પત્નીને મનાવવા ઘડ્યો ખતરનાક પ્લાન, જીવતા દીકરાની અર્થી સજાવી, દીકરીના ગળામાં ફંદો નાખ્યો

News18 Gujarati
Updated: August 12, 2021, 12:49 PM IST
પત્નીને મનાવવા ઘડ્યો ખતરનાક પ્લાન, જીવતા દીકરાની અર્થી સજાવી, દીકરીના ગળામાં ફંદો નાખ્યો
આરોપી સુચિત ગૌડ.

Mumbai news: મહારાષ્ટ્ર સ્થિત કુરાર પોલીસે જણાવ્યું કે, પત્નીને પરત બોલાવવા માટે વ્યક્તિએ પહેલા દીકરા પર સફેદ કફન ઓઢાડ્યું અને ઉપર માળા નાખી દીધી.

  • Share this:
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં એક વ્યક્તિએ ઝઘડા બાદ પિયર ચાલી ગયેલી પત્ની (Wife)ને મનાવવા માટે અજીબ યુક્તિ અજમાવી હતી. વ્યક્તિએ હદ વટાવતા તેના બે બાળકોનાં મોતની ખોટી કહાની (Fake story) ઘડી કાઢી હતી. ત્યાં સુધી કે વ્યક્તિએ તેની દીકરી ફાંસીએ લટકતી હોય તેમજ પુત્ર અર્થી પર પડ્યો હોય તેવી તસવીરો પણ પત્નીને મોકલી હતી. પોલીસે જણાવ્યું કે 33 વર્ષીય સુચિત ગૌડ (Suchit Gaud)ની પત્ની નારાજ થઈને પિયર ચાલી ગઈ હતી. તેણીને પરત લાવવા માટે સુચિતે આ નાટક કર્યું હતું. જોકે, પાડોશીઓના ધ્યાનમાં આ વાત આવી જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સચિતની ધરપકડ કરી ત્યારે તે દારૂના નશામાં હતો. પોલીસનું કહેવું છે કે સુચિત દારૂના નશામાં બાળકો અને પત્નીને માર મારતો હતો.

સુચિત જ્યારે તેની દીકરીના ગળામાં ફાંસીનો ફંદો નાંખી રહ્યો હતો ત્યારે આ અંગેની જાણ પાડોશીઓને થઈ હતી. હકીકતમાં સુચિતની દીકરી ડરીને બૂમો પાડવા લાગી હતી. બાળકીનો અવાજ સાંભળીને પાડોશી દોડી આવ્યા હતા. જે બાદમાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. કુરાર પોલીસે આ મામલે કેસ દાખલ કરીને સુચિતની ધરપકડ કરી લીધી છે.

Maharashtra News, Suchit Gaud
પત્નીને મનાવવા બાળકોનાં મોતનું નાટક.


પોલીસે જણાવ્યું કે પત્નીને પરત બોલાવવા માટે આ શખ્સે પહેલા તેના દીકરાને સફેદ રંગનું કફન ઓઢાડ્યું હતું અને તેના પર ફૂલોની માળા નાંખી દીધી હતો. આઠ વર્ષનો દીકરો પિતાના કહેવા પર કંઈ બોલ્યો ન હતો અને શાંતિથી ઊંઘી રહ્યો હતો. જોકે, સુચિતની દીકરી શાંત રહી ન હતી. જેવો સુચિતે તેની 13 વર્ષની દીકરીના ગળામાં ફંદો નાખ્યો કે તેણી બૂમાબૂમ કરવા લાગી હતી.

આ પણ વાંચો: 13 ઓગસ્ટથી સતત ચાર દિવસ સુધી બેંક રહેશે બંધ, ફટાફટ જાણી લો યાદી

નશામાં હતો આરોપીઆ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રકાશે બેલે જણાવ્યું કે, ગૌડ દારૂના નશામાં બાળકો અને પત્નીને માર મારતો હતો. બે વર્ષ પહેલા પત્ની ગામ ચાલી ગઈ હતી. થોડા દિવસ પછી ગૌડ ગામડે ગયો હતો અને બાળકોને લઈને મુંબઈ આવી ગયો હતો. પાડોશીઓએ જણાવ્યું કે, બાળકીની બૂમાબૂમ સાંભળ્યા બાદ જ્યારે તેઓ ઘરમાં પહોંચ્યાં ત્યારે ગૌડ બાળકીના ગળામાં ફંદો નાખીને ઊભો હતો અને નીચેની ડોલ હટાવવા જતો હતો. પાડોશીઓએ ગૌડને આવું કરતા અટકાવ્યો હતો.

પાડોશીઓએ આ અંગે પોલીસને ફરિયાદ કરી તો ગૌડે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે જ્યારે ગૌડની ધરપકડ કરી ત્યારે તે દારૂના નશામાં હતો. બાદમાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને ત્રણ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: August 12, 2021, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading