Sainik School Recruitment: TGTથી લઈને લાઈબ્રેરિયનના પદ માટે નીકળી ભરતી, Apply કરવાની આ છે પ્રોસેસ


Updated: August 7, 2022, 11:39 PM IST
Sainik School Recruitment: TGTથી લઈને લાઈબ્રેરિયનના પદ માટે નીકળી ભરતી, Apply કરવાની આ છે પ્રોસેસ
સૈનિક સ્કૂલમાં ભરતી

Sainik School Recruitment 2022: ઝાંસીની સૈનિક સ્કૂલે (Sainik School)એ TGT, લાઈબ્રેરિયન, લેબ આસિસ્ટન્ટ, મ્યુઝિક શિક્ષક, આર્ટ માસ્ટર સહિતની વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

  • Share this:
Sainik School, Jhansi (UP) Recruitment 2022 Job Notification: ઝાંસીની સૈનિક સ્કૂલે (Sainik School)એ TGT, લાઈબ્રેરિયન, લેબ આસિસ્ટન્ટ, મ્યુઝિક શિક્ષક, આર્ટ માસ્ટર સહિતની વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઉપરોક્ત પદ માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 22 ઓગસ્ટ, 2022 સુધી અરજી કરી શકે છે.

અરજી કરવા તમારી પાસે નોટિફિકેશનમાં ઉલ્લેખિત વધારાની પાત્રતા સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ચાર વર્ષનો ડિગ્રી કોર્સ B Sc, B Ed/Hons Graduation/B. Ed અથવા સમકક્ષ ડિગ્રી સહિતની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. અરજીઓ કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ, 2022 છે.

ભરતી માટે મહત્વની તારીખો



આ પોસ્ટ માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2022 છે.

નોટિફિકેશનમાં ખાલી પદની વિગતો


TGT (જનરલ સાયન્સ)-01TGT હિન્દી (રેગ્યુલર)-02
TGT ગણિત (રેગ્યુલર) -01
TGT (સામાજિક વિજ્ઞાન) (નિયમિત)-02
TGT (અંગ્રેજી) (રેગ્યુલર)-01
TGT સંસ્કૃત (રેગ્યુલર)-01
આર્ટ માસ્ટર/મ્યુઝિક ટીચર (કરાર આધારિત) -01
સંગીત શિક્ષક (કરાર આધારિત)-01
ગ્રંથપાલ/લાયબ્રેરિયન (કરાર આધારિત)-01
લેબ આસિસ્ટન્ટ બાયોલોજી (કરાર આધારિત)-01
પીટીઆઈ-કમ મેટ્રોન (કરાર) -01
ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ (કરાર) -01

આ પણ વાંચોઃ-NHM Recruitment: NHM પાટણમાં CHO 56ની જગ્યાઓ ઉપર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી


પાત્રતા માપદંડ :


શૈક્ષણિક લાયકાત:


TGT (જનરલ સાયન્સ)- (i) એનસીઇઆરટીની રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશનના ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ બીએસસી, બી એડમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ અથવા વિજ્ઞાનમાં ઓછામાં ઓછા 50% સાથે સ્નાતક અને ભૌતિકશાસ્ત્ર/રસાયણશાસ્ત્ર/વનસ્પતિશાસ્ત્ર/ પ્રાણીશાસ્ત્ર(P hysics/ Chemistry/ Botany/ Zoology )માંથી બે વિષયો મુખ્ય વિષયો તરીકે સાથે સ્નાતક કક્ષાની ડિગ્રી અને માન્ય યુનિવર્સિટીમાંથી B Ed ડિગ્રી/ ચાર વર્ષનો ઈન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ અથવા ગ્રેજ્યુએશનના ત્રણેય વર્ષમાં મુખ્ય વિષય તરીકે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર,

વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર સાથે સ્નાતક અથવા ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ સાથે ભૌતિકશાસ્ત્ર / રસાયણશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્રમાંથી કોઈપણ એકમાં અનુસ્નાતક અને ત્રણ વર્ષનો ઈન્ટિગ્રેટેડ B Ed – M Ed અને (ii) આ હેતુ માટે NCTE દ્વારા ઘડવામાં આવેલ ગાઈડલાઈન અનુસાર કેન્દ્ર/રાજ્ય સરકાર/CBSE દ્વારા આયોજિત કેન્દ્રીય શિક્ષક પાત્રતા કસોટી (CTET) અથવા STET પાસ કરેલ હોવું જોઈએ

આ પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વધુ વિગતો માટે નોટિફિકેશન ચકાસવી જરૂરી છે.

આ પણ વાંચોઃ-GSRTC Recruitment: મહેસાણા GSRTC માં ભરતી, ધો.10, 12 અને ITI પાસ માટે નોકરીની સુવર્ણ તક


કેવી રીતે અરજી કરવી ?


ઈચ્છુક અને યોગ્ય રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા Principal, Sainik School Jhansi (Uttar Pradesh)ને ઓફલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે. આ અરજી નક્કી કરેલ ફોર્મેટમાં હોવી જોઈએ. આ ફોર્મેટ www.sainikschooljhansi.comના " Recruitment" ટેબમાં ઉપલબ્ધ છે.
Published by: ankit patel
First published: August 7, 2022, 11:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading