Rashifal, 11th July 2021 : વૃષભ રાશિના જાતક માટે લાંબા સમયથી ચાલતા ઝગડાને ખતમ કરવા સારો દિવસ, આજનું રાશિફળ

News18 Gujarati
Updated: July 11, 2021, 6:32 AM IST
Rashifal, 11th July 2021 : વૃષભ રાશિના જાતક માટે લાંબા સમયથી ચાલતા ઝગડાને ખતમ કરવા સારો દિવસ, આજનું રાશિફળ
આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 11th-july-2021: આજે તમારા ભાગ્યમાં શું છે? જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
મેષ રાશિફળ- આજે તમે એવા સ્ત્રોતથી ધન મેળવી શકો છો, જેના વિશે પહેલા તમે વિચાર્યું પણ નહીં હોય. બાળક સાથે સ્નેહ રાખવો. કામમાં મન લગાવો દિલની વાતો પર વિચાર ઓછો કરો. આજે તમારા વખાણ થશે, જે તમે સાંભળવા માંગતા હતા. આજે એવા લોકો માટે કઈક કરો જે લોકો તમારે માટે કઈ નથી કરી શકતા.

વૃષભ રાશિફળ- પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા ઉત્સાહને ડબલ કરશે. નાણાકીય અનિશ્ચિતતા તમારા માનસિક તણાવનું કારણ બની શકે છે. આજે લાંબા સમયથી ચાલતા ઝગડાને ખતમ કરવા દિવસ સારો છે. સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. તમારા જીવનસાથીની નાની-નાની વાતો નજર-અંદાજ કરશો તો તે તણાવનું મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે.

મિથુન રાશિફળ- માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. નવા કરાર ફાયદાકારક દેખાઈ શકે છે. પરંતુ તે આશા પ્રમાણે લાભ નહી અપાવી શકે. રોકાણ કરતા ઉતાવળથી નિર્ણય ના લો. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. સંભવ છે કે આજે જીવનસાથીના કારણે પ્રતિષ્ઠાનેથોડી ઠેસ પહોંચી શકે છે.

કર્ક રાશિફળ- આજે રોકાણ માટેના મહત્વના નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દો. વધારે પડતી મિત્રતાનું વર્તન કરતા અજાણ્યા લોકોથી દુર રહો. વ્યક્તિગત માર્ગદર્શન તમારા સંબંધમાં સુધારલાવશે. કાર્ય સ્થળ પર તમને સ્નેહ અને સહયોગ મલશે. નવા વિચારો અને આઈડીયા તપાસવા માટે સારો દિવસ.

સિંહ રાશિફળ- આજે ભાગીદારીવાળા વ્યવસાય અને ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. અટકેલા કામ હોવા છતા પરિવાર સાથે સારો દિવસ રહે. કામકાજમાં કોઈ મોટી બૂલ થઈ શકે છે, સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ નુકશાનનું કારણ બની શકે છે.

કન્યા રાશિફળ - તમારા પોતાના કામ માટે બીજા લોકો પર દબાણ ન કરો અન્ય લોકોની ઈચ્છા અને ગમા અને અણગમામાં પણ અણગમાનું પણ ધ્યાન રાખો, તેનાથી સામેના પાત્રની સાથે સાથે તમે પોતે પણ આનંદ અનુભવશો. કોઈપણ પ્રકારની દલાલી તમને ફાયદો અપાવી શકે છે. ઓફિસ પર કર્મીઓને આર્થિક ફાયદો થઈ શકે છે. માત્ર સાંભળેલી વાતો પર આંખો બંધ કરીને ભરોસો ન કરવો, તેની હકીકત જુદી પણ હોઈ શકે છે. પરિણીત લોકોનો દિવસ આજથી વધારે સારો ક્યારેય નહિ રહ્યો હોય.તુલા રાશિફળ- જાતે, પોતાની સારવાર કરવાથી બચો. આજેજે આર્થિક લાભ મળવાની સંભાવના હતી તેમાં કોઈ વિઘ્ન આવી શકે છે. તમારા મિત્રો તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવાના દો. આજે ઓફિસમાં સારો માહોલ અનુભવી શકો છો. ગપ્પાબાજી અને અફવાહથી દૂર રહો. આજે તમારા જીવનસાથી તમારી તબીયતને લઈ અસંવેદનશીલ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિફળ- પોતાની ક્ષમતાઓને ઓળખો. કેમ કે, તમારી અંદર તાકાત જ નહીં પરંતુ ઈચ્છા શક્તિનો પણ અભાવ રહે. વધારાની આવક માટે સૃજનાત્મક વિચારોનો સહારો લો. પારિવારીક સમારોહ અને મહત્વપૂર્ણ અવસરો માટે સારો દિવસ. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે.

ધન રાશિફળ- તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે ખુશીની પળ લઈ આવી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા. તેમાં પણ આર્થિક મામલામાં ખાસ. તમારી લાપરવાહી તમારા માતા-પિતાને દુખી કરી શકે છે. કોઈ પણ નવો વ્યવસાય કે નિર્ણય લેતા પહેલા માતા-પિતાની સલાહ જરૂર લેવી. પોતાના પરિવારને નજર અંદાજ કરવાથી બચવું. તમારી લગન અને આત્મવિશ્વાસનું સ્તર ઊંચુ રહેશે, આજે તમે સારૂ પ્રદર્શન કરી શકશો.

મકર રાશિફળ- તમારે એ કામ કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો કરે. વધારે આવક માટે પોતાના સૃજનાત્મક વિચારોનો સહારો લો. તમારા નિરંકુશ વ્યવહારના કારણે પરિવારના સભ્યો નારાજ થઈ શકે છે. કોઈ આકસ્મિક યાત્રાથી તણાવ પેદા થઈ શકે.

કુંભ રાશિફળ- કોઈ મિત્રની જ્યોતિષી સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થાય. ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં ફસાવવાથી બચો. રોકાણ કરવામાં સાવધાની રાખવી. ઓફિસમાં કોઈ ના ગમતું કામ કરવું પડી શકે છે. વ્યક્તિગત સંબંધ સંવેદનશીલ અને નાજુક રહેશે.

મીન રાશિફળ- કોઈ રચનાત્મક કરવા માટે પોતાની ઓફિસથી ઝડપી નીકળવાની કોશિશ કરો. ભાગીદારીના વ્યવસાય અને આર્થિક યોજનામાં રોકાણ ન કરો. આજે પરિવાર સાથે પ્રેમ-સંબંધોમાં તમામ ફરિયાદ ગાયબ થઈ જશે. આજે કાર્યક્ષેત્રમાં તમારી કમજોરીને તમે ઓળખી શકશો. તમારો હસવાનો અને હસાવવાનો સ્વભાવ તમારા માટે સૌથી મોટી પૂંજી સાબિત થઈ શકે છે.
Published by: kiran mehta
First published: July 11, 2021, 6:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading