કરીનાને ત્યાં આવનારા મેહમાન માટે જ્યોતિષીઓની ભવિષ્યવાણી, જણાવ્યું દીકરી થશે કે દીકરો?

News18 Gujarati
Updated: February 19, 2021, 10:06 AM IST
કરીનાને ત્યાં આવનારા મેહમાન માટે જ્યોતિષીઓની ભવિષ્યવાણી, જણાવ્યું દીકરી થશે કે દીકરો?
(PHOTO: Instagram @kareenakapoorkhan)

કરીના કપૂર ખાનની ડિલીવરીનો (Kareena Kapoor Khan delivery) સમય એકદમ નજીક છે ગમે ત્યારે તેને ત્યાં બાળકનો જન્મ થઇ શકે છે. બીજા બાળક માટે ગિફ્ટ આવવાની શરૂ થઇ ગઇ છે. ફેન્સ જ્યાં વિચારી રહ્યાં છે કે, કરીના કોને જન્મ આપશે દીકરાને કે દીકરીને.. ત્યારે એક જ્યોતિષી (Astrologer)એ ભવિષ્યવાણી પણ કરી દીધી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સામાન્ય માણસ હોય કે કોઇ ખાસ સેલિબ્રિટી હોય સૌ કોઇ માટે માતા બનવાનો અહેસાસ ખાસ હોય છે. બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)બીજી વખત માતા બનવાં જઇ રહી છે. ઘરવાળાની સાથે સાથે તેનાં ફએન્સ પણ આવનારા મેહમાન માટે ઘણી એક્સાઇટેડ છે. સોશિયલ મીડિયા (Social Media) પર એવી ચર્ચાઓ છે કે, કરીના બાળકને જન્મ આપવાં હોસ્પિટલમાં એડમિટ છે. પણ કરીનાની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી આ પૂરાવા છે કે તે ઘરે છે. કરીનાની ડિલીવરી (Kareena Kapoor Khan Delivery) પહેલાં જ તેનાં બીજા બાળક માટે ગિફ્ટ આવવાની શરૂ થઇ ગઇ છે. ફેન્સ જ્યાં હાલમાં એવાં કયાસ લગાવી રહ્યાં છે કે તે કોને જન્મ આપશે.. દીકરાને કે દીકરીને.. તો એક જ્યોતિષ (Astrologer)એ ભવિષ્યવાણી કરી દીધી છે.

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નાં બીજા બાળક માટે એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી છે. આ તે જ્યોતિષ છે જેણએ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં ઘરે આવેલી નાનકડી પરી માટે ભવિષ્યવાણી કરી હતી. જ્યોતિષીઓ મુજબ, આ વખતે કરીના એક દીકરીની માતા બનશે.

કરીનાએ ઓગસ્ટ 2020માં ફેન્સની સાથે પ્રેગ્નેન્સીની ખુશખબરી શેર કરી હતી. પહેલા કહેવામાં આવતું હતું કે કરીના ફેબ્રુઆરીનાં બીજા અઠવાડિયામાં બાળકને જન્મ આપવાની છે. પણ હવે સમય આગળ ગયો છે અને કોઇ પણ સમયે બીજા બાળકને જન્મ આપી શકે છે.

ગુરુવારનાં સૈફ અલી ખાનનાં હાથમાં કંઇક રમકડાં હતાં અને તે તેનાં ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો. સૈફ અલીખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તો ફેન્સ પણ બેબી અંગે ઘણાં કયાસ લગાવી રહ્યાં છે.

ડિલીવરી પહેલાં તેનાં ઘે ફેન્સ પિંક અને બ્લૂ કલરની પેકિંગ વાળું ગુડીઝ મોકલી રહ્યાં છે. કરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી છે. આપને જણાવી દઇએ કે, પહેલાં એવાં સમાચાર હતાંકે કરીના વેલેન્ટાઇન્સ વીકમાં તેનાં બાળકને જન્મ આપશે પણ જ્યારે તે ડોક્ટરની ક્લીનીકમાંથી હસતી બહાર આવી તો તેની તસવીરોએ જ સ્પષ્ટ કરી દીધુ હતું કે હજુ તેની ડિલીવરીને સમય છે.
Published by: Margi Pandya
First published: February 19, 2021, 9:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading