Plants Vastu Tips: અશુભ હોય છે આ છોડ, ઘરમાં લાવી શકે છે દુર્ભાગ્ય


Updated: December 8, 2021, 10:14 AM IST
Plants Vastu Tips: અશુભ હોય છે આ છોડ, ઘરમાં લાવી શકે છે દુર્ભાગ્ય
PHOTO: shutterstock

Unlucky Plants: જો તમે પણ તમારા ઘરના આંગણામાં કોઈ છોડ વાવવાનું વિચારી રહ્યાં છો તો તમારે કેટલીક વાતોન ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વાસ્તુમાં જ્યાં કેટલાક છોડ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવ્યાં છે, ત્યાં જ કેટલાક છોડ તમારા દુર્ભાગ્યનું પણ કારણ બની શકે છે. વાસ્તુમાં આ પ્રકારના છોડ ઘરમાં ન લગાવાની સલાહ આપવામાં આવી છે, તેથી જ ભૂલથી પણ આ પ્રકારના છોડ ઘરમાં ન વાવવા જોઈએ. આવો જોઈએ કયાં છે ઘરમાં દુર્ભાગ્ય લાવતા આ છોડ

  • Share this:
Plants Vastu Tips: ઘરના આંગણામાં ચારે તરફ દેખાતી લીલોતરી અને હરિયાળી મન અને આત્માને એક અલગ જ પ્રકારની રાહત આપે છે. કદાચ એટલે જ કહેવામાં આવે છે કે ઘરમાં અને તેની આજુબાજુની જગ્યામાં શકય તેટલા વધુ વક્ષો અને છોડ વાવવા જાઈએ. વાસ્તુ પ્રમાણે પણ ઘર અને તેની આજુબાજુ ઝાડ-છોડ વાવવા શુભ માનવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે જોઈએ તો માનવામાં આવે છે કે જે સ્થાન પર લીલોતરી અને છોડ હોય છે, ત્યાં સકારાત્મકતાનો વાસ હોય છે, આવા ઘરમાં નેગેટિવીટી આવતી નથી અને ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે. જો તમે પણ તમારા ઘરના આંગણામાં કોઈ છોડ વાવવાનું વિચારી રહ્યાં છો તો તમારે કેટલીક વાતોન ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વાસ્તુમાં જ્યાં કેટલાક છોડ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવ્યાં છે, ત્યાં જ કેટલાક છોડ તમારા દુર્ભાગ્યનું પણ કારણ બની શકે છે. વાસ્તુમાં આ પ્રકારના છોડ ઘરમાં ન લગાવાની સલાહ આપવામાં આવી છે, તેથી જ ભૂલથી પણ આ પ્રકારના છોડ ઘરમાં ન વાવવા જોઈએ. આવો જોઈએ કયાં છે ઘરમાં દુર્ભાગ્ય લાવતા આ છોડ (Unlucky Plants).

કપાસનો છોડ- સામાન્ય રીતે એવું ખૂબ ઓછું જ જોવા મળતું હોય છે કે લોકો કપાસનો છોડ પોતાના ઘરમાં રાખતા હોય, પણ કપાસના ફુલ દેખાવામાં અત્યંત સુંદર અને મનમોહક લાગે છે તેથી કેટલીક વખત સજાવટ માટે લોકો કપાસનો છોડ ઘરે લઈ આવતા હોય છે. વાસ્તુ પ્રમાણે ઘરમાં કપાસનો છોડ રાખવાની મનાઈ કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે કપાસનો છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરના સભ્યો માટે તે બદકિસ્મતી અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. ભૂલથી પણ કપાસનો છોડ ઘરમાં ન લાવવો જોઈએ.

આ પણ વાંચો-આ 5 રાશિના લોકોનો ગુસ્સો હંમેશા રહે છે નાક પર, જુઓ ક્યાંક આમાં તમારી રાશિ તો નથી

બાવળનો છોડ- વાસ્તુ શાસ્ત્રનું કહેવું છે કે બાવળનું ઝાડ અથવા છોડ ઘર અથવા ઘરની આસપાસ પણ ન હોવો જોઈએ. આ એક કાંટાદાર વૃક્ષ છે જે ઔષધિય રીતે તો ખૂબ ફાયદાકારક હોય છે પણ તેના કાંટાને કારણે તે નકારાત્મક ઉર્જાના પ્રવાહમાં વૃદ્ધિ કરે છે. આ ઝાડના કારણે દુર્ભઆગ્ય અને દરિદ્રતાનો સામનો કરવાનો વારો પણ આવી શકે છે. માનવામાં આવે છે કે જો ઘર અથવા ઘરની આસપાસ બાવળનો છોડ અથવા ઝાડ હોય તો ઘરના સભ્યોમાં વાદ વિવાદ અને મતભેદની સ્થિતી બની રહે છે. સાથે જ માનસિક રોગોમાં વધારો થવાની પણ શક્યતા જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં એવો કોઈ પણ છોડ ન લાવવો જોઈએ જે કાંટાદાર હોય અથવા જેમાંથી દૂધ નિકળતું હોય. આવા છોડ તમારા જીવનામં પરેશાનીઓનું કારણ બની શકે છે.

મહેંદીનો છોડ- મહેંદીની સુગંધ મનને તરોતાજા કરી દેતી હોય છે, ઘણા લોકો આ સુગંધના મોહમાં જ મહેંદીનો છોડ ઘરમાં વસાવતા હોય છે. જો કે વાસ્તુ પ્રમાણે મહેંદીનો છોડ ઘરમાં રાખવો નિષેધ છે. મહેંદીના છોડમાં એક તીવ્ર સુગંધ હોય છે, આ સુગંધને કારણે આસપાસની નકારાત્મક શક્તિઓ આ છોડ તરફ આકર્ષિત થાય છે અને તેની આસપાસ નિવાસ કરવા લાગે છે. આ છોડને જ્યાં પણ લગાવવામાં આવી ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે. નકારાત્મકતા તમારા જીવનમાં પ્રગતિ અને સુખ શાંતિમાં અડચણો પેદા કરે છે.

આમલીનું ઝાડ-કેટલાક ઘરોમાં મોટા મોટા ગાર્ડન હોય છે અને તેમાં અનેકો પ્રકારના ઝાડ છોડ લગાવવામાં આવે છે. એવામાં ઘણા લોકો પોતાના ઘરે આમલીનું ઝાડ પણ વાવતા હોય છે. તો કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે આપોઆપ જ આમલીનો છોડ ઉગવા માંડે છે. વાસ્તુ અનુસાર આમલીનો છોડ અથવા ઝાડ ઘરમાં ન હોવો જોઈએ. આ છોડમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. જો તમે કોઈ જમીન ખરીદવા અથવા મકાન બાંધવા જઈ રહ્યાં છો, તો જે જમીન પર આમલી હોય તેવી જગ્યાએ મકાન બાંધવાથી બચવું જોઈએ.આ પણ વાંચો-Samudra Sastra: આ 3 ગુણો ધરાવતી સ્ત્રી ખોલી દે છે પતિ માટે સમૃદ્ધિનાં દરવાજા

બોનસાઈ- બોનસાઈ એટલે કે નાના પ્રકારના છોડ જે જોવામાં મોટા વૃક્ષ જેવા લાગે છે. આ પ્રકારના છોડને બોનસાઈ કહેવામાં આવે છે. લોકો સજાવટ માટે આ છોડ પોતાના ઘરમાં આ છોડ લાવતા હોય છે. માનવામાં આવે છે કે આ પ્રકારના ઝાડ ઘરમાં લગાવવા આવે તો ઘરના સભ્યોની પ્રગતિમાં બાધા આવે છે.

ડેડ પ્લાન્ટ્સ- કેટલીક વખત છોડની આયુ પૂર્ણ થવાને કારણે અથવા તો તેની યોગ્ય માવજત ન થવાને કારણે તે કરમાઈ જાય છે. આવા છોડને ડેડ પ્લાન્ટ્સ કહેવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે કરમાયેલા અને મૃત છોડને ઘરમાં ન રાખવો જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરના સભ્યોને દુ:ખ અને તકલીફોનો સામનો કરવો પડે છે.
Published by: Margi Pandya
First published: December 8, 2021, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading