હવે સૌરવ ગાંગુલીની બાયોપિક મચાવશે ધમાલ, રણબીર કપૂર ભજવી શકે છે 'દાદા'ની ભૂમિકા


Updated: July 13, 2021, 10:43 PM IST
હવે સૌરવ ગાંગુલીની બાયોપિક મચાવશે ધમાલ, રણબીર કપૂર ભજવી શકે છે 'દાદા'ની ભૂમિકા
રણબીર કપૂર અને સૌરવ ગાંગુલની ફાઇલ તસવીર

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક સૌરવ ગાંગુલીના (Sourav Ganguly) જીવન પર પણ બાયોપિક બનવા જઈ રહી છે. આ કામ માટે લીલીઝંડી અપાઈ ચૂકી છે.

  • Share this:
બોલિવૂડમાં (Bollywood) બાયોપિક (Biopic) ફિલ્મોનું ચલણ વધી રહ્યું છે. એમાં પણ જો બાયોપિક કોઇ ક્રિકેટર (Cricketer) પર હોય તો તેના સફળ થવાના ચાન્સ વધુ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) અને સચિન તેંડુલકરના (Sachin Tendulkar) જીવન પર બનેલી ફિલ્મો સુપરહિટ થઇ ચૂકી છે. આગામી દિવસોમાં અન્ય ઘણાં ક્રિકેટરોના જીવન પર બાયોપીક જોવા મળી શકે છે. કપિલદેવ અને મિતાલીરાજ (Mithali Raj) જેવા નામ પણ બાયોપિક ફિલ્મ માટે ચર્ચાઈ રહ્યા છે. જેમાં હવે વધુ એક નામ પણ ઉમેરાશે. ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક સૌરવ ગાંગુલીના (Sourav Ganguly) જીવન પર પણ બાયોપિક બનવા જઈ રહી છે. આ કામ માટે લીલીઝંડી અપાઈ ચૂકી છે.

મળતી વિગતો મુજબ સૌરવ ગાંગુલીએ પોતે જ તેમના જીવન પરની બાયોપિકને લીલી ઝંડી આપી છે. આ ફિલ્મ Viacomના બેનર હેઠળ બનશે. અલબત્ત, આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીનો રોલ કોણ ભજવશે તે અંગે સત્તાવાર રીતે કોઇ જાહેરાત થઇ નથી. પરંતુ અખબારોના અહેવાલ મુજબ રણબીર કપૂર સૌરવ ગાંગુલીના રોલ ભજવે તેવી શક્યતા છે. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં સૌરવ ગાંગુલીએ ઋતિક રોશન પોતાના મનપસંદ કલાકાર હોવાની વાત કહી હતી. તે પરથી એવું માની શકાય કે, ઋતિક રોશન આ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો : વડોદરા : પોલીસની 'દાદાગીરી'નો CCTV Video, વડસરમાં પાનવાળાને મારી મારીને અધમૂવો કરી નાખ્યો

News18 સાથેની વાતચીત દરમિયાન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, હા. મેં બાયોપિક માટે હા પાડી છે. આ ફિલ્મ હિન્દીમાં બનશે. પરંતુ અત્યારે નિર્દેશકનું નામ કહેવું શક્ય નથી. બધું જ વ્યવસ્થિત કરવામાં કેટલાક દિવસો લાગી જશે. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે, હાલ સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. પ્રોડક્શન હાઉસ અને સૌરવ ગાંગુલી વચ્ચે અનેક બેઠકો થઈ ચૂકી છે. તેમની બાયોપિક બનશે તે વાત તો ફાઈનલ છે. પરંતુ ગાંગુલીની ભૂમિકા કોણ ભજવશે? તે બાબતે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના મત મુજબ અભિનેતાનું નામ પણ ફાઇનલ છે. સૌરવ ગાંગુલીની ભૂમિકામાં રણબીર કપૂર હોટ ચોઇસ છે. ગાંગુલીએ જ રણબીરનું નામ લીધું છે. જોકે આ યાદીમાં અન્ય બે કલાકારો પણ સામેલ છે.

આ પણ વાંચો : સુરત : બેફામ TRB જવાનની દાદાગીરીનો Viral Video, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી
અહીં નોંધનીય છે કે, છેલ્લા થોડા વર્ષોમાં રમત અને રમતવીરો પર બાયોપિક બનાવવાનું ચલણ વધી રહ્યું છે. એમ એસ ધોની, મોહમ્મદ અઝરુદ્દીન, મિલ્ખાસિંહ, મેરી કોમ, સંદિપ સિંહ પર બાયોપિક બની ચૂકી છે. તાજેતરમાં જ સાઈના નેહવાલ અને 1983નો વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ પર પણ બની હતી. આવી સ્થિતિમાં સૌરવ ગાંગુલીના કેરિયર પર બનેલી ફિલ્મ દર્શકોને આકર્ષિત કરી શકે છે.
First published: July 13, 2021, 10:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading