Numerology Suggestions 27 May: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ અને કઈ બાબતોનુ રાખવાનુ છે ધ્યાન


Updated: May 27, 2022, 12:03 AM IST
Numerology Suggestions 27 May: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ અને કઈ બાબતોનુ રાખવાનુ છે ધ્યાન
પ્રતિકાત્મક તસવીર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

  • Share this:
આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

નંબર 1 (1, 20, 19, 28 તારીખે જન્મેલા લોકો)

આજે તમે એક હીરોની જેમ તમામ રમત-ગમત સ્પર્ધાઓ જીતી શકશો અને લોકપ્રિયતા મેળવશો. તમારે ગેધરીંગ, સ્ટેજ, ઈવેન્ટ્સમાં જવું જોઈએ અને માઈક પર બોલવું જોઈએ. નવા વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરી શકશો. દામ્પત્ય જીવનમાં સમૃદ્ધ રહે. કલાકારો, ડાન્સર્સ, સિલર એનર્જી ડીલર્સ, લેખકો, સરકારી અધિકારીઓ, ડોકટરો, સંગીતકારો અને ગ્લેમર ઉદ્યોગના લોકોને સફળતા મળશે.

માસ્ટર કલર – ઓરેન્જ

લકી દિવસ – રવિવાર અને ગુરૂવાર

લકી નંબર - 1 અને 9દાન – બાળકોને લાલ ફળનું દાન કરવું.

નંબર 2 (2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો)

લાગણીશીલ બનીને નહીં પણ પ્રેક્ટિકલ બનીને નિર્ણયો લેવા. જરૂર વગર બહાર ન નીકળવું. સિનિયરની મદદથી સફળતા મળશે. પરીવાર, બાળકો સાથે સમય વિતાવો અથવા ફેમિલી ટ્રિપ યોજી શકો. સ્ટોક માર્કેટ બિઝનેસમાં અને એક્સપોર્ટ બિઝનેસમાં ઝંપલાવો.

માસ્ટર કલર – ગુલાબી

લકી દિવસ – સોમવાર

લકી નંબર – 2

દાન – ગરીબોને ખાંડનું દાન કરો.

નંબર 3 (3, 12, 22 અને 30 તારીખે જન્મેલા લોકો)

તકો અને તમારી કુશળતાથી ભરેલો આ દિવસ છે. તમારા પાકની લણણી કરીને તેમાંથી પૈસા કમાવવાનો સમય છે. તમારી યોજનાઓ રોકાણકારો માટે પ્રભાવશાળી હોઈ શકે છે. ખાસ કરીને સિંગર્સ, કોચ, શિક્ષણવિદો, રાજકારણીઓ અને વકીલો માટે અત્યંત પ્રભાવશાળી દિવસ. કપડાં, જ્વેલરી, પુસ્તકો, ડેકોર, અનાજ ખરીદવા અથવા ટ્રાવેલ બુકિંગ માટે આ શ્રેષ્ઠ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, જીવન અને રમતગમતના કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સિદ્ધિઓ મેળવશે. દિવસની શરૂઆત હળદરના સેવનથી કરો.

માસ્ટર કલર – લાલ

લકી દિવસ – ગુરૂવાર

લકી નંબર – 3 અને 9

દાન – મંદિરમાં ચંદનનું દાન કરો.

નંબર 4 (4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો)

આજે જ્યારે અસામાન્ય અનુભવો ત્યારે દૂધના પાણીથી સ્નાન કરો અને ભગવાન શિવનો જાપ કરો. તેનાથી મુશ્કેલીઓ ઓછી થશે અને દિવસ સારો રહેશે. વ્યવસાયિક સોદા અથવા સરકારી ઓર્ડરો વિલંબ કર્યા વિના પૂર્ણ થશે. નાણાંને લગતા મુખ્ય નિર્ણયો લેવામાં આવે તો ઘણો નફો થશે. સેલ્સ કર્મચારીઓ, IT કર્મચારીઓ, થિયેટર કલાકાર અથવા કલાકારો, ટીવી એન્કર અને ડાન્સર્સે ઇન્ટરવ્યુ આપવા જોઇએ, કારણ કે આજે સફળતા મેળવવાની ઉજ્જવળ તકો છે. મેટલ અને ગાર્મેન્ટ્સના ઉત્પાદકોને વ્યવસાયમાં નવી ઓફરની મળી શકે છે. લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો.

માસ્ટર કલર – પર્પલ

લકી દિવસ – ગુરૂવાર

લકી દિવસ – 9

દાન – બાળકોને છોડનું દાન કરો.

નંબર 5 (5, 14, 23 તારીખે જન્મેલા લોકો)

નફો ન દેખાય તે વ્યવસાયમાંથી પીછેહઠ કરો. ટૂંકા સમયનું પ્લાનિંગ કરો. પરીવાર અને મિત્રોનો સહકાર મળશે. સ્ટોક માર્કેટ, સ્પોર્ટ્સ, ઇવેન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં હાથ અજમાવો.

માસ્ટર કલર – ગ્રીન અને ઓરેન્જ

લકી દિવસ – બુધવાર

લકી નંબર – 5

દાન – પ્રાણીઓને ખોરાકનું દાન કરો.

નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)

વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે ઉત્તમ દિવસ. આ દિવસ જીવનમાં સમૃદ્ધિ અને સંપૂર્ણતા લાવશે. વ્યવસાયિક ગ્રાહકોની સમસ્યાઓ હલ કરવાનો અને ડીનર અથવા ખરીદી માટે બહાર જવાનો સમય. ગૃહિણીઓ, સ્પોર્ટ્સમેન, પ્રોપર્ટી ડીલર્સ, ડર્મેટોલોજીસ્ટ, ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, દલાલો, કૂક, વિદ્યાર્થીઓને નવી તકો મળશે.

માસ્ટર કલર – વાયોલેટ

લકી દિવસ – શુક્રવાર

લકી નંબર – 6

દાન – મંદિરમાં ચાંદીના સિક્કાનું દાન કરો.

નંબર 7 (7, 16, 25 તારીખે જન્મેલા લોકો)

તમે ચોક્કસપણે તમારા જીવનસાથી પાસેથી લાભ મેળવશો. આસપાસના લોકો પર આજે વિશ્વાસ સમજીને કરવો. ઓફર કરેલા પડકારને સ્વીકારો. માતા અને અન્ય વડીલોના સૂચનો ધ્યાનથી સાંભળો. જ્વેલર, વકીલો, કુરિયર, પાયલોટ, રાજકારણીઓ, થિયેટર કલાકાર, સીએ, સોફ્ટવેરના લોકો માટે ખાસ દિવસ.

માસ્ટર કલર – ઓરેન્જ

લકી દિવસ – સોમવાર

લકી નંબર – 7 અને 9

દાન – ડોમેસ્ટિક હેલ્પરને નાનું પાત્ર દાન કરો.

નંબર – 8 (8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો)

મોટી કંપનીઓ સાથે તમારું એસોસિએશન આજે ઉત્તમ વળતર આપી શકે છે. નાણાકીય લાભો વધુ હશે અને મિલકત અને મશીનરી ખરીદવા સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. ડોકટરો અને ઉત્પાદકો વિવિધ સિદ્ધિઓ મેળવી શકશે. આજે અનાજનું દાન કરવું અને મોસંબી જરૂર ખાવી.

માસ્ટર કલર – ડીપ પર્પલ

લકી દિવસ – શુક્રવાર

લકી નંબર – 6

દાન – જરૂરિયાતમંદને છત્રીનું દાન કરો.

નંબર 9( 9,18 અને 27 તારીખે જન્મેલા લોકો)

ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, શેરબજાર, ગ્લેમર, જ્યોતિષ અને રમતગમતની વસ્તુઓના વ્યવસાયો સંકલિત લોકો આજે વૃદ્ધિ કરશે. વ્યાપારી સંબંધો અને ડીલ્સને નવી ઊંચાઇ મળશે. ગ્લેમર ઈન્ડસ્ટ્રી અને મીડિયાના લોકોને ખ્યાતિનો મળશે અને રાજકારણીઓને આજે મોટી તકો મળશે. વિદ્યાર્થીઓ, ટ્રેઇનર્સ, સિંગર્સ, લેખક, ડિઝાઇનર્સ, ડોકટરો, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓને લોકપ્રિયતા મળશે.

માસ્ટર કલર – લાલ

લકી દિવસ – મંગળવાર

લકી નંબર – 9

દાન – લાલ મસૂરનું દાન કરો.

27મી મેના રોજ જન્મેલા પ્રખ્યાત વ્યક્તિત્વ: રવિ શાસ્ત્રી, નીતિન ગડકરી, બિપિન ચંદ્ર બોઝ, નટરાજન, અમરિંદર સિંહ
First published: May 27, 2022, 12:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading