વર્ક ફ્રોમ હોમ નહીં, વર્ક ફ્રોમ લગ્ન મંડપ: દુલ્હો લગ્ન મંડપમાં કરી રહ્યો હતો લેપટોપ પર કામ!

News18 Gujarati
Updated: July 26, 2021, 1:13 PM IST
વર્ક ફ્રોમ હોમ નહીં, વર્ક ફ્રોમ લગ્ન મંડપ: દુલ્હો લગ્ન મંડપમાં કરી રહ્યો હતો લેપટોપ પર કામ!
વીડિયો વાયરલ થયો.

Work from Wedding: અનેક યૂઝર્સ આ વીડિયો પર ખૂબ જ ફની કૉમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, દુલ્હો હનીમૂન માટે પોતાની રજા બચાવી રહ્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે, નક્કી આ આઈટી કંપનીમાં કામ કરતો હશે.

  • Share this:
નવી દિલ્હી: કોરોનાએ લોકોનું જીવન બદલી નાખ્યું છે. લોકોના કામ કરવાની રીત પણ બદલાઈ છે. અનેક ઓફિસોને તાળા લાગી ગયા છે, જેમના કર્મચારીઓ હાલ વર્ક ફ્રોમ હોમ (Work from home) કરી રહ્યા છે. ઘરે કામની સાથે અન્ય જરૂરી કામ પણ લોકો કરી રહ્યા છે. આ દરમિયાન એક લગ્નનનો વીડિયો વાયરલ (Viral video of groom) થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હો લગન મંડપમાં બેઠો બેઠો લેપટોપ (Work from wedding) પર કામ રહી રહ્યો છે.

આ અંગે જે વીડિયો વાયરલ થયો છે તેમાં દુલ્હો લગ્નની વિધિ દરમિયાન લેપટોપ અને મોબાઇલ લઈને લગ્ન મંડપમાંથી ઓફિસનું કામ કરી રહ્યો છે. આ વીડિયોને જોઈને યૂઝર્સે કૉમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો છે.

મંડપમાં બેઠેલા પંડીત મંત્રો બોલી રહ્યા છે અને દુલ્હો લેપટોપ પર કામ કરી રહ્યો છે. દુલ્હો કામમાં એટલો તો વ્યવસ્ત છે કે તેને તેની આસપાસ શું થઈ રહ્યું છે તેનું પણ ભાન નથી. દુલ્હાનું કામ પૂર્ણ થયા બાદ ફરીથી લગ્નની વિધિ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: શું 'ભૂતે' ચાલુ મેચમાં વિઘ્ન નાખીને વિકેટ ઝડપી? જુઓ વીડિયો

મંડપમાં દુલ્હન પોતાની સખીઓ સાથે બેઠેલી જોવા મળે છે. જ્યારે દુલ્હને આ દ્રશ્ય જોયું ત્યારે તેણી હસવાનું રોકી શકી ન હતી. આ આખો વીડિયો કોઈએ ઇન્ટરનેટ પર મૂકી દીધો હતો.

દુલ્હાના લગ્નની વિધિને બદલે કામ કરતો જોઈને દુલ્હન હસી રહી છે. આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Jay-Raj VijaySingh Deshmukh's નામના યૂઝરે પોસ્ટ કર્યો છે. અનેક યૂઝર્સ આ વીડિયો જોઈ ચૂક્યો છે અને પોતાની કૉમેન્ટ્સ પણ આપી ચૂક્યા છે.આ પણ વાંચો: નર્મદા ડેમની સપાટી વધી, ઉપરવાસમાંથી નવા નીરની આવક, જાણો હાલની સપાટી  
 

 

 


View this post on Instagram


 

 

 

 

A post shared by Jay-Raj Vijaysingh Deshmukh © (@jayraj_photo_phactory)
અનેક યૂઝર્સ આ વીડિયો પર ખૂબ જ ફની કૉમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, દુલ્હો હનીમૂન માટે પોતાની રજા બચાવી રહ્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે, નક્કી આ આઈટી કંપનીમાં કામ કરતો હશે.

અન્ય એક યૂઝકે ખૂબ જ ફની કૉમેન્ટ કરતા લખ્યું છે કે, દુલ્હો પોતાના લેપટોપમાંથી તેની જૂની ગર્લફ્રેન્ડની તસવીરો ડિલીટ કરી રહ્યો છે.

અન્ય એક યૂઝરે કૉમેન્ટ કરી છે કે, આશા છે કે દુલ્હાના મેનેજરની હકાલપટ્ટી કરવામાં આવી હશે. વધુ એક યૂઝરે લખ્યું છે કે, દુલ્હો અન્ય લોકો લગ્ન વિધિ જોઈ શકે તે માટે લેપટોપમાં સેટિંગ કરી રહ્યો હશે.
Published by: Vinod Zankhaliya
First published: July 26, 2021, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading