Dharm Bhakti: આ મહિને 8 મી જુલાઈએ માસિક શિવરાત્રી, આ પૂજા પદ્ધતિથી ભોલેનાથને કરો ખુશ

News18 Gujarati
Updated: July 7, 2021, 11:50 PM IST
Dharm Bhakti: આ મહિને 8 મી જુલાઈએ માસિક શિવરાત્રી, આ પૂજા પદ્ધતિથી ભોલેનાથને કરો ખુશ
માસિક શિવરાત્રી વ્રત

માસિક શિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે ફક્ત તેમના નામનો જાપ કરવાથી ભગવાન ખુશ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.

  • Share this:
Masik Shivratri 2021: અષાઢ મહિનાની માસિક શિવરાત્રી 8 જુલાઈ, ગુરુવારે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માસિક શિવરાત્રીના શુભ પ્રસંગે ભગવાન શિવની પૂજા-વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, માસિક શિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે ફક્ત તેમના નામનો જાપ કરવાથી ભગવાન ખુશ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેમજ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં આ વ્રત ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

માસિક તહેવારોમાં શિવરાત્રીના ઉપવાસનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી મહાનરદાન પ્રાપ્ત થાય છે અને દુ:ખ દૂર થાય છે. માન્યતા છે કે, નિયમ મુજબ માસિક શિવરાત્રીના વ્રતનું પાઠ કરવાથી વ્યક્તિને ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. આની સાથે જ જીવનમાં સુખ-શાંતિ રહે છે અને વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે.

માસિક શિવરાત્રી શુભ મુહૂર્ત

આ વ્રતનો પ્રારંભ ગુરુવાર, 8 જુલાઈ, સવારે 3: 20 વાગ્યે થઈ રહ્યો છે. તો સમાપ્તી, શુક્રવાર, 9 જુલાઈ, સવારે 5: 16 વાગ્યે થશે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, માસિક શિવરાત્રીના ઉપવાસ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સાથે, ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

પૂજા વિધિ

માસિક શિવરાત્રી પર, સૂર્યોદય પહેલાં ઉઠી, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો.ઘરના મંદિરને સાફ કરો અને તેને ગંગાજળથી પવિત્ર કરો.
આ પછી ભગવાન શિવનું ધ્યાન કરી ઉપવાસનું વ્રત લો.
પૂજા કરતી વખતે શિવલિંગનો રુદ્રાભિષેક જળ, શુદ્ધ ઘી, દૂધ વગેરેથી કરો. તેમજ ભોલેનાથને બિલીપત્રના પાન, ધતૂરો અને શ્રીફળ ચઢાવો.
ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો અને કથા વાંચો-સાંભળો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. આને અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by: kiran mehta
First published: July 7, 2021, 11:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading