સુનીલ શેટ્ટીની બિલ્ડિંગને BMCએ કરી સીલ, COVIDનાં વધતા કેસ જોઇ ઉઠાવ્યું પગલું

News18 Gujarati
Updated: July 12, 2021, 2:01 PM IST
સુનીલ શેટ્ટીની બિલ્ડિંગને BMCએ કરી સીલ, COVIDનાં વધતા કેસ જોઇ ઉઠાવ્યું પગલું
PHOTO-Instagram

સુનીલ શેટ્ટી (Suniel Shetty's Building Seal) જે ઇમારતમાં રહે છે., તેમાં એક સાથે કોરોના વાયરસનાં ઘણાં બધા કેસ સામે આવ્યાં છે. જેને કારણે BMC દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આ વાતની જાણકારી ખુદ BMCનાં સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે આપી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી (Suniel Shetty) સાઉથ મુંબઇમાં જે બિલ્ડિંગમાં રહે છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે. એક્ટરની બિલ્ડિંગને BMC દ્વારા સીલ કરવામાં આવી છે. સુનીલ શેટ્ટી (Suniel Shetty's Building Seal) જે ઇમારતમાં રહે છે. તેમાં એખ સાથે કોરોનાનાં ઘણાં કેસ સામે આવ્યાં છે. જેને કારણે BMC દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આ વાતની જાણકારી ખુદ BMCનાં સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે આપી છે.

સાથે જ તેણે આ પણ સ્પષ્ટ કર્યું છે કે, એક્ટરનો આખો પરિવાર સુરક્ષિત છે. ANI દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટમાં લખ્યું છે, 'BMCએ સાઉથ મુંબઇનાં અલ્ટામાઉન્ટ રોડ સ્થિત 'પૃથ્વી અપાર્ટમેન્ટ'ની ઇમારતને સીલ કરી દીધુ છે. બિલ્ડિંગમાં કેટલાંક લોકો કોરોના વાયરસથી પોઝિટિવ આવી ગયા છે. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી ઇમારતમાં રહે છે. જોકે સુનીલ શેટ્ટીનો આખો પરિવાર સુરક્ષિત છે.'સુનીલ શેટ્ટીને તેની શાનદાર ફિટનેસ માટે ઓળખવામાં આવે છે. હાલમાં જ તેણે તેની એક જૂની તસવીર શેર કરી છે. એક્ટરની આ ફોટો તે દિવસોની છે જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં નવો નવો હતો. ફોટોમાં સુનીલ શેટ્ટી સ્લીવલેસ જેકેટમાં નજર આવે છે., એક્ટરનાં ફેન, તેને તેની શાનદાર ફિટનેસ અને સ્વસ્થ જીવન શૈલી માટે ઓળખે છે.

જોકે, આ ફોટોમાં સુનીલ શેટ્ટીનાં બાયસેપ્સની જગ્યા તેના શાનદાર કેપ્શનની ચર્ચા થઇ રહી છે. એક્ટરે ફોટો કેપ્શનમાં લખ્યું કે, 'બાયસેપ દેખાડવા માટે કંઇપણ કરીશવાળા દિવસો' આ ઉપરાંત એક્ટરની દીકરી આથિયા શેટ્ટી પણ આ દિવસોમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે તેનાં રિલેશનશિપની અફવાઓ અંગે ચર્ચામાં છે.
Published by: Margi Pandya
First published: July 12, 2021, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading