રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ : મુંબઈ ક્રાઇમ બ્રાંચની પૂછપરછ સમયે 4 વખતી રડી પડી શિલ્પા શેટ્ટી

News18 Gujarati
Updated: July 24, 2021, 11:07 PM IST
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ : મુંબઈ ક્રાઇમ બ્રાંચની પૂછપરછ સમયે 4 વખતી રડી પડી શિલ્પા શેટ્ટી
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ : મુંબઈ ક્રાઇમ બ્રાંચની પૂછપરછ સમયે 4 વખતી રડી પડી શિલ્પા શેટ્ટી (Photo: News18)

શિલ્પા શેટ્ટીએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને એ પણ જણાવ્યું કે આ આખા મામલાના કારણે તેની ઇમેજને ઘણો ધક્કો લાગ્યો છે. તેના હાથમાંથી ઘણી બ્રાંડ્સ અને કોન્ટ્રાક્ટ પણ ચાલ્યા ગયા છે

  • Share this:
મુંબઈ : પોર્નોગ્રાફી મામલામાં (Pornography Case)રાજ કુન્દ્રાની (Raj Kundra) સંડોવણી પછી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)બંગલા પર છાપેમારી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે શિલ્પા શેટ્ટીનું સ્ટેટમેન્ટ પણ નોંધ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના મતે આખા સ્ટેટમેન્ટ દરમિયાન શિલ્પા શેટ્ટી 3 થી 4 વખત રડી પડી હતી. શિલ્પા શેટ્ટીએ આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને એ પણ પૂછ્યું કે તમે બતાવો શું રાજ કુન્દ્રાએ આવું (પોર્નોગ્રાફી) કામ કર્યું છે?

આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને એ પણ જણાવ્યું કે આ આખા મામલાના કારણે તેની ઇમેજને ઘણો ધક્કો લાગ્યો છે. તેના હાથમાંથી ઘણી બ્રાંડ્સ અને કોન્ટ્રાક્ટ પણ ચાલ્યા ગયા છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે વિયાન ઇન્ડસ્ટ્રીઝમાં શેર હોલ્ડિંગમાં ભાગીદારીને લઇને રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને 2 થી 3 વખત એકબીજા સામે બેસાડીને પૂછપરછ પણ કરી હતી.

આ પણ વાંચો - રાજ કુન્દ્રા કરવાનો હતો ઇન્ટરનેશનલ ડીલ, 121 પોર્ન વીડિયોને 8.93 કરોડમાં વેચવાની હતી તૈયારી

પોર્નોગ્રાફી મામલામાં ક્રાઇમ બ્રાંચે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને ઘણા સવાલ કર્યા

- શું તમને હોટશોટ વિશે ખબર છે. તેને કોણ ચલાવે છે?
- હોટશોટના વીડિયો કન્ટેન્ટ વિશે શું તમે કશું જાણો છો?- શું ક્યારેય તમે હોટશોટના કામકાજમાં સામેલ થયા છો?
- શું ક્યારે પ્રદીપ બક્સી (રાજ કુન્દ્રાના જમાઇ) સાથે હોટશોટની વાતચીત થઇ છે?
- તમે વિયાન કંપનીમાંથી 2020માં કેમ નીકળી ગયા, જ્યારે કંપનીમાં તમારી ઘણી ભાગીદારી હતી?

- શું તમને વિયાન અને કેમરિન વચ્ચે પૈસાના વ્યવહારની જાણકારી છે?
- પોર્ન વીડિયોને લંડન મોકલવા કે અપલોડ કરવામાં ઘણી વખત વિયાનની ઓફિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની તમને જાણકારી છે?
- શું તમને રાજ કુન્દ્રાના બધા કામકાજની જાણકારી છે કે તે કયા-કયા કામ કરે છે? તેમના બિઝનેસ શું છે?
Published by: Ashish Goyal
First published: July 24, 2021, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading