શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે આંબાનાં ઝાડ પર લટકીને કરી કસરત, VIDEO VIRAL

News18 Gujarati
Updated: May 22, 2021, 10:57 AM IST
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે આંબાનાં ઝાડ પર લટકીને કરી કસરત, VIDEO VIRAL
(photo credit: instagram/@mira.rajput)

મીરા રાજપૂતની ફિટનેસ (Mira Rajput's Video) હમેશાંથી ચર્ચામા છે. તેની ફિટનેસ જોઇ કોઇને પણ વિશ્વાસ ન થાય કે, તે બે બાળકોની માતા હશે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં મીરા (Mira Rajput) આંબાનાં ઝાડ પર લટકીને એક્સરસાઇઝ કરતી નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor)ની પત્ની મીરા રાજપૂત (Mira Rajput Kapoor) ફિલ્મોથી દૂર છે પણ લાઇમલાઇટથી દૂર નથી. સોશિયલ મીડિયા પર મીરા ખુબજ એક્ટિવ છે. અને તેની ફેનફોલોઇંગ પણ ઘણી જ મોટી છે. જે તેની દરેક પોસ્ટ પર નજર આવે છે. ખાસ કરીને મીરા જ્યારે તેની ફિટનેસની તસવીરો અને વીડિયો (Mira Rajput's Video) શેર કરે છે ત્યારે તેનાં પર લાઇક્સ અને કમેન્ટ્સની ભરમાર જોવા મળે છે.

મીરા રાજપૂતે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જે તેનાં ફેન્સમાં પોપ્યુલર છે. વીડિયોમાં મીરા રાજપૂતે તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે જેમાં તે એક આંબાનાં ઝાડ પર લટકીને એક્સરસાઇઝ કરતી નજર આવે છે. આ વીડિયોમાં મીરા રાજપૂત એક વખત ફરી ફિટનેસ ગોલ્સ સેટ કરતી નજર આવી રહી છે. મીરા રાજપૂતનો આ વર્ક આઉટ વીડિયો જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.

આ વીડિયો શેર કરતાં મીરા રાજપૂતે લખ્યું છે, 'કંઇક નવું ટ્રાય કર્યું છે. નો એક્સક્યૂઝ' તેનાં આ વીડિયો દ્વારા મીરાએ તેનાં તમામ ફેન્સને આ વાતની શીખ આપી છે. પરિસ્થિતિ જે પણ હોય, ફિટનેસનું ધ્યાન રાખવું જરૂરી છે. તેથી કોઇપણ સ્થિતિમાં એક્સરસાઇઝ કરવી જરૂરી છે. જેમાં કોઇ જ પ્રકારનાં બહાના કામ નહીં આવે.
જોકે આ પહેલી વખત નથી જ્યારે મીરા રાજપૂતે તેની ફિટનેસથી ફેન્સને ચોાકવી દીધા હોય. આ પહેલાં પણ ઘણી વખત મીરા તેનાં ફિટનેસ વીડિયો શેર કરી ચૂકી છે. મીરાનાં આ વીડિયોનાં ઘણાં યૂઝર્સે વખાણ કર્યાં છે. તેનાં ફિટનેસ વીડિયોનાં વખાણ કરી રહ્યાં છે.
Published by: Margi Pandya
First published: May 22, 2021, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading