આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મોડી રાત્રે 23 DySPની બદલી, 3 પીઆઇને DySP તરીકે બઢતી

News18 Gujarati
Updated: August 10, 2022, 6:50 AM IST
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મોડી રાત્રે 23 DySPની બદલી, 3 પીઆઇને DySP તરીકે બઢતી
મંગળવારે મોડી રાત્રે 23 ડીવાયએસપીના ટ્રાન્સફરની જાહેરાત થઇ છે.

અમિત વસાવા, IPS (GJ:2016), નાયબ પોલીસ કમિશનર (સાયબર ક્રાઈમ), અમદાવાદ શહેરમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટને ખાલી પડેલી કેડર પોસ્ટ પોલીસ અમદાવાદ ગ્રામ્ય ખાતે બદલી અને નિમણૂક કરવામાં આવી છે.

  • Share this:
આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) દ્વારા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારી, અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇને આગામી સમયમાં જે અધિકારીઓને એક જ જગ્યા પર ત્રણ વર્ષ થી વધુ સમય થયો હોય તેમની બદલીઓ નિશ્ચિત બની છે. વિધાનસભા ચૂંટણી નેજ અનુલક્ષીને મંગળવારે મોડી રાત્રે 23 ડીવાયએસપીની ટ્રાન્સફર જાહેર કરાઇ છે.

3 પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી સાથે બદલી કરાયા છે અને બોટાદ કેમિકલકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય અને બોટાદમાં જે અધિકારીઓની જગ્યા ખાલી પડી હતી ત્યાં સાયબર ક્રાઇમના અમિત વસાવા અને કોસ્ટલ સિક્યુરિટીના કિશોર બાલોલિયાની નિમણુંક કરાઇ છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આચાર સંહિતાને આડે હવે માત્ર અઢીથી સાડા ત્રણ મહિના બાકી છે, ત્યારે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જગ્યા પર ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓ અને કલેક્ટરોને ચૂંટણી પંચના નિયમ મુજબ બદલવા જરુરી છે.

હાલ 14 જેટલા અધિકારીઓ આઇએએસ તરીકે નોમિનેટ થઈને કલેક્ટર કે ડીડીઓનાં પદે નિયુક્તિની રાહ જોઈ રહ્યાં છે. આ 14 અધિકારીઓને આગામી સમયમાં મિમણૂકો અપાશે. તેમજ પ્રોબેશનર અધિકારીઓને પણ પ્રાંત અધિકારી તરીકે ચૂંટણીની જવાબદારી માટે સજ્જ કરવામાં આવશે.

આઇપીએસની વાત કરીએ તો ત્રણ શહેરના પોલીસ કમિશનર ઉપરાંત એડિશનલ ડીજીપી, નવ જેટલા ડીઆઈજી અને રેન્જ આઈજીપીની બદલી-બઢતી પણ પેન્ડિંગ છે.

આ પણ વાંચો- ઈન્ડિયા ગેટની જગ્યાએ પહેલો હતો રેલવે ટ્રેક! જાણો તેની સાથે જોડાયેલ રસપ્રદ કિસ્સોગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીઓને લઇને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી કે આડકતરીરીતે સંકળાયેલા હોય તેમજ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

તમામ રાજ્યોના મુખ્ય સચિવને ચૂંટણી કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે ત્રણ વર્ષથી વધુ સમય એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને બદલવામાં આવે. આ સાથે વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા અધિકારી-કર્મચારીઓને પણ બદલવામાં આવશે. બદલી દરમિયાન પણ કોઇ કર્મચારીને તેના વતનના જિલ્લામાં નિમણૂંક ન અપાય તેની તકેદારી રાખવા જણાવાયું છે.

આ પણ વાંચો- અમદાવાદ એરપોર્ટ તિરંગાના રંગમાં રંગાયુ, અદ્ભુત નજારો જોઇ વિદેશીઓ પણ હરખાયા, જુઓ તસવીરો

કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના ચીફ સેક્રેટરીને કર્મચારીઓની બદલી અંગે પત્ર લખવામાં આવ્યો છે.

વર્તમાન ગુજરાત વિધાનસભાની ટર્મ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પુરી થાય છે. આ તારીખની અસરથી જે કર્મચારીને એ જ સ્થળે ફરજના 3 વર્ષ પુરા થતા હોય તેમની બદલી કરવાની રહે છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પણ બદલી કરવામાં આવશે. તમામ પ્રક્રિયાઓ 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ ચૂંટણી પંચે આદેશ કર્યો છે.
Published by: rakesh parmar
First published: August 9, 2022, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading