કુંભ મેળામાંથી પરત આવનાર દરેક ગુજરાતીને આઇસોલેટ કરવામાં આવશે: CM રૂપાણી

News18 Gujarati
Updated: April 17, 2021, 2:17 PM IST
કુંભ મેળામાંથી પરત આવનાર દરેક ગુજરાતીને આઇસોલેટ કરવામાં આવશે: CM રૂપાણી
સીએમ રૂપાણીની ફાઇલ તસવીર

આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરું છું કે, સંક્રમણ ટાઢું પડે ત્યાં સુધી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. ખાસ મોટી ઉંમરના અને બાળકો તો ન જ નીકળે.

  • Share this:
જામનગરમાં (Jamnagar) કોરોના સંક્રમણ (coronavirus) સતત વધી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની કોર કમિટીના સભ્યો આજે તા 17 એપ્રિલના રોજ સવારે જામનગર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે બાદ સીએમ રૂપાણીએ મીડિયા સમક્ષ મહત્ત્વની વાતો કરી હતી. જેમાં તેમણે રેમડેસિવીર ઇન્જેક્શનના (remdesivir injection) ઉત્પાદન, બેડ  (corona bed) વધારવાની વ્યવસ્થા અંગે વાત કરી હતી. આ સાથે તેમણે કુંભ મેળામાંથી (Kumbh mela) પરત ફરતા લોકને આઇસોલેટ (isolate) કરવાના નિર્દેશ આપ્યાની પણ વાત કરી હતી.

'લોકોને બેડની અછત પડે છે'

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, છેલ્લા 15થી 20 દિવસથી કોરોનાનું વ્યાપક પ્રમાણમાં સંક્રમણ આપણે જોઇ રહ્યાં છે. સમગ્ર દેશમાં સંક્રમણ વધ્યું છે. બીજી લહેર ખૂબ વ્યાપક છે અને સ્થિતિ થોડી નાજૂક છે. આખેઆખા કુટંબને ચેપ લાગ્યો છે. જે માટે તમામ હૉસ્પિટલો સુસજ્જ થઇ રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં રાજ્ય સરકારે 25થી 30 હજાર બેડનો વધારો કર્યો છે. બેડ સાથે 24 કલાક સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા ઉભી કરી છે. લોકોને બેડની અછત પડે છે તેને નિવારવા માટે આપણે 15 દિવસમાં વધુ બેડની વ્યવસ્થા કરી રહ્યાં છીએ.

હાર્દિક પટેલની CM રૂપાણીને વિનંતી, 'ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા અમને કામ આપો'

'એકપણ દર્દી રેમડેસિવીર ઇન્જેક્શન વગર નહીં રહે તેની જવાબદારી સરકારની'

તેમણે રેમડેસિવીર ઇન્જેક્શન અંગે જણાવ્યું કે, દરરોજ 20 હજાર રેમડેસિવીર ઇન્જેક્શનો એવરેજ આપણા હાથમાં આવે છે. તેમા પણ પ્રાયોરિટી નક્કી કરી છે. ગુજરાતની સરકારી હૉસ્પિટલોમાં પહેલા ઇન્જેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત ખાનગી હૉસ્પિટલના કોવિડના દર્દીઓ જેની હાલત ગંભીર છે અને જરૂર છે તેમને પણ ઇન્જેક્શનો આપીએ છીએ. ઉત્પાદન વધારવા અંગેના પ્લાનિંગ ચાલી રહ્યાં છે. ત્યારે આપણે જાહેરમાં પણ ઇન્જેક્શન આપીશું, પરંતુ ગુજરાતની હૉસ્પટિલનો એકપણ દર્દી રેમડેસિવીર ઇન્જેક્શન વગર નહીં રહે તેની જવાબદારી સરકારે લીધી છે.'એમ્બ્યુલન્સમાં પણ વધારો કર્યો'

સીએમે માન્યું કે, ગુજરાતમાં મૃત્યુંઆંક વધ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું કે, મૃત્યુંનો આંક પણ વધ્યો છે. મૃતકોનો અગ્નિદાહ કે કબ્રસ્તાનમાં જગ્યા મળી રહે તે માટે પણ વ્યવસ્થા વધારવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં પણ વધારો કર્યો છે. આ સાથે અન્ય કડક નિર્ણયો પણ લીધા છે.

લો બોલો! રાજકોટમાં જાણીતો આઈસ ગોલાવાળો રાત્રી કર્ફ્યૂમાં કરતો હતો હોમ ડિલીવરી, ઝડપાયો

તેમણે વધુમાં જણાવ્યું કે, જામનગરની હૉસ્પિટલમાં 1608 બેડ તૈયાર છે સોમવારે બીજા 370 બેડ તૈયાર થશે. આ સાથે ઓક્સિજનની વ્યવસ્થાવાળા બેડ થાય તેનું આયોજન થઇ રહ્યું છે. અક્ષયપાત્રને જમવાની વ્યવસ્થા સોંપવામાં આવી છે. વધુમાં વધુ લોકોની સેવા થઇ શકે તે માટે સરકાર કામ કરી રહી છે.

'લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે'

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સરકારે ટોપ પ્રાયોરિટી આપી છે. આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરું છું કે, સંક્રમણ ટાઢું પડે ત્યાં સુધી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. ખાસ મોટી ઉંમરના અને બાળકો તો ન જ નીકળે. એવી જ રીતે ફરજિયાત માસ્ક પહેરો. કન્ટેઇનમેન્ટ ઝોન વધારવાની સૂચના આપી છે. ઝડપથી લોકો વેક્સિન લે. ગભરાવવાની જરૂર નથી સાવચેત રહેવાની જરૂર છે.

'કુંભમાંથી જે કોઇપણ પરત આવે તેમને આઇસોલેટ કરાશે'

તેમણે સંક્રમણ ન ફેલાઇ તે માટે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, કુંભ મેળામાં ગયેલા કોઇપણ વ્યક્તિને સીધેસીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે. તમામ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે, કુંભમાંથી જે કોઇપણ પરત આવે તેમને આઇસોલેટ કરવામાં આવે. તેમનો આરટીપીસીઆર કરવામાં આવે.
Published by: Kaushal Pancholi
First published: April 17, 2021, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading