માતાએ બાળકને તરછોડ્યો, કુતરીએ પોતાનું દૂધ પિવડાવી જીવ બચાવ્યો

Parthesh Nair | News18
Updated: September 11, 2015, 5:42 PM IST
માતાએ બાળકને તરછોડ્યો, કુતરીએ પોતાનું દૂધ પિવડાવી જીવ બચાવ્યો
અમેરિકા#સાઉથ અમેરીકાના ચિલીમાં એક આશ્ચર્યચકિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાના બાળકને રસ્તા પર મરવા માટે છોડી મુક્યો હતો. ત્યારબાદ એક કતુરીએ મમતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.

અમેરિકા#સાઉથ અમેરીકાના ચિલીમાં એક આશ્ચર્યચકિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાના બાળકને રસ્તા પર મરવા માટે છોડી મુક્યો હતો. ત્યારબાદ એક કતુરીએ મમતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.

  • News18
  • Last Updated: September 11, 2015, 5:42 PM IST
  • Share this:
અમેરિકા#સાઉથ અમેરીકાના ચિલીમાં એક આશ્ચર્યચકિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાના બાળકને રસ્તા પર મરવા માટે છોડી મુક્યો હતો જોકે ત્યારબાદ એક કુતરીએ મમતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.

તમને જાણીને નવાઇ લાગશે પણ આ સત્ય છે. ચિલીના એરીકા રણમાં ગત ગુરૂવારે જેને આ દ્રશ્ય જોયુ, તેની આંખોમાં વિશ્વાસ થયો નહતો. સૈટિયાગોથી નજીક બે હજાર કિલોમીટર દૂર તે રણમાં એક કુતરીએ બે વર્ષના બાળકને પોતાનું દૂધ પીવડાવીને જીવતો રાખી રહી હતી. બાદમાં પોલીસે એ વાતને સમર્થન આપ્યું હતું.

પહેલા જ્યારે તે વ્યક્તિએ આ નજારો જોયો તો તેને વિશ્વાસ થયો નહતો અને તેને તરત જ પોલીસને આ અંગે જાણકારી આપી હતી. જે અંગે કાર્યવાહી કરતા ચિલીમાં પોલીસે કુપોષણનો ભોગ બનેલ આ બે વર્ષના બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.

કુતરી રણમાં આવેલ એક ગેરેજમાં આ બાળકનું ભરણ-પોષણ કરતી હતી. સ્થાનિક મીડિયામાં આ કુતરીનું નામ રીના બતાવવામાં આવ્યું છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, બાળકને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ બાળ કલ્યાણ વિભાગના નેજા હેઠળ મોકલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાળકને તેની માતા નશાની હાલતમાં ગેરેજ પાસે મુકી ગઇ હતી.

માતાને જ્યારે પોતાના બાળકને હોસ્પિટલમાં એડમિટ હોવાની ખબર પડી ત્યારે તે બાળકને મળવા દારૂના નશામાં ચૂર થઇને આવી હતી. હાલમાં આ બાળક સ્વસ્થ છે. ફેમેલી કોર્ટ હવે 22 સપ્ટેમ્બરના રોજ આ બાળક અંગે ફેંસલો લેશે કે આગળ તેની સંભાળ કોણ રાખશે.
First published: September 11, 2015, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading