એપાર્ટમેન્ટના ટેરસ પરથી બેલેન્સ ગુમાવતા કિશોરી નીચે પડી, ચોથા માળે બારીમાં ફસાઈ જતા જીવ બચ્યો

News18 Gujarati
Updated: August 10, 2021, 2:24 PM IST
એપાર્ટમેન્ટના ટેરસ પરથી બેલેન્સ ગુમાવતા કિશોરી નીચે પડી, ચોથા માળે બારીમાં ફસાઈ જતા જીવ બચ્યો
ફાયરબ્રિગેડે કિશોરીને સુરક્ષિત નીચે ઉતારી.

Pune girl stuck in window grill: ફાયરબ્રિગેડના બંને કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકીને બચાવી હતી. બાળકીને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા બાદ લોકોએ ફાયરબ્રિગેડના કામની ખૂબ પ્રશંસા કરી હતી.

  • Share this:
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવાર પેઠ વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરી ટેરેસ પરથી ઉતાવળમાં નીચે ઉતરવા જતાં નીચે ખાબકી હતી અને એક બારીમાં ફસાઈ (Girl stuck in window grill)ગઈ હતી. કિશોરી એપાર્ટમેન્ટના ચોથા માળની બારીમાં ફસાઈ ગઈ હતી. બારીની નાની જગ્યા પર બાળકી ઊભી રહી ગઈ હતી. લોકોને આ વાત ધ્યાનમાં આવતા કિશોરીને બચાવવાના પ્રયાસો શરૂ કરયા હતા. એપાર્ટમેન્ટના લોકોએ પહેલા ઉપરથી સાડી ફેંકીને બાળકીને તેના સહારે ઉપર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકી ખૂબ ડરી ગઈ હોવાથી આ યોજના પડતી મૂકવામાં આવી હતી. જે બાદમાં ફાયરબ્રિગેડ (Pune fire brigade)ને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે સીડી વડે બાળકી ફસાઈ હતી તે જગ્યા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, ફાયરબ્રિગેડની સીડી ચોથા માળ સુધી પહોંચી શકી ન હતી. જે બાદમાં ફાયરબ્રિગેડના બે કર્મચારી કમર પર દોરડું બાંધીને ઊપરથી નીચે ઉતાર્યાં હતાં. બાદમાં બંનેએ છોકરીના કમરમાં દોરડું બાંધી દીધું હતું અને બાળકીને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી. આ રીતે પુણે ફાયરબ્રિગેડે ચોથા માળની બારીમાં ફસાયેલી બાળકીને બચાવી લીધી હતી. ફાયરબ્રિગેડના બંને કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકીને બચાવી હતી. બાળકીને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા બાદ લોકોએ ફાયરબ્રિગેડના કામની ખૂબ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: 'મારા ઘરમાં ઇમિટેશન જેવા ભવાડા ન જોઈએ,' આર્મીના નિવૃત્ત જવાને પત્ની અને દીકરીઓને માર્યો ઢોર માર

મળતી માહિતી પ્રમાણે ફાયરબ્રિગેડને સોમવારે સવારે શુક્રવાર પેઠ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી રેસ્ક્યૂ કૉલ આવ્યો હતો. ફાયર ઓફિસર સચિન મંડાવકરે જણાવ્યું હતું કે, "બેલેન્સ ગુમાવી દેતા કિશોરી બારીમાંથી નીચે પડી હતી. આ દરમિયાન ચોથા ફ્લોર પર તેણી ફસાઈ ગઈ હતી. જે બાદમાં તેણીએ બૂમાબૂમ કરી હતી."

ફાયર અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સુરક્ષા માટે નીચે નેટ પાથરી દીધી હતી. જે બાદમાં સીડી દ્વારા કિશોરી સુધી પહોંચ્યા હતા. છોકરી ખૂબ ડરેલી હતી. અમે તેને સમજાવી હતી અને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.
ખડક પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેક્ટર શ્રીહરી બરીહટે જણાવ્યું હતું કે, "છોકરીને કોઈ ઈજા પહોંચી ન હતી. પોલીસ સ્ટેશનની એક ટીમે તેણીના ખબર અંતર પૂછવા માટે તેના ઘરની મુલાકાત લીધી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તેણી ઉતાવળમાં એપાર્ટમેન્ટના ટેરેસ પરથી નીચે ઉતરવા ગઈ હતી. આ દરમિયાન તેણીએ બેલેન્સ ગુમાવી દીધું હતું અને બારી તરફ નીચે પડી હતી. જોકે, તેણી ચોથા માળ પર બારીમાં ફસાઈ ગઈ હતી."
Published by: Vinod Zankhaliya
First published: August 10, 2021, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading