IB Recruitment 2022: ઈન્ટેલિજેન્સ બ્યૂરોમાં 766 પોસ્ટ પર ભરતી, રૂ.1.42 લાખ સુધીનો પગાર


Updated: August 8, 2022, 11:43 AM IST
IB Recruitment 2022: ઈન્ટેલિજેન્સ બ્યૂરોમાં 766 પોસ્ટ પર ભરતી, રૂ.1.42 લાખ સુધીનો પગાર
IBમાં નોકરીની તક

Intelligence bureau recruitment: ઈન્ટેલિજેન્સ બ્યુરો (IB Recruitment 2022) માં મદદનીશ કેન્દ્રીય ઈન્ટેલિજન્સ અધિકારી (Assistant Central Intelligence Officer, ACIO), જૂનિયર ઈન્ટેલિજેન્સ ઓફિસર (Junior Intelligence Officer, JIO), સુરક્ષા સહાયક (Security Assistant, SA) હલવાઈ કમ કૂક, કેરટેકર તથા અન્ય પોસ્ટ માટે કુલ 766 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

  • Share this:
Jobs and Career: અત્યારે ગુજરાત અને દેશણાં સરકારી નોકરીઓની બમ્પર નોકરીઓ નીકળી છે. ત્યારે ગૃહ મંત્રાલય હેઠળની એક મુખ્ય આંતરિક સુરક્ષા એજન્સી ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ઈન્ટેલિજેન્સ બ્યુરો (IB)માં નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે સોનેરી તક છે. ઈન્ટેલિજેન્સ બ્યુરો (IB Recruitment 2022) માં મદદનીશ કેન્દ્રીય ઈન્ટેલિજન્સ અધિકારી (Assistant Central Intelligence Officer, ACIO), જૂનિયર ઈન્ટેલિજેન્સ ઓફિસર (Junior Intelligence Officer, JIO), સુરક્ષા સહાયક (Security Assistant, SA) હલવાઈ કમ કૂક, કેરટેકર તથા અન્ય પોસ્ટ માટે કુલ 766 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેરવાર MHAની અધિકૃત વેબસાઈટ mha.gov.in પરથી અરજી કરી શકે છે. ઉમેદવારે 22 ઓગસ્ટ પહેલા આ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે. ઉમેદવાર ડાયરેક્ટ આ લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે. IB Recruitment 2022 Notification PDF આ લિંક પરથી ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 766 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.



































સંસ્થાનું નામઇન્ટેલિજન્સ બ્યૂરો
જગ્યાઓ 766
વયમર્યાદા વધુમાં વધુ 56 વર્ષ
શૈક્ષણિક લાયકાત આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજેન્સ ઓફિસર-1/ એક્ઝીક્યુટીવ- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ઈન્ટેલિજેન્સ વર્કમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
છેલ્લી તારીખ 22/8/2022
નોટિફિકેશન નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અરજી કરવા માટે અહીં ક્લિક કરો
પગાર ધોરણ રૂ.1.42 લાખ સુધીનો પગાર

અરજી કરવાની છેલ્લી તારીખ- 22 ઓગસ્ટ, 2022


કેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે- 766


આ ભરતી પ્રક્રિયામાંથી મદદનીશ કેન્દ્રીય ઈન્ટેલિજન્સ અધિકારીની 350 જગ્યાઓ, જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની 100 જગ્યાઓ, સુરક્ષા સહાયક 1ની 50 જગ્યાઓ, સિક્યોરિટી આસિસ્ટેન્ટની 100 જગ્યાઓ, જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (મોટર ટ્રાન્સપોર્ટ) 1ની 20 જગ્યાઓ, ઈન્ટેલિજન્સ ઓફિસર (મોટર ટ્રાન્સપોર્ટ) 2ના 35 જગ્યાઓ, સિક્યોરિટી આસિસ્ટેન્ટ (મોટર ટ્રાન્સપોર્ટ)ના 20 જગ્યાઓ, હલવાઈ કમ કૂકની 9 જગ્યાઓ, કેરટેકરની 5 જગ્યાઓ અને જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર (ટેક્નિકલ)ની 7 જગ્યાઓ પર ભરતી ભરવામાં આવશે.


વયમર્યાદા


આ જગ્યાઓ પર ભરતી માટે મહત્તમ વય મર્યાદા 56 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ- NHM Recruitment: NHM પાટણમાં CHO 56ની જગ્યાઓ ઉપર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી


શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria for IB Recruitment 2022)


આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજેન્સ ઓફિસર-1/ એક્ઝીક્યુટીવ- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ઈન્ટેલિજેન્સ વર્કમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

આ પણ વાંચોઃ-GSRTC Recruitment: મહેસાણા GSRTC માં ભરતી, ધો.10, 12 અને ITI પાસ માટે નોકરીની સુવર્ણ તક


અરજી પ્રક્રિયા


ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને આસિસ્ટન્ટ ડિરેક્ટરને ઉદ્દેશીને G-3, ઈન્ટેલિજેન્સ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર, 35 S P માર્ગ, બાપુ ધામ, ન્યૂ દિલ્હી- 110021 પર મોકલવાનું રહેશે. IB ACIO-II/Tech 2022 પોસ્ટ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં GATE સ્કોર અને ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગનો સમાવેશ થશે.
First published: August 8, 2022, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading