ફરી એક વખત માનવતાની મિસાલ બન્યો SONU SOOD, ફ્રીમાં ઘરે પહોંચાડશે ઓક્સીજન કન્સન્ટ્રેટર

News18 Gujarati
Updated: May 17, 2021, 10:31 AM IST
ફરી એક વખત માનવતાની મિસાલ બન્યો SONU SOOD, ફ્રીમાં ઘરે પહોંચાડશે ઓક્સીજન કન્સન્ટ્રેટર
સોનૂ સૂદે કરી દિલ્હી વાસીઓની મદદ

માનવતાની મિસાલ બની ચુકેલાં સોનૂ સૂદે આ પહેલાં પણ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે દિલ્હી વાસીઓ માટે ઓક્સીજન કંસંટ્રેટર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોનાકાળમાં જરુરિયાતમંદોની મદદ માટે ઘણાં સ્ટાર્સે હાથ લંબાવ્યો છે. પણ આજે જે એક્ટરનું નામ સૌના મોઢે છે તે છે સોનૂ સૂદ (Sonu Sood) તેનાં નેક કામોની કલગીમાં હવે વધુ એક છોગુ ઉમેરાઇ ગયું છે.

કોરોના કાળમાં જરૂરિયાતમંદોની મદદ માટે તતપર રહેનારા સોનૂ સૂદે ફ્રાન્સ અને અન્ય ઘણાં દેશોમાંથી ઓક્સીજન મંગાવ્યો છે. ખુદ તેણે આ જાણકારી તેનાં ટ્વિટર પર શેર કરેલાં વીડિયોમાં આપી છે. આ વીડિયોમાં ઓક્સીજનનાં ઘણાં કન્ટેનર્સ જોઇ શકાય છે. આ વીડિયોની કેપ્શનમાં સોનૂ લખે છે. ઓક્સીજન રસ્તામાં છે. આ વીડિયો સામે આવ્યાનાં ગણતરીનાં મિનિટોમાં વાયરલ થઇ ગયો છે.

માનવતાની મિસાલ બની ચુકેલાં સોનૂ સૂદે આ પહેલાં પણ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે દિલ્હી વાસીઓ માટે ઓક્સીજન કંસંટ્રેટર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. વીડિયોમાં તે કહે છે કે, 'સમય પર ઓક્સીજન ન મળવા પર ઘણાં લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે. અમારી પાસે સૌથી વધુ કેસ દિલ્હીથી આવ્યાં છે અને આપણે સૌથી વધુ દિલ્હીનાં લોકોને ગુમાવ્યાં છે.'
આજ કારણ છે કે, સોનૂ સૂદે એક નંબર જાહેર કર્યો છે. જેનાં પર જો ફોન કરવામાં આવે છે તો, કોઇને કોઇ તેનાં તરફથી જે તે વ્યક્તિનાં ઘરે ઓક્સીજન સિલેન્ડર આપી જશે. આ સાથે જ તેણે લોકોને અપીલ કરી છે કે, કામ પૂર્ણ થયા બાદ તેને પરત કરી દે. તેથી અન્ય કોઇનો જીવ પણ બચાવી શકાય.

તેણે દિલ્હીનાં નાગરીકોને 022-61403615 (Missed Call Number) પર કોલ કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાં કહો. અને હવે તેઓ દિલ્હી ઉપરાંત દેશભરમાં લોકોની મદદ માટે આવવાનાં છે. ખરેખરમાં સોનૂ સુદ દ્વારા શરૂ કરવામાં આવેલાં આ અભિયાનનાં જેટલાં વખાણ કરવામાં આવે તે ઓછા છે.
Published by: Margi Pandya
First published: May 17, 2021, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading