VIRAL VIDEO: ‘ચુનરી ચુનરી’ગીત પર 3 યુવતીઓએ કર્યો ડાન્સ, જોઈને તમે પણ બોલી ઉઠશો 'WOW'

News18 Gujarati
Updated: July 20, 2021, 12:01 AM IST
VIRAL VIDEO: ‘ચુનરી ચુનરી’ગીત પર 3 યુવતીઓએ કર્યો ડાન્સ, જોઈને તમે પણ બોલી ઉઠશો 'WOW'
(Video Grab Youtube)

youtube viral video- વીડિયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે, ત્રણેય યુવતીઓના સ્ટેપ્સ શાનદાર છે

  • Share this:
નવી દિલ્હી : બોલિવૂડના દબંગ સલમાન ખાન (Salman Khan) અને અભિનેત્રી સુષ્મિતા સેનની (sushmita sen)વર્ષ 1999માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બીબી નંબર-1’(Biwi No 1)'નું એક ગીત ચુનરી ચુનરી આજે પણ લોકો વચ્ચે પ્રખ્યાત છે. આ ગીત ઘણું લોકપ્રિય છે. આ ગીતનો ક્રેઝ યુવતીઓમાં એટલો જોવા મળે છે કે ઘણી યુવતીઓએ આ ગીત પર ડાન્સ કરીને પોતાના વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યા છે.

આ જ ક્રમમાં જય મા ભવાની તરફથી યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ વીડિયોમાં 3 યુવતીઓ ‘ચુનરી ચુનરી’ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. ત્રણેય યુવતીઓના સ્ટેપ્સ શાનદાર છે. જેથી આ વર્ષે જાન્યુઆરીમાં અપલોડ કરાયેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 48 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે. ત્રણેય યુવતીઓએ આ ગીત પર બેલી ડાન્સ કર્યો છે.

આ પણ વાંચો - કાર સાથે કાર ચાલક અચાનક ખાડામાં સમાઇ ગયો, જુઓ ભયાનક દ્રશ્યોનો VIDEO



જણાવી દઈએ કે સુસ્મિતા સેનની અદાઓ પર લોકો પહેલા જ ફિદા હતા અને હવે આ ગીત પર બેલી ડાન્સ જોઈને લોકો ચકિત છે. સોશિયલ મીડિયા પર ક્યારે અને કયો વીડિયો વાયરલ થઇ જાય તે કહેવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલેન્ડેટ લોકો માટે વરદાન છે. તે આસાનીથી દુનિયા સામે છવાઇ જાય છે.
Published by: Ashish Goyal
First published: July 20, 2021, 12:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading