Human Values and Education: રાજકોટની આત્મીય યુનિવર્સીટીના પ્રોફેસર જીગર રત્નોત્તર સાહેબે અમારી સાથેની ખાસ વાતચીત દરમ્યાન "જીવનવિદ્યા" વિશેની માહિતી આપી હતી. આ અભ્યાસ્ક્રમ આત્મીય યુનિવર્સીટીના દરેક વિદ્યાર્થીઓને જીવન ઘડતર અને સારા જીવન મૂલ્યો માટે ભણાવવામાં આવે છે. હાલના સમયમાં વિદ્યાર્થી ઘડતર અને સુખી જીવન માટે અભ્યાશ, સારી નોકરી, રૂપિયા, લક્ઝરી લાઈફ સ્ટાઇલ વગેરે સવલતો પૂરતી નથી. તેના કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે ખુશહાલ જીવન અને જરૂરી આદર્શ મૂલ્યો.

જીવનવિદ્યા
તાર્કિક પ્રશ્નોનું સમાધાન
હું કોણ છું ?
શિક્ષણ શા માટે ?
જીવનમાં આદર્શ અને નિતીની જરૂરિયાત.સુખ કોને કહેવાય અને તેના સ્ત્રોત.
મારુ અસ્તિત્વ અને પ્રયોજન.
પરિવારમાં સુખ અને શાંતિ કઈ રીતે ટકી રહે ?
સંબંધોમાં સમસ્યાનું નિરાકરણ.
જીવનમાં ભયનું કારણ
માનવ માનવ વચ્ચે સમાનતાનો આધાર.
અહીં વર્ણવેલા તમામ પ્રશ્નો વિષે વિસ્તારથી ચર્ચાઓ કરવામાં આવે છે. માનવ મનમાં ઘણા એવા પ્રશ્નો હોય છે કે જેની ખુલીને ચર્ચા થતીજ હોતી નથી. તેના કારણે ઘણીવાર વિધાર્થી પીડાતા હોય છે અને તેઓને તેમની સંકાઓનું સમાધાન પ્રાપ્ત થઇ શકતું નથી.
PSIT કાનપુરમાં પ્રશિક્ષણ
જીવનવિદ્યાને પોતાની જીવનશૈલી બનાવી ચૂકેલા સમર્પિત પ્રબોધકો જે IIT જેવી સંસ્થાઓમાંથી સ્નાતક/અનુસ્નાતક થયેલા અને શિક્ષણક્ષેત્રે પણ કાર્યરત હોય, તેમના દ્વારા છેલ્લા 30 વર્ષોથી આ કાર્યક્રમ વિનામૂલ્યે આખા દેશમાં સંચાલિત કરવામાં આવે છે. જેમાં આત્મીય યુનિવર્સીટીના 20 જેટલા પ્રાધ્યાપકોએ PSIT કાનપુરમાંથી પ્રશિક્ષણ લીધું. ત્યારબાદ 2016 થી વિદ્યાર્થીઓને વર્કશોપના માધ્યમથી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

દેશ વિદેશમાં વ્યાપ
મુખ્ય ધ્યેય
દરેક વ્યક્તિમાં એ સમજ બને કે, જેનાથી વ્યક્તિને પોતાનું, પરિવારનું, સમાજ અને આ પ્રકૃતિના હોવાનું પ્રયોજન સ્પષ્ટ થાય. વળી આ દરેક એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલ છે તે જોવાની દ્રષ્ટિ પણ બને. એટલેકે જેવી સૃષ્ટિ તેવી દ્રષ્ટિ બને. તેના પરિણામ સ્વરૂપ દરેક માનવમાં માનવ સાથે વ્યવહાર કરવાની સમજણ આવશે. જેનાથી સમસ્યા મુક્ત સંબંધ તરફ લઇ જશે.
આ પણ વાંચો: ગુજરાતીમાં એન્જીનીયરીંગ ભણવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ : માત્ર 2 જ એડમિશન છતાં GTU કોલેજમાં ભણાવવાનું ચાલુ રાખશે?
શિક્ષણના માધ્યમથી દરેક વ્યક્તિના જીવવામાં કોઈ ગુણાત્મક પરિવર્તન થાય જેથી દરેક વ્યક્તિ પરિવારમાં સંબંધ પૂર્વક જીવી શકે, સમાજ પણ ભય મુક્ત થાય અને પ્રકૃતિમાં પણ સંતુલન થાય એ જીવનવિદ્યોનો હેતુ છે.
વિદ્યાર્થીઓ માટે ભારતીય બેઠક
આ લેક્ચર દરમ્યાન વિદ્યાર્થીઓને મુક્ત રીતે બેસાડવામાં આવે છે. જેમાં ભારતીય પ્રાચીન બેઠક પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેની ઘણી મનોવૈજ્ઞાનિક અસર પડે છે.

ભારતીય બેઠક
દેશ વિદેશમાં વ્યાપ
દેશની પ્રમુખ IIT, 60 થી વધુ યુનિવર્સીટી તેમજ 5000 થી વધુ એન્જીનીયરીંગ કોલેજોમાં અભ્યાસક્રમ રૂપે જીવનવિદ્યાને ભણાવવામાં આવે છે. વિદેશની વાત કરીએ તો, રોયલ યુનિવર્સીટી ઓફ ભૂતાન, નેપાળ, કેનેડા, અમેરિકા ખાતે પણ જીવનવિદ્યાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.