter પર @News18dotcom પર લખી શકો છો.

આ સપ્તાહની આવૃત્તિમાં સોફ્ટવેર ટેસ્ટિંગ ( software testing)માં કારકિર્દી અંગે જાણકારી અપાઈ છે. આવ નામના કારણે કોડર્સ અને ડેવલપરની તુલનામાં સોફ્ટવેર ટેસ્ટિંગમાં કારકિર્દી થોડી ઓછી આકર્ષક અથવા ઉત્તેજક લાગી શકે. પણ આવું જરાય નથી. ડેવલપર સારો સૉફ્ટવેર બનાવી શકે, પરંતુ તેમાં પણ ખામીઓ હોઈ શકે છે. જેથી આ જગ્યાએ સૉફ્ટવેર ટેસ્ટરની સૌથી વધુ જરુરી લાગે છે.

તમને ચેલેન્જ લેવી ગમતી હોય કે કોઈ કોયડાનો ઉકેલ શોધવાનો, રહસ્યો ઉઘાડવામાં રસ હોય, સ્વભાવે તમે જિજ્ઞાસુ હોય અને ખૂટતી લિંક્સ અને વિસંગતતાઓને શોધવાની આવડત હોય તો સોફ્ટવેર ટેસ્ટિંગ તમારા માટે યોગ્ય કારકિર્દી છે. આ કારકિર્દીમાં નિષ્પક્ષ એનાલાઈઝર, અસરકારક વક્તા, વિશ્લેષણ અને નિર્ણયની મજબૂત શક્તિઓ તથા તકનીકી કુશળતા જરૂરી છે.

સૉફ્ટવેર ટેસ્ટિંગની પ્રક્રિયામાં ક્વોલિટી એશ્યોરન્સ (QA) ટીમ યોગ્ય પરિમાણો સાથે સોફ્ટવેર એપ્લિકેશન્સમાં ગુણવત્તા બનાવવા અને સોફ્ટવેરમાં ખામીઓ ઓળખવા માટે સોફ્ટવેર ડેવલોપર્સ સાથે સહયોગથી કામ કરે છે. QA ટીમ સોફ્ટવેર વ્યવસાયની જરૂરિયાતો અનુસાર યોગ્ય રીતે કાર્ય કરે છે કે કેમ તે જોવાનું કામ કરે છે. QA ટીમ દ્વારા કોઈપણ સૉફ્ટવેરને સાઇન ઑફ કર્યા પછી જ તેને બજારમાં રજૂ કરવામાં આવે છે. સૉફ્ટવેર પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ સ્કેલેબલ, વિશ્વસનીય અને ઉચ્ચ-ગુણવત્તાવાળા સૉફ્ટવેરને સુનિશ્ચિત કરવાનો છે. જે વ્યવસાયની જરૂરિયાતો અને ગ્રાહકની અપેક્ષાઓને પૂર્ણ કરે છે.

સોફ્ટવેર ડેવલપર્સ અને ટેસ્ટર્સ IT ઉદ્યોગમાં તમામ ઉદ્યોગો માટે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટથી સક્ષમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ડેવલપર્સ સોફ્ટવેર કોડ ડેવલપમેન્ટ પર કામ કરતા હોવાથી, સોફ્ટવેર ટેસ્ટર જો કોઈ ખામી હોય તો તે માટે સોફ્ટવેરનું પરીક્ષણ કરે છે. ટેસ્ટર દ્વારા પ્રોડક્ટની ગુણવત્તાને પ્રમાણિત કર્યા પછી જ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે છે. આથી ડેવલપર્સ અને ટેસ્ટર્સ સોફ્ટવેર બનાવવામાં સમાન રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ટેસ્ટિંગને ઝડપી બનાવવા અને પરિણામોને સુધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, RPA (રોબોટિક પ્રક્રિયા ઓટોમેશન) વગેરે સહિત નવીનતમ ટેકનોલજીની સહાયથી સોફ્ટવેર ટેસ્ટિંગ વધુને વધુ ઓટોમેટિક બની રહ્યું છે. આધુનિક ટેસ્ટિંગ પ્રક્રિયામાં ટેસ્ટીંગને ઓટોમેટેડ કરવા માટે પ્રોગ્રામિંગ સ્કીલની જરૂર રહે છે, તેમાં ટેક્નોલોજી અને પ્રોફેશનલ કુશળતાના સંતુલનને જાળવી રાખવા માટે વધુ વ્યવસાય-કેન્દ્રિત રીતે બનાવવાની જરૂર રહે છે.
કોવિડ પછી ઝડપથી વિકાસ

કોવિડ મહામારી પછી સોફ્ટવેર ટેસ્ટિંગ ઉદ્યોગ અસાધારણ ગતિએ વધી રહ્યો છે. કોવિડ પછીની દુનિયામાં નવા અને ઝડપી ડિજિટલ સોલ્યુશન્સની જરૂરિયાતે સોફ્ટવેર ટેસ્ટિંગની માંગને વેગ આપ્યો છે. નવી વર્ક-ફ્રોમ-હોમ કલ્ચરે ઉચ્ચ-ગુણવત્તાવાળા અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગમાં પણ વધારો કર્યો છે, જેણે IT ઉદ્યોગમાં સોફ્ટવેર ટેસ્ટિંગ વ્યાવસાયિકોની જરૂરિયાતને વધુ વેગ આપ્યો છે.

આ પણ વાંચોઃ-GISFS Recruitment 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં બંપર ભરતી નીકળી, કોણ કરી શકશે અરજી?

Technavio અનુસાર, વૈશ્વિક સોફ્ટવેર ટેસ્ટિંગ સેવાઓનો માર્કેટ શેર 2020 થી 2025 સુધીમાં USD 34.49 બિલિયન વધવાની ધારણા છે અને બજારની વૃદ્ધિની ગતિ 12 ટકાના CAGR પર વધશે. ફેબ્રુઆરી 2022 સુધીમાં ભારતમાં $295.99 બિલિયનના એકંદર મૂલ્યાંકન સાથે 88 યુનિકોર્ન તૈયાર થશે. 2025 સુધીમાં ભારતમાં 60,000-62,000 સ્ટાર્ટ-અપ્સ તૈયાર થવાની ધારણા છે, જેમાં 150 કરતાં વધુ યુનિકોર્નનો સમાવેશ થાય છે.

સોલીડ યુઝર બેઝ સાથે ઉચ્ચ-ગુણવત્તાવાળા સોફ્ટવેર સ્ટાર્ટ-અપ્સમાં યોગ્ય રોકાણ માટે આકર્ષવા અથવા સંભવિત ખરીદદારોને સમજાવવા માટે જરૂરી છે. લગભગ 87 ટકા યુનિકોર્ન એવા સોફ્ટવેર ઉત્પાદનો પ્રદાન કરે છે જેની ગુણવત્તાની ખાતરીની જરૂર હોય છે. યુનિકોર્ન્સે સ્વતંત્ર સૉફ્ટવેર ટેસ્ટિંગ કંપનીઓમાં રિક્રુટમેન્ટ કરવાનું શરૂ કર્યું છે અને યુઝર એક્સપિરિયન્સને પ્રાથમિકતા આપવા અને મૂલ્યાંકન વધારવાની વધુ મજબૂત તક ઊભી કરવા માટે આંતરિક ટીમના એક મહત્વના ભાગની જેમ તેમની સાથે વ્યવહાર કરવાનું શરૂ કર્યું છે.
કઇ રીતે બની શકો છો સોફ્ટવેર ટેસ્ટર?

તમારે સોફ્ટવેર ટેસ્ટિંગ પ્રોફેશનલ્સ બનવા માટે જરૂરી ડિગ્રી BTech, BE, MCA, BCA અથવા BSc-કમ્પ્યુટર સુધી મર્યાદિત નથી. તમારી પાસે બેઝિક ટેક્નિકલ નોલેજ, સારી એનાલિટીકલ કુશળતા, નવા QA-સંબંધિત કોન્સેપ્ટ શીખવાનો ઉત્સાહ, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને અદ્યતન ટેક્નોલોજીનું જ્ઞાન હોય તો તમે સોફ્ટવેર ટેસ્ટર બની શકો છો.

આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો માટે ભરતી, પગાર મળશે તગડો

ઉપરાંત તમે સોફ્ટવેર ટેસ્ટર બનવા માટે સર્ટિફિકેટવાળા અભ્યાસક્રમો પસંદ કરી શકો છો અને ISTQB અને CSTE જેવા સૉફ્ટવેર ટેસ્ટિંગ સર્ટિફિકેટ મેળવી શકો છો. જે તમને સૉફ્ટવેર ડેવલપમેન્ટ / ટેસ્ટ લાઇફ સાયકલ અને અન્ય ટેસ્ટિંગ પદ્ધતિઓનું નોલેજ મેળવવામાંઅને ટેસ્ટર બનવામાં મદદ કરી શકે છે.

સેલેરી પેકેજ વિવિધ પરિબળો પર આધારિત છે, જેમાં અનુભવ, ટેક્નિકલ નોલેજ, કાર્યસ્થળ વગેરેનો સમાવેશ થાય છે. જો કે, ભારતમાં ફ્રેશર સોફ્ટવેર ટેસ્ટરનું સરેરાશ શરૂઆતી પગાર પેકેજ આશરે 3.6-5 LPA છે. QAના વર્ષોના અનુભવના આધારે જરૂરી ટેલેન્ટ ધરાવતી વ્યક્તિની સાથે પગાર પેકેજ પણ બદલાય છે.

સોફ્ટવેર ટેસ્ટિંગમાં આગળ વધવા માટે તમારી પાસે મોટો અવકાશ છે, કારણ કે એન્ટ્રી-લેવલની ભૂમિકાથી શરૂ થતી વ્યક્તિ સખત મહેનત અને વ્યાવસાયિક આવડત સાથે કોર્પોરેટની સીડી ચઢી શકે છે. સામાન્ય રીતે એન્ટ્રી લેવલ ક્યુએ જુનિયર ક્યુએ, સિનિયર ક્યુએ, ટીમ લીડ, મેનેજર ક્યુએ, સિનિયર મેનેજર ક્યુએ, ટેસ્ટ આર્કિટેક્ટ અને ઘણા બધા રોલ તરીકે આગળ વધી શકે છે. થોડા વર્ષોમાં ઝડપથી મેનેજરલ રોલ સુધી પહોંચી શકે છે, તેઓ સારી નવીનતમ ટેસ્ટિંગ જાણકારી મેળવી શકે છે, જોકે, ડોમેન્સમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકવા જોઇએ.
Published by: ankit patel
First published: August 4, 2022, 11:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading