રાજકોટ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી પાડોશી આચરતો હતો દુષ્કર્મ, પિતા જોઈ ગયાને પગ નીચેથી જમીન સરકી ગઇ


Updated: July 18, 2021, 12:14 PM IST
રાજકોટ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી પાડોશી આચરતો હતો દુષ્કર્મ, પિતા જોઈ ગયાને પગ નીચેથી જમીન સરકી ગઇ
પ્રતીકાત્મક તસવીર

ઘરમાં જઈ અંદર બોલાવવા જતા જે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા તેનાથી પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રૈયાધાર વિસ્તારમાં રહેતી એક સગીરાને (minorlove affair) પ્રેમજાળમાં ફસાવી એક સંતાનના બાપે એક વર્ષ સુધી દુષ્કર્મ (sexually molestation) આચર્યું હોવાની ઘટના સામે આવી છે.  સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ નોંધી આરોપી પરબત ગાંગા ડાકીને પોતાના સકંજામાં લેવામાં આવ્યો છે.

પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

રંગીલા રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, શનિવારના રોજ બપોરના સમયે નજીકમાં રહેતા ભત્રીજાના ઘરે પોતે જમવા માટે ગયા હતા. આ સમયે તેમની પુત્રી પણ ભત્રીજાના ઘરે જ હતી. બાદમાં ભત્રીજીએ ઘરે આવીને પુત્રી અંગે પૂછપરછ કરતાં તે ત્યાં જ હોવાનું કહ્યું હતું. જોકે બાદમાં ભત્રીજીએ જણાવ્યું હતું કે, તે ઘરે જતી રહી છે. જેના કારણે પુત્રીને શોધવા માટે પાડોશીઓના ઘરે તપાસ આદરવામાં આવી હતી.

સુરતની સગીરા જીજાજી સાથે ભાગી ગઇ! 'પહેલે જીજાજી થે અબ પતિ હે, મેં શારીરિક સંબંધ ભી બના ચુકી હું'

બાજુનાં ઘરેથી પુત્રી પકડાઇ

આ દરમિયાન પાડોશમાં રહેતા પરબત ગાંગા ડાકીના ઘરે તપાસ કરતા પુત્રીના ચંપલ ઘરની બહાર પડ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ઘરમાં જઈ અંદર બોલાવવા જતા જે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા તેનાથી પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પાડોશમાં રહેતો પરબત પોતાની પુત્રી સાથે ન કરવાનું કામ કરતો જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પુત્રીને ઘરે લઇ જઇ ઠપકો આપતા તે ચોધાર આંસુએ રડવા લાગી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી.પાંખ વગરની પરી: વડોદરાની શ્વેતા પરમાર ગુજરાતની પહેલી મહિલા સ્કાયડાઇવર બની

પુત્રીએ વર્ણવી વ્યથા

૧૫ વર્ષીય પુત્રીએ પોતાના પિતાને હકીકત જણાવતા કહ્યું હતું કે, છ માસ પૂર્વે તમારા મોબાઇલમાં ફોન આવ્યો હતો. જે ફોન તમે સુતા હોવાના કારણે મેં ઉપાડ્યો હતો. ફોનમાં પરબતભાઈ બોલતા હતા. હજુ હું કંઈ બોલું તે પહેલા તને હું પ્રેમ કરું છું તેમ કહી તેમણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની સાથે વાત કરવા મને ઘરે બોલાવતા હતા.

તેમજ એક વખત પરબતભાઈના ઘરે જ્યારે કોઈ નહોતું ત્યારે મને તેમના ઘરે બોલાવીને બળજબરી કરી બે વખત દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન આજે કાકાને ત્યાંથી ઘરે આવતી હતી ત્યારે પરબતભાઈએ ઘરની ડેલી પાસે ઉભા હતાં જેથી તેમણે મને ઘરમાં બોલાવી હતી. તેમજ ત્યારબાદ મારી સાથે ન કરવાનું કૃત્ય આચર્યું હતું.  ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ નોંધી આરોપી પરબત ને પોતાના સકંજામાં લેવામાં આવ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: July 18, 2021, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading