કચ્છ: કેરળમાં પૂર અસરગ્રસ્તો માટે 16 ટન સામગ્રી મોકલાઇ

News18 Gujarati
Updated: August 27, 2018, 7:16 PM IST
કચ્છ: કેરળમાં પૂર અસરગ્રસ્તો માટે 16 ટન સામગ્રી મોકલાઇ
કેરળ

કેરાલા રાજયમાં આવેલી કુદરતી આફતથી અસરગ્રસ્ત લોકો માટે કચ્છની વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા કચ્છથી ૧૬ ટન જેટલી ચીજવસ્તુઓ સોમવારે કેરલ મોકલવામાં આવી

  • Share this:
કેરાલા રાજયમાં આવેલી કુદરતી આફતથી અસરગ્રસ્ત લોકો માટે કચ્છની વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા કચ્છથી ૧૬ ટન જેટલી ચીજવસ્તુઓ સોમવારે વાયા ગાંધીધામ-તિરૂનેલવેલી હમસફળ એકસપ્રેસ ટ્રેન મારફતે ગાંધીધામથી અલાપ્પુઝા ડિસ્ટ્રીકટ કલેકટરને રાહતસામગ્રી મોકલવામાં આવી હતી.

રક્ષાબંધનના પવિત્ર દિવસે સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતોની તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં રાહતસામગ્રી ભરેલા વાહનોને હમસફળ એકસપ્રેસ ટ્રેન મારફતે ગાંધીધામથી ખાતે રાહતસામગ્રી પહોંચાડવા રવાના કરાયાં હતા.

કેરળ પૂર અસરગ્રસ્તોને શ્રી સ્વામિનારાયણ મંદિર તથા અન્ય સંસ્થાઓ દ્વારા મળેલી સામગ્રીમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૮ હજાર કીલો તુવેરદાળ અને ૧ હજાર કીલો ચોખા ઉપરાંત માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ૧૫૦૦ કીલો દુધનો પાવડર, પૂર્વમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા સર્વસેવા સંઘ દ્વારા ૨૫૦ કીલો ચોખા,૧૧૫૨ યુનિટ બીસ્કિટ, ૬૦૦ યુનિટ મીનરલ વોટર, અલ્ટ્રાટેક સીમેન્ટ, વાયોર દ્વારા ૬૦૦ યુનિટ દુધનો પાવડર, ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (ભુજ) દ્વારા ૧૨ બોક્ષ દવાઓ મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત કેરળના પુર અસરગ્રસ્તો માટે ગાંધીધામ તાલુકાની સામાજીક સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતી વસ્તુઓની જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર વેલસ્પન ગ્રુપ, અંજાર દ્વારા ડુવેટ કવર, બાથ ટોવલ, ફેસ ટોવલ મળીને ૧૫૦૦ નંગ ઉપરાંત સુઝલોન ગુજરાત વિન્ડપાર્ક દ્વારા ૮૩૦ નંગ બ્લેન્કેટ, ૧૨૦ નંગ સાલ એરિયા અને સુઝલોન સ્ટ્રકચર્સ લીમીટેડ દ્વારા કલીનીંગ મટેરીયલ્સ અને હાઉસહોલ્ડ વસ્તુઓના ૭૧ બોક્ષ રેલ્વે મેનેજર, પશ્ચિમ રેલ્વે ગાંધીધામને ૨૭ ઓગષ્ટના પત્રથી મોકલાઇ હતી.
Published by: Mujahid Tunvar
First published: August 27, 2018, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading