India post recruitment: ભારતીય પોસ્ટમાં ટેકનિકલ સુપરવાઈઝર માટે ભરતી, રૂ.1.12 લાખ સુધી પગાર


Updated: August 6, 2022, 2:51 PM IST
India post recruitment: ભારતીય પોસ્ટમાં ટેકનિકલ સુપરવાઈઝર માટે ભરતી, રૂ.1.12 લાખ સુધી પગાર
ભારતીય પોસ્ટમાં ભરતી

Indian Post recruitment: પોસ્ટ ઓફિસ વિભાગે ટેકનિકલ સુપરવાઈઝર (Technical Supervisor post) માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

  • Share this:
Jobs and Career:  દેશમાં ચારે બાજુથી સરકારી નોકરીઓની ભરતીઓ ચાલું થઈ ગઈ છે. કમ્યુનિકેશન મિનિસ્ટ્રી હેઠળ પોસ્ટ ઓફિસ વિભાગે ટેકનિકલ સુપરવાઈઝર (Technical Supervisor post) માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ટેકનિકલ સુપરવાઈઝરની એક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

પગારધોરણ- (Salary)


આ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂ.35,400 થી રૂ.1,12,400 પગાર આપવામાં આવશે.

વયમર્યાદા (Age limit)


આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 22 થી 30 વર્ષ સુધી હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત (Educational qualifications)


  • આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે મિકેલિનકલ અથવા ઓટોમોબાઈલમાં ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ.

  • આ ઉપરાંત રેપ્યુટેડ ઓટોમોબાઈલ ફર્મમાં અથવા ગવર્નમેન્ટ વર્કશોપમાં બે વર્ષનો અનુભવ હોવો પણ જોઈએ.

  • ફેક્ટરી અથવા વર્કશોપમાં એન્જિન નિર્માણ, મેઈન્ટેનન્સ અથવા રિપેઈર કરવાનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

  • ફેક્ટરી અથવા વર્કશોપમાં પાંચ વર્ષના પ્રેક્ટીકલ એક્સપીરિયન્સની સાથે મેટ્રીક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.


આ પણ વાંચોઃ-Sarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સુવર્ણ અવસર, 13 હજારથી વધુ પદો પર ભરતી

પસંદગી પ્રક્રિયા (selection process)



  • કોમ્પેટિટીવ ટ્રેડ ટેસ્ટના આધાર પર ટેકનિકલ સુપરવાઈઝરની પસંદગી કરવામાં આવશે.

  • ઉમેદવારોને પત્રવ્યવહારની મદદથી અભ્યાસક્રમની સાથે પરીક્ષાની તારીખ અને સ્થળ વિશે જાણકારી આપવામાં આવશે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે યોગ્યતા ધરાવતો નહીં હોય તે ઉમેદવારને પરીક્ષા વિશે જાણ કરવામાં નહીં આવે.


આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો માટે ભરતી, પગાર મળશે તગડો

અરજી પ્રક્રિયા (How to apply)





    • ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ નિર્ધારિત ફોર્મેટમાં ‘ધ સિનિયર મેનેજર, મેઈલ મોટર સર્વિસ, 139, બેલઘાટા રોડ, કલકત્તા- 700015.’ ખાતે અરજી કરવાની રહેશે.

    • ઉમેદવારોએ તે પત્ર પર સુપર સ્ક્રાઈબ લખીને અરજી કરવાની રહેશે. અરજી માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર પોસ્ટથી કરવાની રહેશે.

    • આ પોસ્ટ માટે ઉમેદવારોએ 23 સપ્ટેમ્બર 2022 પહેલા અરજી કરવાની રહેશે.





અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે



  • ઉંમરનો પુરાવો

  • શૈક્ષણિક લાયકાતના પુરાવા

  • ટેકનિકલ લાયકાતના પુરાવા

  • અનુભવનું પ્રમાણપત્ર

  • નાગરિકતાનો પુરાવો

  • બે પાસપોર્ટ સાઈઝના ફોટો. પાસપોર્ટ સાઈઝના ફોટોની પાછળ ઉમેદવારની સહી કરેલી હોવી જોઈએ.

First published: August 6, 2022, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading