ટ્રોમા વિશે 7 વસ્તુ જે જોવા મળે છે નેટફ્લિક્સની 'House Of Secrets' સિરીઝમાં


Updated: October 24, 2021, 12:19 PM IST
ટ્રોમા વિશે 7 વસ્તુ જે જોવા મળે છે નેટફ્લિક્સની 'House Of Secrets' સિરીઝમાં
Netflix House Of Secrets series

લીના યાદવની પોપ્યુલર નેટફ્લિક્સ (Netflix) સિરીઝ House Of Secrets: The Burari Death આપણને હકીકત અને કલ્પના વચ્ચેની ધુંધળી રેખાનો અનુભવ કરાવે છે.

  • Share this:
લીના યાદવની પોપ્યુલર નેટફ્લિક્સ (Netflix) સિરીઝ House Of Secrets: The Burari Death આપણને હકીકત અને કલ્પના વચ્ચેની ધુંધળી રેખાનો અનુભવ કરાવે છે. 3 એપિસોડની આ સિરીઝમાં પરિવારમાં મૃત્યુ થયુ હોય ત્યારબાદ શું થાય તેવી પરિસ્થિતીઓ દર્શકોને બતાવવામાં આવી છે. સિરીઝ જોતી વખતે કેટલીક બાબતો પર વિશ્વાસ ન થાય તે શક્ય છે. આ સિરીઝ એ સમજાવાનો પ્રયત્ન છે કે અલગ પ્રકારના ટ્રોમા અલગ અલગ રીતે અસર કરતા હોય છે. વર્લ્ડ ટ્રોમા ડે પર અમે House Of Secrets: The Burari Deathમાં નજરે પડેલા સાયકોલોજીસ્ટ ડૉ. રોમા કુમારને મળ્યા અને ટ્રોમા વિશે સમજવાનો પ્રયત્ન કર્યો.

ટ્રોમા દુખદાયક હોય છે

સિરીઝમાં લલિત ચંદાવત તેના પિતાના મોત બાદ આકસ્મિક કારણોસર બોલી શકતો નથી. તેના પિતાની મોતનો અન્ય પરિવારજનો કરતા તેને વધુ આધાત લાગે છે. અહીં લલિત બોલી નથી શકતો તે વાતની ચર્ચા તેના પરિવારમાં પણ કોઈ કરતું નથી. ડૉ. રોમા કુમાર આ અંગે જણાવે છે કે આ પ્રકારની ઘટનાથી વ્યક્તિમાં વિવિધ પ્રકારની લાગણીઓ ઉદ્ભવે છે. આ પ્રકારની પરિસ્થિતીમાં વ્યક્તિને એકલતાનો અનુભવ, ગુસ્સો, ઉંધમાં તકલીફ, સંબંધોમાં તાણ, નાઈટમેર અને વિચલીત વિચારો આવતા હોય છે. આવા લોકો તે ઘટના સાથે એટલા જોડાઈ જાય છે કે તેમનું જીવન નેગેટીવ થઈ જાય છે.

ટ્રોમા આઈસોલેટેડ નથી

સામાન્ય રીતે ટ્રોમાને ભવિષ્ય સાથે કોઈ સંબંધ ન હોય તે રીતે જોવામાં આવે છે પણ ખરેખર એવું હોતું નથી. વણઉકેલ્યા ટ્રોમા કે આધાત લલિતના કેસની જેમ ભવિષ્યમાં CPTSD (કોમપ્લેક્સ પોસ્ટ ટ્રોમા સ્ટ્રેસ ડિસોર્ડર) બની શકે છે.

ડો. રોમા જણાવે છે કે જીવનમાં ઘણી ઘટનાઓના સંયોજનથી પણ આધાત લાગે છે. શારિરીક ઈજા, હિંસાત્મક ઘટના, જાતીય સતામણી, જાતીય હિંસા અને આધાતજનક ઘટનાઓને કારણે ટ્રોમા થતો હોય છે.વ્યક્તિને એક કરતા વધુ ટ્રોમા હોઈ શકે

આગળ આપણે જે પ્રમાણે જોયુ કે આધાતજનક ઘટનાઓ સમય સાથે સંકળાયેલી નથી. લલિતના કેસમાં તે બાઈક એક્સિડેન્ટને કારણે માથાની ઈજા, જીવલેણ હુમલા અને તેના પિતાની મોત જેવી ઘટનોઓનો શિકાર બન્યો છે, જે તેની માટે ટ્રોમા બની. જાણકારીના અભાવે આ વાતની અવગણના કરવામાં આવી જેની અસર તેની માનસિક સ્થિતી પર થઈ.

મોટાભાગે ટ્રોમાની અસર સમય સાથે ઘટતી જાય છે. જ્યારે ટ્રોમાની અસર વધારે હોય તો તેનો પ્રભાવ મહિનાઓ સુધી જતો નથી. જેની અસર રોજીંદા જીવન પર પણ પડે છે. ઉદાસીનતા, ચિંતા, ભય અને ગભરામણ જેવા લક્ષણો તેમનામાં વધુ ને વધુ દેખાતા હોય છે. જ્યારે પણ કોઈ વાત કે ઘટનાથી આપણુ માનસિક સ્વાસ્થ ખરાબ થાય તો તેવા સમયે આપણે તેને અવગણવાને બદલે તેના પર ધ્યાન આપવાની જરૂરી હોય છે.

ટ્રોમા સાર્વત્રિક હોઈ શકે

મોટાભાગના લોકો પોતાના જીવનમાં ટ્રોમાથી ઝઝુમતા હોય છે અને એવી ટ્રોમેટિક ઈવેન્ટ વિશે ખુલીને વાત કરી શકતા નથી. આવી પરિસ્થિતીમાં વ્યક્તિ એકલવાયો અને અલગતાની ભઆવનાથી પિડીત થઈ જાય છે. ઘણી વખત તે PTSDમાં પણ પરિવર્તિત થાય છે.

ડૉ. રોમા જણાવે છે કે જે લોકો ટ્રોમાનો શિકાર થઈ ચુક્યા છે તે વધુ સંવેદનશીલ બની જાય છે. ટ્રોમા અને તેની અસરો લોકોના સ્વભાવ બદલી રહી છે. દરેક વ્યક્તિ લાઈફમાં ટ્રોમાનો અનુભવ કરે છે પણ તેની સામે કેવી રીતે રીએક્ટ કરવું તે ખૂબ મહત્વનું છે.

ટ્રોમા શબ્દ નેગેટીવીટીથી ભરેલો છે, મગજને આધાત પહોંચાડે તેવો છે. કોઈ વ્યક્તિને જો સતત ટ્રોમાનો અનુભવ થાય અથવા તો તેના જીવનમાં સતત એવી ટ્રોમેટ્ક ઈવેન્ટ બનતી રહે તો પછી તે વ્યક્તિ તેના પર કેવા પ્રતિભાવ આપે છે તે બાબત મહત્વની બની રહે છે.

ટ્રોમાં અદ્રશ્ય પણ હોઈ શકે

ચંદાવત પરિવારના કિસ્સામાં ટ્રોમા વિઝીબલ નહોતો. કેમ કે તે ટ્રોમાને લલિતની મનોવિકૃતિ ગણી રહ્યા હતા. આ પરિવારને 11 વર્ષમાં ક્યારેય અનુભવ થયો નહોતો કે તે ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે. લલિતના સૂચનોને કારણે પરિવાર આર્થિક રીતે સમૃધ્ધ હતો તેથી એજન્સીના લોસ પર પરિવારને સશક્ત હોવાનો અનુભવ થયો હોઈ શકે છે.

પરિવારમાં ખોટા કામો કરવા પર ઘણી વખત એકબીજા પર આક્ષેપ કરવામાં આવતા હતા. આવુ કરવાથી ઘરની વાતો ઘરમાં જ રહેતી હતી અને ખોટા કામ કરવાનો પસ્તાવો કરાવવા આ આક્ષેપ કરવામાં આવતા હોવાનું સ્પષ્ટીકરણ અપાતું.

ટ્રોમાની સારવાર શક્ય છે.

બધે અંધારું હોવા છતા એક આશાની કિરણ હોય છે. જે લોકો ટ્રોમાનો અનુભવ કરી રહ્યા હોય તે માનસિક સારવારના નિષ્ણાંતોની સલાહ લઈ શકે છે. .

ડૉ. રોમા ઉદાહરણ આપતા કહે છે કે જેમ પેટના દુખાવા માટે ડોક્ટર પાસે જવુ સામાન્ય બાબત છે તેમતમારા ખરાબ માનસિક સ્વાસ્થ માટે પણ ડોક્ટર પાસે જવું એ સામાન્ય જ છે.

પુરૂષોમાં ટ્રોમા

લલિતના કિસ્સામાં પિતા ભોપાલ સિંહના મોત બાદ તેમની પાછળ ખાલી જગ્યા પૂરવાનો ભાર લલિત પર હતો. આપણા સમાજમાં પુરૂષ લાગણીહીન અને મજબૂત હોવાની માન્યતા છે. લાગણીઓને કમજોરી માનવામાં આવે છે. જો લલિતે પણ આવું કરવાનો પ્રયત્ન ન કર્યો હોત તો તે પોતાની વાત અને દુ:ખ કોઈને કહી શક્યો હોત.

આ પણ વાંચોસત્ય ઘટના પર આધારીત 11 Crime ડોક્યુમેન્ટરી ફિલ્મનું List, જુઓ - કઈં ડોક્યુમેન્ટ્રી ક્યાં જોઈ શકાશે

ડૉ. રોમા જણાવે છે કે લોકોને પોતાની લાગણીઓની કદર કરતા શિખવાડવામાં નથી આવતું. પુરૂષોને ઉદાસ અને દુખી ન થવાની સલાહ આપવામાં આવે છે. પુરૂષોને પણ તેમની લીગણીઓ વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
First published: October 24, 2021, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading