ISRO Recruitment: ઈસરોમાં PRT, TGTની પોસ્ટ પર ભરતી, મળશે 1.51 લાખ સુધીનો પગાર


Updated: August 8, 2022, 2:05 PM IST
ISRO Recruitment: ઈસરોમાં PRT, TGTની પોસ્ટ પર ભરતી, મળશે 1.51 લાખ સુધીનો પગાર
ઈસરોમાં ભરતી

ISRO Teacher Recruitment 2022: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO),સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (Indian Space Research Organisation, ISRO) પ્રાઈમરી ટીચર (PRT), પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT) પર તથા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

  • Share this:
Jobs and Career: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO),સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (Indian Space Research Organisation, ISRO) પ્રાઈમરી ટીચર (PRT), પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT) પર તથા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ આ પોસ્ટ માટે અધિકૃત વેબસાઈટ apps.shar.gov.in. પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નોંધણી પ્રક્રિયા 06 ઓગસ્ટ, 2022 થી શરૂ કરવામાં આવી છે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ, 2022 નક્કી કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 19 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.







































સંસ્થાISRO
કુલ ખાલી જગ્યા 17
વિવિધ પોસ્ટ પ્રાઈમરી ટીચર (PRT), પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)
એપ્લિકેશન મોડ ઓનલાઇન
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28/8/2022
નોટિફઇકેશન નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
પગાર ધોરણ રૂ.1.51 લાખ સુધી

અરજી કરવાની છેલ્લી તારીખ- 28 ઓગસ્ટ


ભરતી પ્રક્રિયાની માહિતી


• પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (મેથેમેટીક્સ, Mathematics)- 2 પોસ્ટ
• પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ફિઝીક્સ, Physics): 1 પોસ્ટ
• પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (બાયોલોજી, Biology): 1 પોસ્ટ
• પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (કેમિસ્ટ્રી, Chemistry): 1 પોસ્ટ
• ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (મેથેમેટીક્સ, Mathematics): 2 પોસ્ટ
• ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (અંગ્રેજી, English): 1 પોસ્ટ
• ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (કેમિસ્ટ્રી, Chemistry): 1 પોસ્ટ
• ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (બાયોલોજી, Biology): 1 પોસ્ટ
• ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (PET-Male (પુરુષ)): 1 પોસ્ટ
• ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (PET-Female (મહિલા)): 1 પોસ્ટ
• પ્રાઈમરી ટીચર (PRT): 5 પોસ્ટ


શૈક્ષણિક લાયકાત (Educational Qualification)


કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ગણિત અથવા સંબંધિત ક્ષેત્રે માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બી.એડની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકવાની ક્ષમતા હોવી જોઈએ.

પગારધોરણ (Salary)


• પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર: રૂ.47,600 થી 1,51,100/-
• ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર: રૂ.47,600 થી 1,51,100/
• પ્રાઈમરી ટીચર: રૂ.35,400 થી 1,12,400/-

આ પણ વાંચોઃ-NHM Recruitment: NHM પાટણમાં CHO 56ની જગ્યાઓ ઉપર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

વયમર્યાદા (Age Limit)


• પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર: 18 થી 40 વર્ષ
• ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર: 18 થી 35 વર્ષ
• પ્રાઈમરી ટીચર: 18 થી 30 વર્ષ

આ પણ વાંચોઃ-SMC Recruitment 2022: સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

અરજી પ્રક્રિયા (How to apply)


• ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારે અધિકૃત વેબસાઈટ https://sdsc.shar.gov.in/ પર જઈને ‘Career’ ઓપ્શનમાં જઈને ‘Apply now given against ‘Post Graduate Teachers, Trained Graduate Teachers and Primary Teachers ’ પર ક્લિક કરો.
• ત્યારબાદ ‘Click Here For Registration’ ઓપ્શન પર ક્લિક કરો.
• ત્યારબાદ અરજી ફોર્મમાં તમામ વિગત ભરીને અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
• ત્યારબાદ અરજી ફોર્મની ફી ભરીને અરજી સબમિટ કરો.

ભરતી પ્રક્રિયા (Selection Process)


લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
First published: August 8, 2022, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading