સિંગર રાહુલ વૈદ્ય અને દિશા પરમારે લીધા અગ્નિનાં સાત ફેરા, VIDEO VIRAL

News18 Gujarati
Updated: July 16, 2021, 5:58 PM IST
સિંગર રાહુલ વૈદ્ય અને દિશા પરમારે લીધા અગ્નિનાં સાત ફેરા, VIDEO VIRAL
Photo-Instagram

દૂલ્હેરાજાનાં લિબાસમાં રાહુલ વૈદ્ય (Rahul Vaidya) જામતો હતો. તો લાલ જોડામાં દુલ્હન બનેલી દિશા પરમાર (Disha Parmar) અપસરા જેવી લાગતી હતી. ભવ્ય રૂપથી સજાવેલાં મંડપમાં પરિવારની હાજરીમાં દુલ્હા દુલ્હને અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લીધા જેનો વીડિયો સામે આવ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર અને બિગ બોસ 14 રનરઅપ કન્ટેસ્ટંટ રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર (Disha Parmar)એકબીજનાં થઇ ગયા. દૂલ્હેરાજાનાં લિબાસમાં રાહુલ વૈદ્ય (Rahul Vaidya) જામતો હતો. તો લાલ જોડામાં દુલ્હન બનેલી દિશા પરમાર (Disha Parmar) અપસરા જેવી લાગતી હતી. ભવ્ય રૂપથી સજાવેલાં મંડપમાં પરિવારની હાજરીમાં દુલ્હા દુલ્હને અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લીધા જેનો વીડિયો સામે આવ્યો છે. બંનેનાં લગ્ન મુંબઇમાં કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને થયા છે. લગ્નમાં રાહુલનાં તમામ મિત્રોએ એક જેવા જ કપડાં પહેર્યાં છે

આ પણ વાંચો- 'બાલિકા વધૂ' ફેઇમ સુરેખા સીકરીનું નિધન, 75ની ઉંમરમાં દુનિયાને કહી અલવિદા

સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભયાણીએ રાહુલ અને દિશાનાં ફેરાનો એક વીડિયો શેર કર્યો છે. થોડા સમય પહેલાં જ શેર કરવામાં આવ્લો આ વીડિયોમાં રાહુલને લગ્નની શુભકામનાઓ ફેન્સ આપી છે. ફેન્સે કમેન્ટ બોક્સમાં ફાયર અને દિલ ઇમોજી શેર કરી વધામણાં આપ્યાં છે.

રાહુલે લગ્નમાં ઓફ વ્હાઇટ કલરની શેરવાની પહેરી હતી. જેની સાથે તેને ગોલ્ડન પાઘડી પહેરી હતી તો દિશા પરમારે લાલ રંગની સિલ્વર હેવી વર્ક વાળો લહેંગો પહેર્યો હતો. દિશા ગોલ્ડન રંગનાં કલીરે, લાલ રંગનાં ચૂડા અને લાઇટ જ્વેલરીમાં ઘણી જ સુંદર લાગતી હતી.
રાહુલ વૈદ્ય અને દિશા પરમારનાં લગ્નનાં મંડપની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે જેમાં બંને એકબીજાને પરિવાર અને મિત્રોની હાજરીમાં દિશાએ પહેલાં રાહુલને વીટીં પહેરાવી. પછી રાહુલે દિશાને ઘુંટણીયે બેસીને વીંટી પહેરાવી. આ દરમિયાન બંને ખુબજ ખુશ હતાં. આ વિધી બાદ બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી.
Published by: Margi Pandya
First published: July 16, 2021, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading