સંશોધન: બ્રેકઅપ થયા પછી પણ અડધાથી વધારે લોકો જૂના પાર્ટનર સાથે સંબંધ બાંધવાનું ચાલું રાખે છે

News18 Gujarati
Updated: January 28, 2023, 7:36 PM IST
સંશોધન: બ્રેકઅપ થયા પછી પણ અડધાથી વધારે લોકો જૂના પાર્ટનર સાથે સંબંધ બાંધવાનું ચાલું રાખે છે
પ્રતિકાત્મક તસવીર

એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, 53 ટકા લોકો પોતાના પૂર્વ પાર્ટનર સાથે રાત વિતાવી રહ્યા છે. અમેરિકામાં કરવામાં આવેલા સર્વેમાં 2 હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો.

  • Share this:
કહેવાય છે કે, ક્યારેય પણ જૂના સંબંધને તો઼ડવો એટલું સહેલું નથી હોતું. ઘણી વાર એવું થાય છે કે, જ્યારે લોકો સંબંધ તોડી નાખે છે, તો સામેવાળા પર જ્યાંને ત્યાં ભડાસ ઠાલવતા હોય છે. ગાળો આપતા હોય છે. એકબીજાની સકલ નહીં જોવાની કસમો ખાતા હોય છે. પણ ઘણી વાર આવુ થતું નથી. મોટા ભાગે લોકો પોતાના જૂના સંબંધોમાંથી પીછો છોડાવી શકતા નથી. એકબીજા વગર તેમને ક્યાંય ગોઠતુ નથી. અને ફરી એક વાર તે જૂના સાથીની નજીક આવી જાય છે. અત્યાર સુધી એવું લાગતું હતું કે, એવા ઓછા લોકો હશે, પણ હાલમાં થયેલા એક સંશોધનમાં એ ખુલાસો થયો છે, જે જાણીને આપને પણ આંચકો લાગશે.

આ પણ વાંચો: PHOTO: લગ્ન પ્રસંગોમાં ભાડેથી લહેંગા-ચોલી ખરીદવાનું ચલણ વધ્યું, 1 લાખ રૂપિયા સુધીનું વસૂલે છે ભાડૂ

અડધાથી વધારે લોકો જૂના સાથી સાથે વિતાવી રહ્યા છે રાતએક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, 53 ટકા લોકો પોતાના પૂર્વ પાર્ટનર સાથે રાત વિતાવી રહ્યા છે. અમેરિકામાં કરવામાં આવેલા સર્વેમાં 2 હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો. લવહની નામના આ સર્વેમાં ખુલાસો કર્યો છે કે, બ્રેક અપ બાદ પણ અડધાથી વધારે લોકો પોતાના પૂર્વ પાર્ટનર સાથે યૌન સંબંધ બનાવાનું પસંદ કરે છે. આ શોધમાં સામે આવ્યું છે કે, મોટા બાગના વયસ્ક પોતાના પૂર્વ સાથે હુંફાળા સંબંધો બાંધી રાખવાનું પસંદ કરે છે.

જૂના સાથી વગર ક્યાંય ગોઠતુ નથી


આ શોધમાં 69 ટકા લોકોએ સ્વીકાર કર્યો છે કે, તેમણે પોતાના પૂર્વ સાથી સાથે વસ્તુઓ અનુકૂળ રાખવાનો પ્રયાસ કર્યો છે. આ રિસર્ચમાં 71 ટકા પુરુષોએ માન્યું છે કે, તે પોતાના પૂર્વ પાર્ટનર સાથે સારા સંબંધો રાખવા માગે છે. 57 ટકા એવા લોકો છે, જેમણે પોતાના પુરુષ અને મહિલા હોવાની ઓળખાણ છુપાવી છે કે, તે પોતાના પૂર્વ પાર્ટનર સાથે સંબંધ ચાલુ રાખવા માગે છે. આ સર્વેથી એ જાણવા મળે છે કે, પોતાના પૂર્વ પાર્ટનર સાથે સંબંધો બનાવી રાખનારા લોકોમાં મોટી ઉંમરના લોકો વધારે છે.

મોટી ઉંમરના લોકોની સંખ્યા વધારે


આ સર્વેથી જાણવા મળે છે કે, 45-54 વર્ષની ઉંમરના લોકોમાંથી 74 ટકા લોકો પોતાના પૂર્વ સાથી સાથે સંબંધ બનાવાની કોશિશ કરે છે. અડધાથી વધારે લોકો પોતાના પૂર્વ પાર્ટનર સાથે સૌહાર્દપૂર્ણ સંબંધનું કારણ શું છે? આ સંશોધનમાં સામે આવ્યું છે. 52 ટકા લોકોએ કહ્યું કે, તેમને જૂના સાથી સાથે સંબંધ બનાવાનું પસંદ કર્યું કેમ કે, તે પહેલાથી સારા એવા દોસ્ત હતા. તો વળી 31 ટકા લોકોએ સ્વીકાર કર્યો કે, તેમને ફરીથી દોસ્તી તૂટી જવાનો ડર હોવાથી તેમણે સંબંધ બનાવાનું ચાલુ રાખ્યું.
Published by: Pravin Makwana
First published: January 28, 2023, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading