Education Tips: ધોરણ 12 આર્ટસ હોય તો કયા કયા કોર્સ કરી શકાય?

News18 Gujarati
Updated: June 19, 2021, 11:54 PM IST
Education Tips: ધોરણ 12 આર્ટસ હોય તો કયા કયા કોર્સ કરી શકાય?
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Education tips: બી.એ. કરવાની ઈચ્છા હોય તો અંગ્રેજી વિષય પસંદ કરીને કરી શકાય. આર્ટ્સ હોવા છતાં પણ કેટલાક એવા કોર્સ છે જેમાં 12માં ધોરણમાં સાયન્સની જરૂર નથી.

 • Share this:
અમદાવાદઃ અત્યારે કોરોના કારળમાં સીબીએસઈ (CBSE) અને ગુજરાત બોર્ડ (Gujarat board) દ્વારા લેવાતી ધો.12ની પરીક્ષા રદ (Std. 12 exam canceled) કરવામાં આવી છે. જોકે, બંને બોર્ડ દ્વારા પોત-પોતાના ધો.12ના પરિણામ માટેની ફોર્મૂલા (std 12 result formula) પણ જાહેર કરી દીધી છે. અને આગામી દિવસોમાં 12માં ધોરણનું પરિણામ પણ જાહેર થશે. પરંતુ ધોરણ 12ના પરિણામ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મૂંઝવતો પ્રશ્ન પણ હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ઉજવળ ભવિષ્ય માટે કયો કોર્સ કરે કે શેમાં એડમિશન લે એ અંગે મૂંઝવણમાં હોય છે. પરંતુ અહીં તમને જણાવીશું કે 12માં ધોરણમાં આર્ટ્સ વિષય સાથે પાસ કર્યું હોય તો ક્યાં ક્યાં કોર્સમાં (course) ફોર્મ ભરી શકાય.

સામાન્ય રીતે 12 આર્ટ્સ પાસ કર્યા બાદ કોલેજ એટલે કે બેચલર ડીગ્રીમાં વિવિધ વિષયો સાથે અભ્યાસ કરી શકાય. જો બી.એ. કરવાની ઈચ્છા હોય તો અંગ્રેજી વિષય પસંદ કરીને કરી શકાય. આર્ટ્સ હોવા છતાં પણ કેટલાક એવા કોર્સ છે જેમાં 12માં ધોરણમાં સાયન્સની જરૂર નથી.

ધોરણ-12 સાયન્‍સ કર્યા વગર પણ થતાં પ્રોફેશનલ કોર્સ


 • ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો સર્ટિફિકેટ ઇન કમ્‍પ્‍યુટર C(સી.આઇ.સી.) કોર્સ , ત્‍યાર પછી BCA કરી શકો અને MCA પણ થઇ શકો

 • હોટલ મેનેજમેન્‍ટનો બેચલર ડિગી કોર્સ ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. બધે એડમિશન મળશે.
 • પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી.નું ફોર્મ ભરવાનું.

 • ચિત્ર આવડતું હોય તો આર્ટ ટીચર ડિપ્‍લોમાંનું ફોર્મ ભરવું.

 • બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસમાં ડાન્‍સ, ડ્રામા અને મ્‍યુઝિકના કોર્સ છે

 • ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ અથવા કંપની સેક્રેટરીના ફાઉન્‍ડેશન કોર્સ પણ કરી શકો. કોસ્‍ટ એકાઉન્‍ટન્‍ટનો કોર્સ

 • BSW/BPE

 • BABED ઇન્‍ટીગ્રેટેડ

 • BALLB ઈન્‍ટીગ્રેટેડ

 • Bachelor of Journalism & Mass Communication (BJMC)

 • BHM in Hospitality & Travel

 • Bachelor of Journalism (BJ)

 • Bachelor of Mass Media (BMM)

 • BA in Animation

 • BA in Animation

 • Diploma in Education (DEd)


આ પણ વાંચોઃ-Job vacancy: માત્ર એક રજીસ્ટ્રેશન અને સમગ્ર દેશભરમાં કોઈપણ જગ્યાએ મેળવો રોજગારી

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

CBSE બોર્ડ કેવી રીતે તૈયાર કરશે ધો.12નું પરિણામ?

તાજેતરમાં સીબીએસઈએ ધો.12ની પરીક્ષાના રિઝલ્ટની ફોર્મૂલા બહાર પાડી હતી. જેમાં સીબીએસઇએ કહ્યું છે કે ધોરણ-10ના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કને લેવામાં આવશે. આવી જ રીતે ધોરણ-11ના 5 વિષયના સરેરાશ માર્ક લેવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-12ના પ્રી-બોર્ડ પરીક્ષા અને પ્રેક્ટિકલના માર્કને લેવામાં આવશે. ધોરણ-10ના માર્કના 30 ટકા, ધોરણ-11ના માર્કના 30 ટકા અને ધોરણ-12ના માર્કના 40 ટકાના આધાર પર પરિણામ આવશે. CBSEએ ધોરણ-12ની પરીક્ષા માટે મૂલ્યાંકન માપદંડ પ્રસ્તુત કરતાં કોર્ટને જણાવ્યું કે, 40 ટકા માર્ક ધોરણ-12ની પ્રી-બોર્ડ પરીક્ષાને આધારિત હશે. જ્યારે ધોરણ-10 અને ધોરણ-11ની પરીક્ષાના પણ 30-30 ટકા માર્ક તેમાં જોડાશે. બોર્ડે ધોરણ-12ના પરિણામમાં અગાઉની પરીક્ષાઓના પ્રદર્શનને પણ મહત્ત્વ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

ગુજરાત બોર્ડની ધોરણ 12ના પરિણામની ફોર્મૂલા

સીબીએસઈ બોર્ડની ધોરણ 12ના પરિણામની ફોર્મૂલા બહાર પાડ્યા બાદ ગુજરાત બોર્ડે પણ 11 શિક્ષણવિદોની સમિતિની ભલામણોના આધારે 12માં ધોરણના પરિણામની ફોર્મૂલા જાહેર કરી હતી. જે આ પ્રમાણે છે.

1- ધો.10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધો.12ના જૂથ મુજબના વિષયના ગુણાંકન (71 ટકા) જેનું 50 ટકા ગુણભાવ
2- ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલા ધોરણ-11ની પ્રથમ સામાયિક કસોટીના અને દ્વિતિય સામાયિક કસોટીમાંથી મળેલા કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ગુણાંકન જેનુ 25 ટકા ગુણભાવ
3- શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલા ધોરણ-12ની પ્રથમ સામાયિક કસોટી અને વર્ષ દરમિયાન યોજાયેલા વિષયવાર એકમ કસોટી એમ કુલ 125 ગુણાંથી મળેલા ગુણના આધારે ગુણાંકન જેનું ગુણ ભાર 25 આમ કુલ 100 ગુણ પ્રમાણે પરિણામ નક્કી થશે.ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી
ધોરણ 10માં 12.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી છે, જેમાંથી ધોરણ 10માં રેગ્યુલર 8.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ સરકાર ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપેલા વિદ્યાર્થીઓને કઈ રીતે પરિણામ આપવું તથા કઈ રીતે આગળ પ્રવેશ આપવો એને લઈને મૂંઝવણમાં છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં તો આવ્યું છે, પરંતુ આગળ કઈ રીતે લઈ જવા એ અંગે હજુ નિર્ણય કર્યો નથી. ત્યારે પરિણામ અને પ્રવેશ અંગે વ્યવસ્થા અને નિર્ણય કરવામાં આવશે, એ બાદ જ રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરવામાં આવશે.
Published by: ankit patel
First published: June 19, 2021, 11:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading