ભાણીની સાથે ડાન્સ કરતો નજર આવ્યો સલમાન ખાન, બહેન આર્પિતા શેર VIDEO

News18 Gujarati
Updated: January 23, 2021, 12:40 PM IST
ભાણીની સાથે ડાન્સ કરતો નજર આવ્યો સલમાન ખાન, બહેન આર્પિતા શેર VIDEO
સલમાન ખાન ભાણી આયત સાથે

સલમાન ખાન (Salman Khan)ની બેહન આર્પિત ખાન શર્મા (Arpita Khan Sharma)એ પોતાની દીકરીનાં એક એવો જ ક્યૂટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે સલમાનની સાથે નજર આવી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાન (Salman Khan) તેની ફેમિલી સાથે પ્રેમ કરે છે. તે તેનાં ભાણા અને ભાણીને વધુ વ્હાલ કરતો રહેતો હોય છે. અર્પિતા ખાન શર્માએ (Arpita Khan Sharma) હાલમાં જ સલમાન અને તેની દિકરીનો એક ક્યુટ વિડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો છે. સલમાન આ વિડિયોમાં પોતાની ભાણીની સાથે ડાન્સ કરતા જોવા મળે છે. કોરોનાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ પોસ્ટપોન્ડ થઈ રહ્યા છે અને હવે સલમાન પોતાની ફિલ્મોનું શુટીંગ પુરુ કરવામાં લાગી ગયા છે. આ વિડિયોમાં સલમાન પોતાના ફિલ્મી લુકમાં જોવા મળી રહ્યા છે.

અર્પિતાએ આ વિડિયો શેર કરતા લખ્યું છે કે 'ખુબજ વ્હાલ'. વિડિયોમાં સલમાન ભાણી આયતને તેડીને તેની સાથે ડાન્સ કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'બજરંગી ભાઈજાન'નું ગીત 'તુ જો મિલા' ચાલી રહ્યું છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે સલમાન જ્યાં ઉભા છે તે એક પહાડી વિસ્તાર છે જેનો વ્યુ ખુબજ સુંદર છે. જેમાં સલમાન ખાન પાઘડીમાં જોવા મળે છે જેના પરથી લાગે છે કે તેઓ કોઈ ફિલ્મનું શુટીંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો- વરૂણ-નતાશાનાં લગ્નમાં શામેલ થશે માત્ર 50 મેહમાન, સૌનો થશે COVID-19 Test!

તમને જણાવી દઈએ કે સલમાન ખાન ફિલ્મ 'અંતિમ'ની શુટીંગમાં વ્યસ્ત છે અને આ ફિલ્મમાં તેમની સાથે બનેવી આયુષ શર્મા પણ જોવા મળશે. મહેશ માંજરેકરની આ ફિલ્મમાં સલમાન ખાન શીખ કોપની ભૂમિકામાં છે અને આયુષ ગેંગસ્ટરનો રોલ પ્લે કરી રહ્યા છે. આ સાથે જ સલમાને પોતાની ઈદ પર રિલિઝ થનારી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. પ્રભુ દેવાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'રાધે' 2021માં સલમાનની ઈદ પર રિલિઝ થનારી ફિલ્મ હશે. આ ફિલ્મમાં તેમની સાથે દિશા પટણી, જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા લીડ રોલમાં જોવા મળશે.

: સલમાન ખાન (Salman Khan) તેની ફેમિલી સાથે પ્રેમ કરે છે. તે તેનાં ભાણા અને ભાણીને વધુ વ્હાલ કરતો રહેતો હોય છે. અર્પિતા ખાન શર્માએ (Arpita Khan Sharma) હાલમાં જ સલમાન અને તેની દિકરીનો એક ક્યુટ વિડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો છે. સલમાન આ વિડિયોમાં પોતાની ભાણીની સાથે ડાન્સ કરતા જોવા મળે છે. કોરોનાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ પોસ્ટપોન્ડ થઈ રહ્યા છે અને હવે સલમાન પોતાની ફિલ્મોનું શુટીંગ પુરુ કરવામાં લાગી ગયા છે. આ વિડિયોમાં સલમાન પોતાના ફિલ્મી લુકમાં જોવા મળી રહ્યા છે.અર્પિતાએ આ વિડિયો શેર કરતા લખ્યું છે કે 'ખુબજ વ્હાલ'. વિડિયોમાં સલમાન ભાણી આયતને તેડીને તેની સાથે ડાન્સ કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'બજરંગી ભાઈજાન'નું ગીત 'તુ જો મિલા' ચાલી રહ્યું છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે સલમાન જ્યાં ઉભા છે તે એક પહાડી વિસ્તાર છે જેનો વ્યુ ખુબજ સુંદર છે. જેમાં સલમાન ખાન પાઘડીમાં જોવા મળે છે જેના પરથી લાગે છે કે તેઓ કોઈ ફિલ્મનું શુટીંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો- ઇશા અંબાણી અને શ્લોકા અંબાણીની મેહંદી મુકનાર વીણા લગાવશે વરૂણની દુલ્હનિયાને મેહંદી

તમને જણાવી દઈએ કે સલમાન ખાન ફિલ્મ 'અંતિમ'ની શુટીંગમાં વ્યસ્ત છે અને આ ફિલ્મમાં તેમની સાથે બનેવી આયુષ શર્મા પણ જોવા મળશે. મહેશ માંજરેકરની આ ફિલ્મમાં સલમાન ખાન શીખ કોપની ભૂમિકામાં છે અને આયુષ ગેંગસ્ટરનો રોલ પ્લે કરી રહ્યા છે. આ સાથે જ સલમાને પોતાની ઈદ પર રિલિઝ થનારી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. પ્રભુ દેવાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'રાધે' 2021માં સલમાનની ઈદ પર રિલિઝ થનારી ફિલ્મ હશે. આ ફિલ્મમાં તેમની સાથે દિશા પટણી, જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા લીડ રોલમાં જોવા મળશે.
Published by: Margi Pandya
First published: January 23, 2021, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading