લોકડાઉનમાં કેવી રીતે કારની સંભાળ રાખશો?


Updated: April 12, 2021, 5:50 PM IST
લોકડાઉનમાં કેવી રીતે કારની સંભાળ રાખશો?
કારનું રાખો ધ્યાન

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો ઘરેથી કામ કરી શકે છે. તેમજ રાત્રી કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે કારનો ઉપયોગ ન થતા ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે.

  • Share this:
કાર યોગ્ય રીતે ચાલે તે માટે તેનો ઉપયોગ કરતા રહેવું જરૂરી છે. જે સ્થળો કોરોનાના હોટસ્પોટ બન્યા છે, ત્યાં લોકડાઉન લાગી શકે છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો ઘરેથી કામ કરી શકે છે. તેમજ રાત્રી કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે કારનો ઉપયોગ ન થતા ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે.

અહીંયા કારની સાચવણી માટેના કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે.

અઠવાડિયામાં એક વાર કાર ચલાવવાનું રાખો- થોડા થોડા સમયના અંતરે કાર ચલાવવી જરૂરી છે. કાર પડી રહેવાને કારણે તેના પાર્ટ્સ બગડી શકે છે અને તેમાં અવાજ આવી શકે છે. જેના કારણે તમારે તે પાર્ટ્સ બદલવાની જરૂર રહે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થાય તે માટે થોડા થોડા સમયના અંતરે કાર ચલાવવી જરૂરી છે. વ્યસ્તતાને કારણે જો તમે કાર નથી ચલાવી શકતા તો 10-15 મિનિટ કાર ચાલુ કરીને મુકી રાખી શકો છો.

ટાયરમાં હવા ભરાવવી- કારમાં ટાયરને મેઈન્ટેઈન કરવા સૌથી મહત્વનો ભાગ છે. એક સ્થળ પર કાર પડી રહેવાને કારણે તેનો ભાર ટાયર પર આવવાથી ટાયરની હવા જતી રહે છે. ટાયરમાં નજીકના પેટ્રોલ પંપ પર અથવા પંચરની દુકાન પર હવા ભરાવતા રહેવું જોઈએ.

રોડેન્ટથી કારને બચાવવી- જો કારનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં ના આવે તો રોડેન્ટ કારને નુકસાન કરે છે. તે માટે તમારે ઉંદરડા પકડવાનું પાંજરૂ અથવા પિપરમિન્ટ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. કારનો સમયાંતરે ઉપયોગ કરવાથી તમે રોડેન્ટથી કારને બચાવી શકો છો.

જો સમતલ સપાટી પર કાર પાર્ક કરવામાં આવી છે તો પાર્કિંગ બ્રેકને બંધ રાખવી જોઈએજો હેન્ડબ્રેક, લાગી રહે તો રસ્ટિંગના કારણે બ્રેકને નુકસાન થઈ શકે છે. જો તમારી કાર સમતલ સપાટી પર પાર્ક કરવામાં આવી હોય તો હેન્ડબ્રેકનો ઉપયોગ કરવો જોઈએ, તમે તેની જગ્યાએ ટાયર સ્ટોપરનો પણ ઉપયોગ કરી શકો છો.

કારને તડકા નીચે ન રાખો- જો તમારી પાસે બંધ પાર્કિંગ સ્પેસ છે, તો ત્યાં કાર પાર્ક કરી શકાય છે. અને જો તમારી પાસે બંધ પાર્કિંગ સ્પેસ નથી તો તેવી જગ્યા પર કાર પાર્ક કરો જ્યાં સૂર્યનો તડકો સીધો ન આવતો હોય, નહીં તો તમારી કારને ડેમેજ કરી શકે છે. કારના કવરને વ્યવસ્થિત રીતે કાઢવું જોઈએ, કારણ કે યોગ્ય રીતે કવર ન કાઢવાથી કાર પર સ્ક્રેચીસ થઈ શકે છે.

કારમાં સ્વચ્છતા રાખો- અઠવાડિયામાં એક વાર તમારી કારમાંથી હવા બહાર કાઢવી જોઈએ. વેક્યુમ ક્લિનરથી સીટ અને કાર સાફ કરવી જોઈએ. જેનાથી કારમાં ઢોળાયેલ કચરો દૂર થઈ જાય છે અને તેની સ્મેલ પણ દૂર થઈ જાય છે.

ઓઈલ બદલવું જોઈએ- એન્જિન ઓઈલમાં એન્જિન સુરક્ષિત રાખતા તત્વો હોય છે, જેના કારણે એન્જિન સુરક્ષિત રહે છે અને કાર સ્મુધલી ચાલે છે. લોકડાઉનની સ્થિતિ સર્જાય તો 90 દિવસ બાદ એન્જિન ઓઈલ બદલવું જોઈએ. જેથી એન્જિનમાં કોઈ ખરાબી ના સર્જાય.

કારના અન્ય ભાગ ચેક કરવા- કારમાં ડ્રાઈવ બેલ્ટ સતત ગરમીના સંપર્કમાં આવવાને કારણે તેને નુકસાન થઈ શકે છે. તેથી તેને ચેક કરવા જોઈએ. કારની યોગ્ય રીતે તપાસ કરવી જરૂરી છે. જેથી જો શક્ય હોય તો તેને સર્વિસ કરાવવી જોઈએ. બ્રેકની તપાસ કરવા માટે ઓછી ગતિથી કાર ચલાવો, જો ઓછી ગતિથી કાર ચલાવવા માટે પણ જો કાર વધુ લોડ લે છે તો બ્રેકની તપાસ કરાવવી જોઈએ.
First published: April 12, 2021, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading