એક્ટર કમલ સદાના લગ્નનાં 21 વર્ષ બાદ પત્ની લીઝા જોનને આપશે છૂટાછેડા, કાજોલ સાથે કર્યું છે કામ

News18 Gujarati
Updated: July 12, 2021, 11:58 AM IST
એક્ટર કમલ સદાના લગ્નનાં 21 વર્ષ બાદ પત્ની લીઝા જોનને આપશે છૂટાછેડા, કાજોલ સાથે કર્યું છે કામ
File Photo

એક્ટર કમલ સદાના (Kamal Sadanah) અને તેની પત્ની મેકઅપ આ્ટિસ્ટ લીઝા જોન (Lisa John)એ એક-બીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ કમલે કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ (Kajol) સાથે કામ કરી ચૂકેલાં એખ્ટર કમલ સદાના (Kamal Sadanah) અને તેની પત્ની મેકઅપ આર્ટિસ્ટ લીઝા જોન (Lisa John)એ એક બીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ કમલે કરી છે. તેણે કહ્યું કે, અમારા છૂટાછેડા થઇ રહ્યાં છે. કમલ અને લીઝાએ 21 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતાં. બંનેએ 1 જાન્યુઆરી 2000નાં લગ્ન કર્યા હતાં. બંનેનાં બે બાળકો છે. દીકરાનું નામ અંગદ અને દીકરીનું નામ લિયા છે.

કમલ સદાના (Kamal Sadanah Divorce)એ ઇટાઇમ્સ સાથે વાત કરતાં આ વાતની પુષ્ટિ કરી છે. કહેવાય છે કે, કમલ સદાના અને લીઝા જોન વચ્ચે કંઇ ઠીક નથી ચાલી રહ્યું. કમલ સદાનાએ કહ્યું, 'બે લોકો લાઇફમાં સમજદાર હોય છે. અને અલગ અલગ દિશાઓમાં ચાલે છે. આ પ્રકારની ચીજો દરેક જગ્યાએ થઇ રહી છે. અને અમે પણ તેમાંથી એક છીએ.' હાલમાં કમલ સદાના અને લીઝા જોહ્ન અલગ રહે છે. કમલ સદાના મુંબઇમાં રહે છે જ્યારે લીઝા જોન તેનાં માતા-પિતા સાથે ગોવામાં રહે છે.

કમલ સદાનાએ કાજોલની સાથે ફિલ્મ 'બેખુદી' (Bekhudi)થી ડેબ્યૂ કર્યુ હતું. જુલાઇષ 1992 માં રિલીઝ થયેલી 'બેખુદી' કાજોલથી ડેબ્યૂ કર્યુ હતું. વર્ષ 1993માં આવેલી કમલ સદાનાની ફિલ્મ 'રંગ' સુપરહિટ સાબિત થઇ અને તે બાદ 90નાં દાયકામાં તે છવાઇ ગઇ. કમલને છેલ્લે ફિલ્મ 'કરકશ'માં સુચિત્રા પિલ્લાઇ સાથે નજર આવી આ ફિલ્મ બંને સ્ટાર્સે જ પ્રોડ્યુસ કરી હતી. વર્ષ 2007માં કમલ સદાનાએ તેનાં પિતાની બ્લોકબસ્ટર ફિલ્મ વિક્ટોરિયા નંબર 203ની રીમેક બનાવી. આ રીમેકનું નિર્દેશન અનંત મહાદેવને કર્યું હતું.

કમલ સદાના મશહૂર ફિલ્મ નિર્માતા બ્રિજ સદાના (Brij Sadanah) અને એક્ટ્રેસ સઇદા ખાન (Sayeeda Khan)નો દીકરો છે. 21 ઓક્ટોબર 1990નાં વ્રજનાં કથિત રીતે તેની પત્ની સાથે બબાલ બાદ પત્ની અને દીકરીની હત્યા કરી દીધી હતી અને બાદમાં પોતાને ગોળી મારી દીધી. સંજોગાવશ તે દિવસે કમલનો જન્મ દિવસ પણ હતો.
Published by: Margi Pandya
First published: July 12, 2021, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading