Happy Birthday: 'ફૂકરે'નાં ચૂચાથી 'છિછોરે' નાં સેક્સા સુધી દરેક કિરદારમાં ફેમસ છે વરૂણ શર્મા

News18 Gujarati
Updated: February 4, 2021, 12:46 PM IST
Happy Birthday: 'ફૂકરે'નાં ચૂચાથી 'છિછોરે' નાં સેક્સા સુધી દરેક કિરદારમાં ફેમસ છે વરૂણ શર્મા
વરૂણ શર્માનો આજે જન્મ દિવસ

'ફૂકરે', 'છિછોરે' સિવાય તેણે 'રબ્બા મેં ક્યા કરું', 'ડૉલી કી ડોલી', 'વોર્નિંગ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે વરુણ બોલિવૂડનો નવો કોમેડિયન છે. વરુણનું બાળપણ જલંધરમાં વીત્યું હતું.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત બોલિવૂડ એક્ટર વરૂણ શર્મા (Varun Sharma) આજે પોતાનો 31મો જન્મદિવસ (Happy Birthday) ઉજવી રહ્યો છે. વરુણનો જન્મ 4 ફેબ્રુઆરીએ પંજાબના જલંધરમાં થયો હતો. વરૂણે તેની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'ફૂકરે' (Fukrey) થી કરી હતી. બોલિવૂડ ફિલ્મોમાં સહ-અભિનેતા અને કોમેડિયનની ભૂમિકા નિભાવનાર વરૂણ શર્માએ (Happy Birthday Varun Sharma) પોતાની અદાકારીથી દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. એમાં 'ફૂકરે' નો ચૂચો હોય કે પછી 'છિછોરે' (Chhichhore) ને સેકસા. તેણે પોતાની અભિનયથી દરેક પાત્રને જીવંત બનાવ્યું છે. ફુકરેમાં તેના કોમિક ટાઈમિંગના કારણે ટીકાકારોએ તેની પ્રશંસા કરવામાં આવી હતી.

'ફૂકરે', 'છિછોરે' સિવાય તેણે 'રબ્બા મેં ક્યા કરું', 'ડૉલી કી ડોલી', 'વોર્નિંગ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે વરુણ બોલિવૂડનો નવો કોમેડિયન છે. વરુણનું બાળપણ જલંધરમાં વીત્યું હતું. તમને જણાવી દઈએ કે વરુણના ઘરમાં અભિનયની દુનિયા સાથે કોઈનો સંબંધ નથી. વરુણે પ્રારંભિક શિક્ષણ સંવરની લોરેન્સ સ્કૂલમાંથી લીધું. તેમજ માધ્યમિક શિક્ષણ એપીજે સ્કૂલમાંથી મેળવ્યું. મનોરંજન અને ફિલ્મ ટેકનોલોજીમાં સ્નાતક વરૂણ શર્માને શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પંજાબ સરકાર દ્વારા આઇકન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.

પરિવારની વાત કરીએ તો વરુણ તેની માતા અને બહેનને ખૂબ જ ચાહે છે. મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં વરુણે કહ્યું હતું કે 'કૃતિ સેનન મારી નજીકની મિત્ર છે. હું અને તે ભાઈ-બહેન નહીં પણ ભાઈઓની જેમ રહીએ છીએ. હું તેને ભાઈ કહીને પણ બોલાવું છું. હું ભાગ્યશાળી છું કે કૃતિ મારી જિંદગીમાં ભાઈ, બહેન અને દોસ્ત જેવી છે. તે મારા બધા રહસ્યો જાણે છે.' ઉલ્લેખનીય છે કે, વરુણ શર્મા અને કૃતિ સેનન 'દિલવાલે' અને 'રાબતા' ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે કોમેડી ફિલ્મ 'અર્જુન પટિયાલા'માં પણ કામ કર્યું છે.

વરૂણ સ્વભાવથી ખૂબ ભાવનાશીલ છે. બોલિવૂડના ઘણા સેલેબ્સની મેનેજર રહી ચૂકેલી દિશા સલિયાનની આત્મહત્યા અંગેની જાણ થતાં વરૂણ શર્માએ ટ્વીટ કરીને દિશા સાથે એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે 'હું નિ:શબ્દ છું, આ બિલકુલ સાચું નથી લાગતું'. ઉપરાંત વરુણે ફિલ્મ છિછોરેને એક વર્ષ પૂર્ણ થતા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી હતી. વરૂણ 'છિછોરે'માં સુશાંતનો કો-સ્ટાર રહ્યો છે. આ સુશાંતની છેલ્લી ફિલ્મ હતી, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મહત્વનું છે કે વરુણે તેની મહેનત અને અભિનય પ્રતિભાને કારણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. અમારી ટીમ તરફથી વરુણ શર્માને જન્મદિવસની શુભકામના.
Published by: Margi Pandya
First published: February 4, 2021, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading