ટાઇગર-દિશાએ લોકડાઉનમાં માણી લોન્ગ ડ્રાઇવ, ખબર પર ભડકી મા આયશા શ્રોફ

News18 Gujarati
Updated: June 3, 2021, 9:38 AM IST
ટાઇગર-દિશાએ લોકડાઉનમાં માણી લોન્ગ ડ્રાઇવ, ખબર પર ભડકી મા આયશા શ્રોફ
(PHOTO: Instagram:viralbhayani)

હાલમાં જ મુંબઇ પોલીસનાં એક અધિકારીએ ટાઇગર શ્રોફ (Tiger Shroff) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર દિશા પટની (Disha Patani) અને ટાઇગર શ્રોફનાં લોકડાઉન વચ્ચે ફરવા જવાની ખબર પર ટાઇગર શ્રોફની માતા આયશા શ્રોફ (Ayesha Shroff) ભડકી હતી

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patani) તે સમયે ચર્ચામાં આવી ગયા. જ્યારે મુંબઇ પોલીસે મંગળવારે બંનેને રોક્યા હતાં. કહેવામાં આવ્યું કે, બંને સાથે લોન્ગ ડ્રાઇવ પર હતાં. એવામાં સાર્વજનિક સ્થળ પર વગર કોઇ માન્ય કારણ વગર ફરવા માટે અને લોકડાઉનનાં નિયમોનું ઉલ્લંઘન કરવાનાં આરોપમાં ટાઇગર શ્રોફ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ થયો છે. હાલમાં જ મુંબઇ પોલીસનાં એક અધિકારીએ ટાઇગર શ્રોફ (Tiger Shroff) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર દિશા પટની (Disha Patani) અને ટાઇગર શ્રોફનાં લોકડાઉન વચ્ચે ફરવા જવાની ખબર પર ટાઇગર શ્રોફની માતા આયશા શ્રોફ (Ayesha Shroff) ભડકી હતી

ટાઇગર શ્રોફ, વિરુદ્ધ મુંબઇ પોલીસમાં કેસ દાખલ કર્યો છે. કેસ બાદ સોશિયલ મીડિયા પર પણ તે અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ટાઇગર શ્રોફ પર કેસ દાખલ કેસ અંગે જાણકારી આપતાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતુંત કે, 'એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટની મંગળવારનાં ડ્રાઇવ પર ગયા હતાં. જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે બંને કથિત રીતે જીમથી પરત આવી રહ્યાં હતાં. જ્યાં એક ઘટના ઘટી. કોરોના લોકડાઉનનાં નિયમનાં ઉલ્લંઘન અંગે તેમનાં વિરુદ્ધ એક FIR દાખલ કરી છે. આ સાચુ છે કે, ખોટુ તે અંગે આપનું શું કહેવું છે.'

સેલિબ્રિટી ફોટોગ્રાફરની આ પોસ્ટ પર ટાઇગર શ્રોફની મા આયશા શ્રોફે પણ પ્રતિક્રિયા આપી છે. પોસ્ટ પર કમેન્ટ કરતાં આયશા શ્રોફે લખ્યું છે કે, 'આપના ફેક્ટ ચેક કરી લો ડિયર. તેઓ ઘરે જઇ રહ્યાં હતાં અને રસ્તામાં પોલીસ આધારકાર્ડ ચેક કરી રીહ હતી. આ સમયમાં ફરવામાં કોઇને રસ હોતો નથી. કૃપ્યા એવી વાતો કહેતા પહેલાં તથ્ય જાણી લો. ધન્યવાદ.'મુંબઇ પોલીસે કોવિડ નિયમોનાં ઉલ્લંઘન અંગે ટાઇગર શ્રોફ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેનાં પર માહિતી આપતાં પોલીસે કહ્યું કે, મુંબઇમાં બપોરનાં બે વાગ્યા બાદ કોઇ પણ વગર કારણ વગર ફરી શકે નહીં. આમ ફરવા પર પાબંદી છે. પણ તે ટાઇગર શ્રોફ લોકડાઉન છતા સાંજ સુધી બાન્દ્રા બસ સ્ટેન્ડ પાસે ફરતો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, તેનાં વિરુદ્ધ આઇપીસીની કલમ 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Published by: Margi Pandya
First published: June 3, 2021, 9:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading