કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના બહેન અલકા પટેલ વચ્ચે વારસાઈને લઈ ખેંચતાણની આશંકા


Updated: August 31, 2021, 11:53 PM IST
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના બહેન અલકા પટેલ વચ્ચે વારસાઈને લઈ ખેંચતાણની આશંકા
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી

bharatsinh solanki latest news- પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત મકાનને લઈ વિવાદ, પુત્રીએ આપી જાહેર ચેતવણી

  • Share this:
ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki)ગાંધીનગર સ્થિત મકાનને લઈ વિવાદ થયો છે. તેમની પુત્રીએ જાહેર ચેતવણી આપીને કહ્યું છે કે , તેમની જાણ બહાર મકાન વેચવાનો પ્રયાસ કરાયો છે. પુત્રીએ અખબારોમાં જાહેર નોટિસ આપી ચેતવણી આપી છે કે , ગાંધીનગર સ્થિત મકાનમાં વારસાઈનો પોતાનો પણ ભાગ છે અને તેથી કોઈ પણ જાણ બહાર મકાન વેચશે કે કોઈ નાણાંકીય વ્યવહાર કરશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)અને તેમના બહેન વચ્ચે વારસાઇને લઇ વિવાદ વકરી શકે છે. અગાઉ ભરતસિંહ સોલંકીને (Gujarat congress leader Bharatsinh Solanki)તેમની પત્નીએ રેશ્મા પટેલે (Reshma Patel)પણ અમેરિકાથી નોટિસ ફટકારી હતી. તે વિવાદ પણ હજુ શમ્યો નથી ત્યાં આ નવો વિવાદ બહાર આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. હવે તેમના ગાંધીનગર સ્થિત મકાનને લઈ વિવાદ થયો છે અને તેમની પુત્રી અલકા પટેલે અખબારમાં જાહેર નોટિસ આપીને ચેતવણી આપી છે કે કોઈએ પણ મકાનની વારસાઈ ઉપર નાણાંકીય વ્યવહાર કરવો નહી તેમજ પોતાની જાણ બહાર મકાન વેચવાનો આક્ષેપ પણ કર્યો છે. પુત્રીએ એવો દાવો કર્યો છે કે પોતાનો હક ડૂબાડવાનો પ્રયાસ કરાયો છે અને બાકીના ભોગવટેદારોએ મકાન વેચવાનો પ્રયત્ન કર્યો છે.

માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત મકાનના ભોગવટેદારોમાં ભરતસિંહ સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી, અલકા પટેલનો હિસ્સો છે. પુત્રી અલકાના આક્ષેપ મુજબ મકાનનો સોદો બારોબાર તેમની જાણ બહાર કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ છે.

આ પણ વાંચો - અમદાવાદમાં 15 લાખથી ઉપરની બધી જ ગાડીઓના ટેક્સમાં 0.5 થી 2 ટકા સુધીનો વધારો કરાયો

ભરતસિંહ અને પત્ની રેશ્મા પટેલ વચ્ચે પણ ચાલી રહ્યો છે વિવાદ

ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે. સૌ પ્રથમ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્નીને વકીલ મારફતે નોટિસ પાઠવી હતી. નોટિસમાં ભરતસિંહે તેમના પત્ની છેલ્લા ચાર વર્ષથી અલગ રહેતા હોવાનો તેમજ મનસ્વી રીતે વર્તન કરતા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ તેમણે પત્ની રેશ્મા પટેલસાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ ન કરવાનો ઉલ્લેખ કર્યો હતો.જેના જવાબમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે (Bharatsinh Solanki wife Reshma Patel) તેમને મળેલી નોટિસનો જવાબ આપ્યો હતો. રેશ્મા પટેલે પોતાના વકીલ મારફતે જાહેર નોટિસ પાઠવીને ભરતસિંહે કરેલા આક્ષેપોનો ખુલાસો કર્યો હતો. નોટિસમાં જણાવાયું છે કે, ભરતસિંહ સોલંકી જ્યારે કોરોનાની બીમારીથી ગંભીર રીતે બીમાર થયા હતા ત્યારે તેમણે તેમની સેવા-ચાકરી કરીને નવું જીવન આપ્યું હતું. કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમનું વર્તન બદલાય ગયું હતું. નોટિસના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, ભરતસિંહે રેશ્મા પટેલ સાથે ગાળાગાળી કરી હતી અને તેઓને પહેરેલા કપડે કાઢી મૂક્યા હતા. રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરીને ભરતસિંહ છૂટાછેડા માટે દબાણ કરી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રેશ્મા પટેલના વકીલનો દાવો છે કે રેશ્મા પટેલને દબાણમાં લાવવા માટે ભરતસિંહે નોટિસ પાઠવી છે. રેશ્મા પટેલ આજે પણ એક સારા પત્ની તરીકે રહેવા માટે તૈયાર છે.
Published by: Ashish Goyal
First published: August 31, 2021, 11:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading