રિયા ચક્રવર્તીની FIR વિરુદ્ધ SC પહોંચી સુશાંતની બહેન પ્રિયંકા, આજે થશે સુનાવણી

News18 Gujarati
Updated: March 26, 2021, 12:31 PM IST
રિયા ચક્રવર્તીની FIR વિરુદ્ધ SC પહોંચી સુશાંતની બહેન પ્રિયંકા, આજે થશે સુનાવણી
સુશાંત સિંહ રાજપૂત File Photo

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ (Priyanka Singh)એ એક્ટરની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની FIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટનાં નિર્ણયને પડકાર આપતાં તેનાં વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR રદ્દ કરવાની માંગણી કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોતને ઘણો સમય થઇ ગયો છે. જોકે, આ મામલો હજુ શાંત થયો નથી. એક્ટર 14 જૂન 2020નાં તેનાં મુંબઇ સ્થિત આવાસમાં મૃત મળી આવ્યો હતો. અને ત્યારથી એક્ટરનાં ફેન્સ તેનાં મોતનાં ગમને ભૂલાવી શક્યા નથી. આ વચ્ચે સુશાંતની બહેન પ્રિયંકા સિંહ (Priyanka Singh)એ એક્ટરની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની FIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

સુશાંતની બહેન પ્રિયંકા સિંહે સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટનાં નિર્ણયને પડકાર્યો છે અને રિયા ચક્રવર્તી દ્વારા તેનાં વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR રદ્દ કરવાની માંગણી કરી છે. રિયા ચક્રવર્તીએ 7 સ્પટેમ્બર 2020નાં મુંબઇનાં બાન્દ્રા સ્થિત પોલિસ સ્ટેશનમાં સુશાંતની બહેન મીતૂ અને પ્રિયંકા વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. જેમાં તેણે બંને પર ષડયંત્ર અને સુશાંતને પ્રતિબંધિત દવાઓ આપવાનો આરોપ લગાવ્યો હતો.

કેસ પર સુનાવણી કરતાં બોમ્બે હાઇકોર્ટે સુશાંતની બહેન મીતૂ સિંહ વિરુદ્ધ દાખલ FIR રદ્દ કરી હતી. પણ, પ્રિયંકા સિંહને તેમાં રાહત મળી ન હતી. કોર્ટે પ્રિયંકા વિરુદ્ધ દાખલ FIR માન્ય રાખી હતી. જે વિરુદ્ધ હવે પ્રિયંકા સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તેણે સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટનાં નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જેનાં પર આજે કોર્ટ સુનાવણી કરશે. એવામાં સૌ કોઇની નજર ઉચ્ચતમ ન્યાયાલયનાં નિર્ણય પર ટકેલી છે.
Published by: Margi Pandya
First published: March 26, 2021, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading