Explained: કોરોના વાયરસ હવાથી કેવી રીતે ફેલાય છે? આ રહ્યા સંશોધકોના 10 પુરાવા


Updated: April 17, 2021, 5:10 PM IST
Explained: કોરોના વાયરસ હવાથી કેવી રીતે ફેલાય છે? આ રહ્યા સંશોધકોના 10 પુરાવા
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, પરંતુ કોરોના કેવી રીતે ફેલાય છે તે અંગે અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે

  • Share this:
કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, પરંતુ કોરોના કેવી રીતે ફેલાય છે તે અંગે અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. હવે નવા અભ્યાસ મુજબ કોરોના વાયરસ હવાથી ફેલાવતો હોવાની ચોંકાવનારી વિગત પણ સામે આવી છે. હજુ કોરોના વાયરસ અંગે ઘણા અભ્યાસ થઇ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ આ પુરાવા અધૂરા છે. ધી લેન્સેટમાં થયેલા અભ્યાસ મુજબ સાર્સ કોવ 2 વાયરસ હવાથી ફેલાતો હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.

પુરાવાથી શું સંકેતો મળ્યા?

જો હવાના કારણે વાયરસ ફેલાતો હોય તો લોકોનું સ્વાસ્થ્ય જાળવવાનો પડકાર વધુ ગાઢ બનશે. આગામી સમયમાં કોરોના સામે પગલા ભરવા વધુ ગંભીર બનવું પડશે અને લોકો પર ખતરો વધશે. જાહેર આરોગ્ય પગલાંએ તેને ધ્યાનમાં લેવાની જરૂર રહેશે.

ઇન્ડિયન એક્સપ્રેસને ઈ મેઇલના માધ્યમથી જણાવ્યું હતું કે, વારંવાર હાથ ધોવા કે સાફ સફાઈ રાખવાની બાબત પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. હવે આપણે વેન્ટિલેશન અને હવા શુદ્ધિ સહિતની બાબત પર પોસ્ટ કરવું પડશે. મોઢા ઉપર વ્યવસ્થિત ફિટ બેસે તેવું માસ્ક પહેરવું પડશે. આ ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું પડશે.

વર્તમાનનો સંશોધન પરથી અમેરિકા યુકે અને કેનેડાના છ નિષ્ણાંતોની ટીમે અલગ-અલગ 10 પુરાવા એકત્ર કર્યા હતા. આ પુરાવાના માધ્યમથી સાબિત કરી શકાય કે કોરોના વાયરસ હવાના માધ્યમથી ફેલાય છે.

કોરોના વાયરસને ફેલાવવામાં સુપર સ્પ્રેડિંગ ઇવેન્ટ મહત્વનો ભાગ ભજવે છે. સંશોધનના લેખકે કહ્યું કે, સુપર સ્પ્રેડિંગ ઇવેન્ટના કારણે મહામારી વધુ ઝડપથી ફેલાઈ છે. તે લોકોના બિહેવિયર પર પણ આધારિત છે. અલગ-અલગ જાહેર કાર્યક્રમો કે ક્રૂઝ શિપમાં જવા સહિતની આદતોના કારણે વાયરસ તીવ્ર બન્યો છે.1. કોરોના વાયરસનો લાંબા અંતરનો ફેલાવો ક્વોરેન્ટાઇન હોટલમાં રહેલા બે વ્યક્તિઓ દ્વારા પણ થાય છે. બંને એક સાથે ઉપસ્થિત હોય તેવા સંજોગોમાં આવું ટ્રાન્સમિશન થતું નથી.

2. જે લોકો ખાંસી કે છીંકથી પીડાતા નથી, તેવા લોકોથી થતું ટ્રાન્સમિશનમાં ત્રીજા ભાગનું છે. વૈશ્વિક સ્તરે વાયરસ ફેલાવવા માં આ લોકોનો હિસ્સો અંદાજીત 59% જેટલો છે. આ તમામ સંકેત પરથી જણાય છે કે વાયરસ હવાથી ફેલાય છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાના દર્દીને પહેલા દિવસથી જ ઉલ્ટા સુવાની સલાહ કેમ આપવામાં આવે છે, જાણો

3. કોરોના વાયરસ આઉટડોર કરતા ઇન્ડોર એટલે કે ઘરમાં રહેતા હોય તેવા લોકોમાં વધુ ફેલાય છે. આ બંને ઓબ્ઝર્વેશન વાયરસ હવામાનથી ફેલાતો હોવાની બાબતને ટેકો આપે છે. ઇન્ડોર વેંટીલેશનથી વાયરસનો ફેલાવો ઘટાડી શકાય છે

4. આરોગ્ય કર્મચારીઓમાં પણ વાયરસ ફેલાયો છે. આરોગ્ય કર્મચારીઓ તમામ નિયમોનું પાલન કરે છે. પીપીઈ કીટ પહેરે છે.

5. હવામાં વીસેબલ સાર્સ-કોવી -2 મળી આવ્યો છે. લેબોરેટરીમાં થયેલા પરીક્ષણમાં વાયરસ ત્રણ કલાક સુધી હવામાં જીવિત રહ્યો હતો.

6. કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તેવા દર્દીઓથી ભરેલા ઓરડામાં એએરોસોલની ગેરહાજરી જોવા મળી હતી. જેવી રીતે ઓરડામાંથી નમૂના લેવાયા હતા, એવી જ રીતે કારમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. તેમાં પણ વાયરસ ની હાજરી જણાઇ હતી.

7. એર ફિલ્ટરમાં પણ વાયરસ મળી આવ્યો હોવાનું સંશોધકો કહે છે. કોરોનાના દર્દીઓ હોય તેવા દવાખાનામાં એર ફિલ્ટરમાં વાયરસ મળી આવે છે. આવા સ્થાનોએ ફક્ત એરોસોલ્સ દ્વારા જ પહોંચી શકાય છે.

8. સંશોધનમાં ફલિત થયું છે કે, બે અલગ અલગ પાંજરામાં પુરાયેલા પ્રાણીઓ એકબીજાની સંપર્કમાં આવ્યા ન હોય તો પણ કોરોનાનું સંક્રમણ લાગે છે.

9. હવાથી કોરોના ફેલાતો નથી તે પ્રકારનો કોઈ અભ્યાસ હજુ થયો ન હોવાનું સંશોધકોનું કહેવું છે. એવું પણ બન્યું છે કે સંક્રમણ લાગ્યું હોય તેવા દર્દી સાથે રહેલા વ્યક્તિને ચેપ લાગ્યો ન હોય. જોકે આવી બાબતોમાં અન્ય ઘણા ફેક્ટર કામ કરે છે. દર્દી અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનું વાતાવરણ પણ આવી બાબતો ઉપર અસર કરે છે.

10. હવાથી વાયરસ ફેલાતો હોય તેના કરતાં અન્ય માધ્યમોથી વાયરસ ફેલાતો હોવાના પુરાવા મર્યાદિત છે.
First published: April 17, 2021, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading