સુશાંત કેસઃ NCBએ ફાઇલ કરી 30 હજાર પાનાની ચાર્જશીટ, રિયા ચક્રવર્તી-શૌવિક મુખ્ય આરોપી

News18 Gujarati
Updated: March 5, 2021, 1:36 PM IST
સુશાંત કેસઃ NCBએ ફાઇલ કરી 30 હજાર પાનાની ચાર્જશીટ, રિયા ચક્રવર્તી-શૌવિક મુખ્ય આરોપી
સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી (ફાઇલ તસવીર)

30 હજાર પાનાની ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદન પણ જોડવામાં આવ્યા

  • Share this:
આનંદ તિવારી, મુંબઈ. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલામાં ડ્રગ્સ એન્ગલ (Drugs Angle)ની તપાસ કરનારી નારકોટિકલ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શુક્રવારે મુંબઈની NDPS કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. 30 હજાર પાનાની ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદન પણ જોડવામાં આવ્યા છે. પાંચ આરોપી ફરાર ગણાવવામાં આવ્યા છે, જ્યારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી મુખ્ય આરોપી છે.

આ ઉપરાંત રિયાના નજીકના અનેક ડ્રગ્સ પેડલર સપ્લાયરના નામ પણ ચાર્જશીટમાં આરોપી તરીકે સામેલ છે. ડ્રગ્સ ઉપરાંત જપ્ત કરવામાં આવેલા ઇલેક્ટ્રનિક ઉપકરણોના રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, સાક્ષીઓના નિવેદનના આધાર પર આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો, મિસ્ટ્રી બની બુમરાહની દુલ્હન! સાઉથની એક્ટ્રેસ બાદ સામે આવ્યું મયંતી લેંગરની ફ્રેન્ડનું નામNCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આ ચાર્જશીટ કોર્ટ લઈને પહોંચશે. NCBના સૂત્રો મુજબ, આ મુખ્ય ચાર્જશીટના ત્રણ મહિના બાદ NCB એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી શકે છે. જેમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરના નામ સામેલ થઈ શકે છે. તેમની વિરુદ્ધ પણ NCBને અનેક પુરાવા મળ્યા હતા જેની તપાસ  હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે ચાર્જશીટ 16/ 2020 કમ્પલેંટ કેસ મામલામાં દાખલ થઈ રહી છે.

ગયા વર્ષે જૂન મહિનામાં સુશાંતનું થયું હતું નિધન

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂન મહિનામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. શરૂઆતમાં આ મામલાને માત્ર આત્મહત્યા જ માનવામાં આવી હતી. જોકે સુશાંતના પરિવાર તરફથી કરવામાં આવેલી ફરિયાદ બાદ આ મામલાને સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ખાસ તપાસ માટે બિહાર પોલીસની વિશેષ ટીમ મુંબઈ મોકલી હતી.

આ પણ જુઓ, Viral Video- ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ ગીત પર મન મૂકીને નાચ્યા ફારૂક, કેપ્ટનને પણ કર્યો ડાન્સ

આ મામલામાં ડ્રગ્સ એન્ગલ આવ્યા બાદ અનેક અભિનેતા અને અભિનેત્રીઓ સુધી NCBનો સકંજો પહોંચ્યો. રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત અનેક લોકોને જેલ થઈ. આ મામલામાં જે ડ્રગ પેડલર્સના નામ આવ્યા હતા, તે પૈકી અનેક હજુ પણ જેલના સળીયા પાછળ છે.
Published by: Mrunal Bhojak
First published: March 5, 2021, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading